મળતી માહિતી મુજબ કાશ્મીર ખીણમાં પોલીસ અને અર્ધ સૈનિક દળોને હાઈ ઍલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અર્ધ સૈનિક દળોની 100 કંપનીઓને જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવી છે. આ સાથે જ અલગતાવાદી નેતા યાસીન મલિકની ધરપકડ કરવામાં આવી છે. માનવામાં આવે છે કે બે દિવસ બાદ સોમવારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણીની ધારા 35-A ને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા તકેદારીના પગલા હેઠળ યાસીન મલિકની શુક્રવારે રાત્રે શ્રીનગરના માઈમુસા સ્થિત તેના ઘરેથી સલામતી દળોએ તેની ધરપકડ કરી છે. તેને પૂછપરછ માટે કોઠીબાગ પોલીસ સ્ટેશને લઈ જવાયો છે.
નોંધનીય છે કે કલમ 35-એ મુજબ જમ્મુ-કાશ્મીરમાં રાજ્યની બહારની વ્યક્તિને આ રાજ્યમાં અચલ સંપત્તિ ખરીદવા પર પ્રતિબંધ છે અને આ જ જોગવાઈને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે.
દરમિયાન ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે અર્ધ સૈનિક દળોની 100 કંપનીઓને કાશ્મીર ખીણ મોકલવામાં આવી છે. તેમાં CRPFની 35, BSFની 35, SSBની 10 અને ITBPની 10 કંપનીઓ સામેલ છે.
ગૃહ મંત્રાલય દ્વારા જમ્મુ-કાશ્મીરના ગૃહ સચિવ, મુખ્ય સચિવ અને ડીજીપીને મોકલાયેલા ફૅક્સ સંદેશમાં કહેવાયું છે કે ખીણમાં તાત્કાલિક અસરથી આ તળોની તહેનાતી કરવાની છે. 22 તારીખે મોકલાયેલા ફૅક્સમાં સીઆરપીએફને આ દળોની તત્કાલ રવાનગી કરવા કહેવાયું છે. આટલા મોટા પાયે સલામતી દળોની તહેનાતી કેમ કરવામાં આવી રહી છે, તેનો ખુલાસો નથી કરાયો, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે ભારત હવે પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ અંતિમ લડાઈ લડવાની તૈયારી કરી રહ્યું છે અને તેના હેઠળ જ એક પછી એક દૃઢ પગલા ભરી રહ્યું છે.
આ પણ વાંચજો..
- શહીદોનો બદલો લેવા ભારતે 8 દિવસમાં લીધાં 8 મહત્વના નિર્ણયો, પાક. મુશ્કેલીમાં
- જમ્મુ કાશ્મીરના અલગ બંધારણની ખાસ વિશેષતાઓ
- પુલવામા જેવા આત્મઘાતી હુમલા પછી પણ CRPF જવાનોની નિઃસ્વાર્થ સેવા તો જૂઓ!