DySP જે.એમ. ભરવાડ દ્વારા અત્યારે કે અગાઉ ભોગ બનેલા લોકોને મળવા માટે ACBની જાહેરાત, ફરિયાદ હોય તો ACBને મળો.

ગુજરાતના એક સમયના સુપરકોપ ગણાતા દબંગ પોલીસ અધિકારી આજે લાંચના કેસમાં ફસાયા છે. પાટીદાર આંદોલન દરમિયાન થયેલા લાઠીચાર્જમાં વિવાદિત રહેલા જે.એમ. ભરવાડ એકદમ જ પોલીસ બેડામાં હાસિયામાં ધકેલાઈ ગયા છે. હવે ACBએ તેમની સામે લાંચના વધુ પુરાવા એકત્ર કરવા તેમજ અગાઉ તેમણે કોઈની પાસે ધાકધમકી કે લાંચ લીધી હોય તે વ્યક્તિને પણ ACB સમક્ષ પોતાની વાત રજૂ કરવા માટે રીતસરની જાહેરાત કરી છે.

ગુજરાત પોલીસના એવા અધિકારી કે જેમને જોઈને વિસ્તારના ગુનેગારો વિસ્તાર છોડીને જતા રહેતા હોવાની વાતો પ્રચલિત છે. તેવા જે.એમ. ભરવાડ ગુજરાતના એક ડીજીપીના ખાસ માનવામાં આવે છે. આ ડીજીપી સાથે સરકારનું કોઈ અંતર વધ્યું હોવાની વાતો પણ હાલ વહેતી થઈ છે. જે.એમ. ભરવાડ અમદાવાદ શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ સહિતની મહત્વની જગ્યાઓ પર ફરજ બજાવી ચૂક્યાં છે. પાટીદાર અનામત આંદોલન વખતે GMDC ગ્રાઉન્ડમાં થયેલા લાઠીચાર્જમાં જે.એમ. ભરવાડનો મહત્વનો રોલ હતો. તેમ છતાં તે સમયે તેઓ સરકારની ગુડબુકમાં હોવાના કારણે ત્યારબાદ એમના પર કોઈ એક્શન લેવાયા ન હતા અને તેમની બદલી રાજકોટ જિલ્લામાં કરી દેવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં તેમણે હથિયારના એક કેસમાં એક વ્યક્તિને બચાવવા માટે લાખો રૂપિયાની લાંચ તેમના સાથી પોલીસ કર્મચારી સાથે મળીને માંગી હતી. પરંતુ આ સમગ્ર કેસમાં જે.એમ. ભરવાડ સામે ACBને પરોક્ષ રીતે લાંચ માંગતા હોવાના પુરાવા મળ્યા છે.

ભરવાડ ટોપ પોલીસ અધિકારીથી સીધા અંતિમ હરોળમાં આવી ગયા!

આ કેસમાં જે.એમ. ભરવાડ અગાઉ કોઈને ધાકધમકી આપીને રૂપિયા પડાવ્યા હોય તેવી વિગતો એકત્ર કરવાનું શરૂ કરી દીધું છે, ACBએ સત્તાવાર રીતે અખબારી યાદી બહાર પાડીને જે.એમ. ભરવાડ સામે કે જે.એમ. ભરવાડથી ભોગ બનેલા લોકોને પોતાની વાત રજૂ કરવા અપીલ કરી છે. હવે જે.એમ. ભરવાડ ટોપ પોલીસ અધિકારીમાંથી સીધા અંતિમ હરોળમાં આવી ગયા હોવાની વાત સામે આવી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમ બનવા પાછળ પોલીસ બેડામાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો