16 ડિસેમ્બર 2012ની રાત્રે દિલ્હીમાં થયેલા ભયાનક બાળાત્કાર કાંડથી અભિષેક યાદવ એટલે કે અભિ પણ આખા દેશની જેમ જ હચમચી ગયો હતો. આ દિવસે પેરામેડિકલ વિદ્યાર્થીની પર હેવાનોએ ચાલુ બસમાં બાળાત્કાર ગુજાર્યો હતો અને તેની હત્યા કરી નાંખી હતી. નિર્ભયાકાંડના થોડા દિવસ સુધી આખા દેશમાં તેના અંગે ચર્ચા થતી રહી અને પછી બધા ફરી પાછા રોજીંદા જીવનમાં જોતરાઈ ગયા. જો કે અભિષેક આ વાતમાં અપવાદ છે.
ઉત્તરપ્રદેશના ગોરખપુરના રહેવાસી અભિષેકને પણ લાગ્યું કે આ દેશમાં મહિલાઓ માટે ઓછી સુરક્ષા છે. તે આ વાતને બદલવા માંગતો હતો. તે પોતે પણ માર્શલ આર્ટનો ચેમ્પિયન છે. તેણે પોતાની આ કળા છોકરીઓને સ્વરક્ષણ માટે શીખવાડવાનું નક્કી કર્યું. ત્યારથી આજ સુધી અભિષેક ઉત્તર પ્રદેશની 2.5 લાખથી વધુ છોકરીઓને સેલ્ફ ડિફેન્સની મફત ટ્રેનિંગ આપી ચૂક્યો છે.
28 વર્ષનો અભિષેક અભિસેલ્ફ પ્રોટેક્શન ટ્રસ્ટ નામની NGO ચલાવે છે. આ સંસ્થા ‘મેરી રક્ષા મેરે હાથો મેં’ પ્રોગ્રામ અંતર્ગત છોકરીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપે છે. મોટા ભાગની છોકરીઓ ગ્રામીણ વિસ્તારની હોય છે. અભિષેક એઈકિડો નામની જાપાનીઝ માર્શલ આર્ટ શીખ્યો છે. તે શરૂઆતમાં ઉત્તર પ્રદેશ પોલીસને ટ્રેનિંગ આપતો હતો.
અભિષેક જણાવે છે, “મેં 2007માં યુ.પી પોલીસ કમાન્ડોને માર્શલ આર્ટ શીખવવાનું શરૂ કર્યું. 2012માં દિલ્હી ગેંગ રેપ પછી સ્ત્રીઓ પોતાનું રક્ષણ કરી શકે તે માટે અમે ટ્રેનિંગની પહેલ કરી. અમે તેમને એક અઠવાડિયાની ટ્રેનિંગ આપીએ છીએ. તેમાં અમે તેમને તેમની સાથે દુર્વ્યવહાર કરનારા સાથે કેવી રીતે લડવું તે શીખવીએ છીએ.”
તેમના કેમ્પમાં હજારો છોકરીઓ ભાગ લેવા આવે છે. 2016માં તો એક સાથે 5700 છોકરીઓને સેલ્ફ ડિફેન્સ ટેકનિક શીખવીને તેણે લિમકા બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ પણ સર્જ્યો હતો. અભિષેકે 2002માં માર્શલ આર્ટની ટ્રેનિંગ શરૂ કરી. તે કરાટેમાં આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડાલિસ્ટ છે. તેની ટીમમાં 12 લોકો છે જે તેને ટ્રેનિંગ પ્રોગ્રામમાં મદદ કરે છે.
અભિષેક સમજાવે છે, “અમે દરેક છોકરીને સક્ષમ અને સ્ટ્રોન્ગ બનાવવા માંગીએ છીએ. અમે એઈકિડો ટ્રેનિંગ આપીએ છીએ જે વ્યક્તિ સામાન્ય ટ્રેનિંગથી પણ શીખી શકે છે અને રિયલ લાઈફ સિચ્યુએશનમાં તે મદદરૂપ પુરવાર થાય છે. અમે સ્કૂલોમાં જઈએ છીએ અને વિદ્યાર્થીઓને સમજાવીએ છીએ કે સેલ્ફ ડિફેન્સ અંગે શીખવું કેમ તેમના માટે જરૂરી છે. ખઆસ કરીને અત્યારે દેશમાં મહિલા સુરક્ષાને લઈને જે રીતે સ્થિતિ વકરી છે તે જોતા. ”
ઉત્તર પ્રદેશમાં છોકરીઓને માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ આપ્યા બાદ અભિષેક પોતાનો ટ્રેનિંગ પ્રોગ્રામ ઉત્તર પ્રદેશથી આગળ વિસ્તારવા માંગે છે. તે ટૂંક જ સમયમાં દિલ્હી અને હરિયાણાની છોકરીઓને પણ ટ્રેનિંગ આપવાનું શરૂ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..