અભિનંદનની શૌર્યગાથાના વખાણ, ભારતની મારૂતિ-800એ PAKની મર્સિડીઝને હંફાવી

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન આજે પાકિસ્તાનની કસ્ટડીથી ભારત પરત આવશે. વિંગ કમાન્ડર અભિનંદન વાઘા બોર્ડરના રસ્તેથી ભારત પરત ફરશે. આને લઇ દેશમાં ખુશીનો માહોલ છે. દેશ પોતાના હીરોના સ્વાગત માટે તૈયારીઓ કરી રહ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં વિંગ કમાન્ડરની બહાદૂરીનાં ખુબ વખાણ થઇ રહ્યા છે અને ચર્ચા થઇ રહી છે. ખરેખ વિંગ કમાન્ડર અભિનંદને જ પોતાના મિગ-21 વિમાનથી પાકિસ્તાનનાં લડાકૂ વિમાન એફ-16ને તોડી પાડ્યુ હતું. રક્ષા વિશેષજ્ઞો અનુસાર, આ ખુબ જ અવિશ્વનિય છે કે, ખુબ જ જૂના અને વિન્ટેઝ શ્રેણીના મિગ-21 વિમાને અત્યાધુનિક ફાઇટર જેટ માનવામાં આવતા એફ-16 વિમાનને બરબાદ કરી નાંખ્યુ. રક્ષા સૂત્રો અનુસાર, ‘મિગ-21 બાઇસન વિમાન અને એફ-16 વિમાનમાં એટલું જ અંતર છે, જે એક વિન્ટેઝ મારૂતિ 800 અને એક ટોપ મોડલની મર્સિડિઝ-બેંઝમાં હોય છે.’

જોકે, વિંગ કમાન્ડર અભિનંદનનું વિમાન પણ આ હુમલામાં બરબાદ થઇ ગયું અને વિંગ કમાન્ડર પેરાશૂટ દ્વારા પીઓકેમાં ઉતર્યા. જ્યાં પાકિસ્તાનની સેનાએ તેમને પકડી લીધા. પાકિસ્તાને ગુરૂવારે વિંગ કમાન્ડરને મુક્ત કરવાની જાહેરાત કરી, જેના પછી શુક્રવારે ભારતીય વાયુસેના અધિકારી ભારત પરત ફરશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર લોકો મિગ-21 બાઇસન દ્વારા પાકિસ્તાનના ફાઇટર ઝેટ એફ-16ને બરબાદ કરવાની ખુબ મજા માણી રહ્યા છે અને વિંગ કમાન્ડરની બહાદુરીના વખાણ કરી રહ્યા છે.

ભારતે પાકિસ્તાનનાં તે દાવાની પણ હવા નીકાળી દીધી છે જેમા તે કહી રહ્યું હતું કે, તેમને ભારત વિરૂદ્ધ એફ-16 વિમાનનો ઉપયોગ કર્યો નથી. ગુરૂવારે ભારતીય સેનાનાં ઉચ્ચ અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી Amraam મિસાઇલના ટુકડાઓ દેખાડ્યા, જેનો ઉપયોગ માત્ર એફ-16 વિમાનમાં કરવામાં આવે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો