આખરે અભિનંદને ભારતની ધરતી પર મૂક્યો પગ, જોશ જોઈને ખુશ થઈ જશો

પાકિસ્તાને પકડેલા ભારતીય વાયુસેનાનાં પાયલટ અભિનંદનની આજે વતન વાપસી થઈ હતી. પાકિસ્તાન દ્વારા તેમને મુક્ત કરતી વખતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાત્રે 9.30 વાગ્યાની આસપાસ વાઘા-અટારી બોર્ડર પરથી પાકિસ્તાન દ્વારા અભિનંદનને ભારતને સોંપવામાં આવ્યાં હતાં.

 

પાકિસ્તાન અને ભારત વચ્ચે વાઘા બોર્ડર પર દસ્તાવેજોની આપ-લે થયા બાદ અભિનંદનને ભારતને સોંપવામાં આવ્યા હતાં. IAF બોર્ડર પર પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે સૌપ્રથમ અભિનંદનનું મેડિકલ ચૅક-અપ કરાશે અને ત્યાર બાદ તેને દિલ્હી લઈ જવાશે. અભિનંદનનું બોર્ડર પર સ્વાગત કરીને તેમને મેડિકલ ચૅક-અપ માટે લઈ જવામાં આવ્યાં હતાં.

અભિનંદનને બાદમાં વાઘા બોર્ડરથી તેમને ભારતીય વાયુસેનાનાં વિમાનથી દિલ્હી લાવવામાં આવશે. તેમને દિલ્હીનાં પાલમ ટેકનીકલ એરિયામાં લાવવામાં આવશે. વિંગ કમાન્ડર અભિનંદનને પહેલાં ભારતીય વાયુસેનાનાં અધિકારીઓ અને અન્ય એજન્સીઓને મળશે.

વિંગ કમાન્ડરના ભારત આગમન બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી આવકર્યા

વડાપ્રધાન મોદી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર વેલકમ હોમ વિંગ કમાન્ડર અભિનંદન લખીને આવકાર્યા હતા.આ સાથે જ તેમણે વધુમાં લખ્યું હતું કે, રાષ્ટ્રને તમારા અદમ્ય સાહસ પર ગર્વ છે.

છાતી ફૂલાવીને ભારત પરત ફર્યા વિંગ કમાન્ડર અભિનંદન

ભારતના વીર સપૂત વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પોતાના વતન આવી ગયા છે. અભિનંદનની જાંબાઝીને સલામ કરવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

દુશ્મનના ગઢથી જ્યારે અભિનંદન સ્વદેશ પરત ફર્યા તો દેશવાસિયો માટે એક ભાવુક કરાવી દેતી ક્ષણ હતી. પાકિસ્તાની સેનાના હાથે પકડાયા બાદ બે દિવસ બાદ અભિનંદન સ્વદેશ પરત ફર્યા ત્યારે તેઓની છાતી ગર્વથી ફૂલાયેલી હતી.

દેશના ટોચના નેતાઓએ વિંગ કમાન્ડર અભિનંદનને ટ્વીટ કરી આવકાર્યા

અમિત શાહ

નિર્મલા સિતારમન

મહત્વનું છે કે આ ઘટના એ એક ઐતિહાસિક ઘટના કહેવાય. કેમ કે ઇતિહાસમાં પ્રથમ વાર એવું બન્યું છે કે જ્યારે આપણાં કોઇ જવાનને દુશ્મન દેશ દ્વારા આટલી જલ્દીથી કાર્યવાહી કરીને તેઓને ભારત પરત મોકલવામાં આવેલ હોય. જેથી આજની આ ઘટના એ ભારત માટે તો એક ઐતિહાસિક ઘટના કહેવાશે.

વાઘા બોર્ડરથી સીધા દિલ્હી લઈ જવાશેઃ

મળતી માહિતી અનુસાર અભિનંદનને બાદમાં વાઘા બોર્ડરથી તેમને ભારતીય વાયુસેનાનાં વિમાનથી દિલ્હી લાવવામાં આવશે. તેમને દિલ્હીનાં પાલમ ટેકનીકલ એરિયામાં લાવવામાં આવશે. વિંગ કમાન્ડર અભિનંદનને પહેલાં ભારતીય વાયુસેનાનાં અધિકારીઓ અને અન્ય એજન્સીઓને મળશે. ઉલ્લેખનીય છે કે, રાજોરી સેક્ટરમાં પાકિસ્તાન એરફોર્સ સાથે સંઘર્ષ દરમ્યાન તેઓ પાકિસ્તાન પહોંચ્યાં તેને લઈને પણ વાતચીત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સાથે હવાઈ સંઘર્ષ દરમ્યાન અભિનંદનજી ભૂલથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઉતરણ કરી ગયા હતાં. ત્યારે ભારતે ખૂબ જ કડક વલણ અપનાવ્યું હતું અને કહ્યું હતું કે અભિનંદનને છોડી દે પાકિસ્તાન, નહીં તો ભારત કડક કાર્યવાહી કરશે. ત્યારે આતંકી પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાને ગુરુવારે સંસદમાં એવી જાહેરાત કરી કે અભિનંદનને સદભાવના તરીકે છોડી મૂકવામાં આવશે.

સમગ્ર ઘટનાની જો આપણે વાત કરીએ તો મંગળવારનાં રોજ અભિનંદન મિગ 21 લડાકુ વિમાન પર સવાર હતાં અને પાકિસ્તાની વિમાન F-16નો પીછો કરતા ભૂલથી નિયંત્રણ રેખા (LoC)માં ચાલી ગયાં. તેઓનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇને હોરા ગામમાં પડ્યું.

પાકિસ્તાની સમાચારપત્ર અનુસાર LoCથી 7 કિ.મી દૂર પાકિસ્તાન અધિકૃત કશ્મીરનાં ભિમબેર જિલ્લામાં તેઓનું વિમાન ક્રેશ થયું. આ ઘટનાને વિશે પ્રત્યક્ષદર્શી મોહમ્મદ રજ્જાક ચૌધરીએ કહ્યું કે, બુધવારનાં રોજ સવારનાં 8:45 કલાકે તેને આકાશમાં ધુમાડો અને અવાજ સંભળાયો.

58 વર્ષનાં સામાજિક કાર્યકર્તા ચૌધરીએ જણાવ્યું કે, બે વિમાનોમાં આગ લાગી ગઇ હતી પરંતુ તેમાંથી એક નિયંત્રણ રેખાની પાર ચાલ્યાં ગયાં. બીજી બાજુ આગની લપેટમાં ઘેરાતા તેજીથી તે નીચે આવી ગયું. તે વિમાનનો કાટમાળ રજ્જાકનાં ઘરથી એક કિ.મી દૂર જઇને પડ્યો. તેઓએ એક પેરાશુટને જમીન પર આવતા જોયું. જેને તેઓનાં ઘરથી એક કિ.મી દૂર લેંડિંગ કર્યું હતું.

તેઓએ સમાચારપત્રને જણાવ્યું કે, ‘એક પાયલટ પેરાશુટથી સકુશળ રીતે બહાર નીકળ્યાં.’ તે જ સમયે યુવાઓને કહેવામાં આવ્યું કે, તે પાકિસ્તાની સુરક્ષાદળોનાં આવતા પહેલાં વિમાનનાં કાટમાળની પાસે ન જાય પરંતુ તેઓને ત્યાં પાયલટ મળી આવ્યો. પાયલટ પાસે પિસ્તોલ હતી.

તેઓએ યુવાઓને પૂછ્યું કે આ પાકિસ્તાન છે કે હિંદુસ્તાન. આની પર એકે ચાલાકીથી કહ્યું કે, આ ભારત છે. એ સાંભળીને વિંગ કમાન્ડર અભિનંદને ભારતનાં ગૌરવમાં કેટલાંક નારા લગાવવાનાં શરૂ કરી દીધાં અને પછી પૂછ્યું કે આ ભારતનું કયું સ્થાન છે.

પાયલટનાં પૂછવા પર તે જ યુવા છોકરાએ કહ્યું કે, આ સ્થાન કિલાન છે. પાયલટે કહ્યું કે, તેની પીઠ તૂટી ગઇ છે અને તેઓને પીવા માટે પાણી જોઇએ છે. ત્યારે કેટલાંક યુવા લોકોને આ નારેબાજીને સાંભળી ના શકતા તેઓએ ‘પાકિસ્તાની સેના જિંદાબાદ’નાં નારા લગાવ્યાં.

આનાં પર અભિનંદને હવામાં ફાયરિંગ કર્યુ અને યુવાઓએ પોતાનાં હાથમાં પથ્થર ઉઠાવ્યાં. રજ્જાકનાં અનુસાર ભારતીય પાયલટ પાછળની દિશામાં અડધો કિમી સુધી ભાગ્યો અને જે છોકરાંઓ તેનો પીછો કરી રહ્યાં હતાં તેઓએ તેનાં પર બંદુક ધરી દીધી.

ભાગતા ભાગતા પાયલટે બીજી વાર હવામાં ફાયરિંગ કર્યું પરંતુ તેનો કોઇ જ ફાયદો ના થયો. ત્યાર બાદ તેઓ પોતે એક નાના તળાવમાં કૂદી ગયાં. તેઓએ પોતાનાં ખિસ્સામાંથી કેટલાંક દસ્તાવેજ અને નકશા નિકાળ્યાં. કેટલાંકને તો ગળવાંની કોશિશ કરી અને બાકીને પાણીમાં પલાળી દીધાં. આ દરમ્યાન છોકરાંઓ સતત તેઓને પોતાનાં હથિયારને ફેંકવાનું કહી રહ્યાં હતાં અને એક છોકરાંએ તો તેઓનાં પગ પર હુમલો પણ કર્યો.

ચૌધરીએ જણાવ્યું કે, છોકરાંઓએ પાયલટનાં બંને હાથ પકડી લીધાં. તેમાંથી કેટલાંકે તો તેઓને માર્યા જ્યારે અન્યએ આવું કરતા તેઓને રોકતા રહ્યાં. એવામાં પાકિસ્તાની સેના ત્યાં આવી અને તેઓને પોતાની ધરપકડમાં લઇ લીધાં અને તે યુવાઓની પકડમાંથી મુક્ત કરાવ્યાં.

તેઓએ કહ્યું કે, “ધન્યવાદ છે કે નારાજ છોકરાંઓએ તેઓને ગોળી નથી મારી કેમ કે તેઓએ ઘણી વાર સુધી તો માર માર્યો.’ ત્યાર બાદમાં ધરપકડમાં લેવામાં આવેલ પાયલટને સૈન્ય વાહનમાં ભિમબેરનાં સૈન્ય પ્રતિષ્ઠાન લઇ જવામાં આવ્યાં.

અભિનંદનને પરત ન કરવા કોર્ટમાં કરાઇ હતી અરજીઃ

મહત્વનું છે કે પાકિસ્તાન દ્વારા આજે ભારતીય વાયુસેનાનાં પાયલટ અભિનંદનજીને મુક્ત કરવામાં આવી રહ્યાં છે. ત્યારે પાકિસ્તાન કોર્ટમાં વાયુસેનાનાં પાયલટ અભિનંદનને મુક્ત કરવા પર રોક લગાવવા માટે એક અરજી દાખલ કરાઇ હતી. ત્યારે વિદેશનીતિમાં હસ્તક્ષેપ કરવાની પાકિસ્તાન કોર્ટે ના પાડી દીધી છે. પાકિસ્તાન કોર્ટે અભિનંદનની મુક્તિ રદ્દ કરવા માટેની આ અરજીને ફગાવી દીધી હતી.

વાપસી બાદ અભિનંદનને ફરીથી ફાઇટર પ્લેન ઉડાવવા દેવામાં આવશે કે નહી? જાણો શું છે વાયુસેનાના નિયમો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો