સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જેના દ્વારા તમે દુનિયાના ખુણાના વ્યક્તિ સાથે પણ કનેક્ટ થઈ શકો છો. જ્યારે આ માધ્યમ ખૂબજ નુકશાનકારક પણ છે. તેના દ્વારા લોકો એક-બીજાના ધર્મ, જ્ઞાતિ વિરુદ્ધ અભદ્ર લખાણ લખે છે, જેના દ્વારા તેઓ મુશ્કેલીમાં ફસાતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના રાજ્યના નવસારી જિલ્લામાંથી સામે આવી છે. જ્યા એક યુવકે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી વિરુદ્ધ ટ્વીટર પર અભદ્ર ટિપ્પણી કરી હતી. તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાતા યુવકની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ નવસારી પોલીસે જ્ઞાતિ, જાતિ અને ધર્મ આધારિત પોસ્ટ ન મુકવા જનતાને અપીલ કરી છે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા વિસ્તારમાં રહેતા અને ટ્વિટર પર મહેતા હિતાંશુ નામનું અકાઉન્ટ ધરાવતા યુવાને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ ટ્વીટર પર અભદ્ર ટિપ્પણી કરી હતી. આ પોસ્ટને લઈ ગોવિંદ ભઠ્ઠલા ગામે રહેતા ડેનિસ પટેલ નામના ભાજપના કાર્યકરે બીલીમોરા પોલીસ સ્ટેશનમાં તે યુવાન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે સાયબર ક્રાઈમ હેઠળ ગુનો નોંધીને યુવકની ધરપકડ કરી છે.
@sanghaviharsh have kon public ne chodu banave pic.twitter.com/ccYReX7NJu
— Hitanshu Mehta (@MehtaHitanshu) January 26, 2022
સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટને લઈને સમગ્ર ગુનાની તપાસ સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર કે.એમ. વસાવા કરી રહ્યા છે. આરોપીની ધરપકડ કરીને તેના વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..