સુરત સાયબર સેલના એસીપી સહિતના પોલીસ કર્મચારીઓએ સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં બે યુવકોને ત્રણ દિવસ સુધી ગેરકાયદેસર રીતે ગોંધી રાખ્યા બાદ રૂ. ૫ લાખ પડાવી છુટકારો કર્યાની લેખિત આક્ષેપ કરતી ફરિયાદના ઈ-મેલ ભોગ બનનારના મિત્રએ કર્યા છે.
લેખિત ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ ૧૨ દિવસ અગાઉ ચાંદખેડાની હોટલ સ્પર્શ ઈનના રૂમમાં રોકાયેલા બે યુવકોને સુરત સાઇબર સેલના પોલીસ અધિકારી અને કર્મચારીઓ તમે લોકોના રૃપિયા ઉઘરાવી ભાગ્યા છો તેમ કહી સુરત સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ત્રણ દિવસ સુધી યુવકોને ગોંધી રાખ્યા હતા. આ અંગે હોટલ સ્પર્શ ઈન ચાંદખેડાના સીસીટીવી ફૂટેજ, રસ્તામાં જમવા રોકાયેલા તે હોટલના ફૂટેજ અને સુરત સાઇબર સેલ પોલીસ સ્ટેશનના ફૂટેજ ચેક કરવા માટે પણ અરજદારે રજૂઆત કરી છે.
જૂનાગઢના સરદારબાગ વિસ્તારમાં વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતાં વિરલ અરસીભાઈ જોટવાએ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ડીજીપી આશિષ ભાટિયા સહિતના અધિકારીઓને મેલથી લેખિત ફરિયાદ મોકલી જેમાં તેઓના બે મિત્રનું સુરત સાયબર સેલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા અપહરણ કરી રૃ. પાંચ લાખ પડાવવામાં આવ્યાનો આક્ષેપ કર્યો છે. અરજદારે સુરત સાઇબર ક્રાઈમના એસીપી યુવરાજસિંહ ગોહિલ, પીએસઆઈ જીજ્ઞોશ આહીર, યોગેશ ગઢવી, પ્રહલાદસિંહ જાડેજા, સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના જયુભા, કૃણાલ પટેલ, ર્હાિદક પઢિયાર, પિયૂષ ગોંડલિયા, મેહુલ ચૌધરી અને તપન વિરૃદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા છે.
અરજીમાં જણાવ્યા મુજબ મલ્ટી લેવલ માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા યોગેશ ચોથાણી રહે, નાની પરબડી, ધોરાજી અને અશ્વિન વેકરિયા રહે, મેખાટીંબી, ઉપલેટાનાઓ અરજદારના મિત્રો થાય છે. ગત તા.૨૧-૮-૨૦૨૧ના રોજ યોગેશ અને અશ્વિન બંને જણા વ્યવસાયના કામ અર્થે અમદાવાદ ચાંદખેડાની હોટલ સ્પર્શ ઈનમાં રોકાયા હતા.તે સમયે સુરત સાયબર ક્રાઈમના હોટલમાં આવી નંબર પ્લેટ વગરની કાળી અટિંગા કારમાં બંનેને બેસાડી તમે લોકોના પૈસા ઉઘરાવી ભાગ્યા છો તેમ કહી સુરત અઠવા લાઈન્સ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
અરજદાર વિરલ જોટવાએ આ અંગે જણાવ્યું હતું કે, તેઓના મિત્ર યોગેશ અને અશ્વિનને મૂઢમાર મારી ટોર્ચર કરી પાંચ લાખ લઈ છોડવામાં આવ્યા હતા. બંને પોલીસથી એટલા ડરી ગયા હતા કે, પોલીસ ફરિયાદ કરી શકે તેવી સ્થિતિમાં ન હતા આથી, પોતે ઈ-મેલ કરી લેખિત ફરિયાદ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..