આપણા સમાજમાં કિન્નરોને અર્ધનારેસ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ પાછળથી છક્કા-હિજડા કે બાયલા કહીને તેનું અપમાન પણ કરીએ છીએ. પરંતુ આજે સુરતના એક એવા કિન્નરની વાત કરીશું કે, જેણે કિન્નર સમાજને એક નવી રાહ ચીંધી છે. દાપૂ માંગીને નહીં પરંતુ કિન્નર આત્મ નિર્ભર બની કિન્નર સમાજને એક નવો રસ્તો દેખાડ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આમનો સંઘર્ષ જન્મતાની સાથે જ શરુ થયો હતો
આજે આપણે એક એવા કિન્નરની વાત કરીશું કે જેમણે સમાજનો ધિક્કાર સહન કરવની સાથે પરિવારનો સાથ પણ છોડવો પડ્યો છે. ખુબજ સંઘર્ષ સાથે જીવન ગુજારી સ્વનિર્ભર બનીને સમાજમાં એક ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કિન્નરનું નામ છે રાજવી જાન.રાજવી જાનનો સંઘર્ષ જન્મતાની સાથે જ શરુ થઇ ગયો હતો. રાજવીનો જન્મ થયો અને તેના માતા-પિતાને ખબર પડી કે, તે કિન્નર છે. ત્યારે તેઓએ ઓળખ છૂપાવી દીધી. શાળા અને કોલેજમાં તેને છોકરાની જ ઓળખ બતાવીને અભ્યાસ કર્યો. પણ પછી રાજવીને અંદરો અંદર જ કાંઇક ખોટું કર્યાનો અહેસાસ થયા કરતો હતો.
પિતાએ ઘરમાંથી કાઢી મૂકી હતી
રાજવીએ સમાજને સાચી ઓળખ બતાવાનું શરૂ કર્યું અને તરત જ તેના પિતાનો વિરોધ શરુ થઇ ગયો હતો. પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. પિતાના ઘરેથી નીકળ્યા બાદ કિન્નર સમાજમાં જવાની જગ્યાએ સારી રીતે સોસાયટીમાં ઘર લઈને સ્વનિર્ભર બનાવવાનું નક્કી કર્યું હતું. તેમણે સુરતના અડાજણ વિસ્તારમાં એક નમકીનની દુકાન શરુ કરી છે. પરિવારથી દૂર રહી પોતાનું ગુજરાન ચલાવી સ્વમાન સાથે રહે છે.
રાજવીએ 32 વર્ષ સુધી પિતાના કહેવાથી પોતાની ઓળખ છૂપાવી
રાજવીએ 32 વર્ષ સુધી પિતાના કહેવાથી પોતાની ઓળખ છૂપાવી તો રાખી પરંતુ જ્યારે પોતાની સાચી ઓળખ બતાવાનું નક્કી કર્યું એટલે ઘર છોડવું પડ્યું ને ઘર છોડ્યા પછી પણ અનેક મુસીબતનો સામનો કરવો પડ્યો નવું ભાડેથી ઘર લેવા ગઈ તો કિન્નર છો એટલે માતાજી કહી ઘર પણ ભાડે આપ્યું ન હતું. ત્યાર બાદ ટિકટોક પર પોતાની વેદના ઠાલવી જે બાદ પછી રહેવા માટે છત મળી.
રાજવી પોતાના જીવનમાં પોતાની માતાને સૌથી મોટો આદર્શ માને છે. તેની પાછળ પણ એક કારણ જવાબદાર છે. રાજવીના જન્મથી જ તેના માતા-પિતાને તે કિન્નર હોવાનું ખબર પડ્યું હતું. માતા માટે તેનું બાળક ગમે તેવું હોય પણ તે હંમેશા વ્હાલું હોય છે પરંતુ રાજવીના પિતાને તે કિન્નર હોવાની ખબર પડતાં જ રાજવીને નફરત કરવા લાગ્યા હતા. પરંતુ કહેવાય છે ને કે, માં તે માં. છેલ્લે સુધી તેણીની માતાએ તેનો સાથ આપ્યો હતો.
રાજવીએ વેપાર શરૂ કર્યો
રાજવીએ આત્મનિર્ભર બની અડાજણના હની પાર્ક સર્કલ પોતાનો નમકીનનો વ્યવસાય શરૂ કર્યો પરંતુ આ વ્યવસાયનું નામ શું આપવું તે અંગે તેને એક જ નામ સામે આવતું હતું જે તેની માતાનું હતું. માતાના નામે જ રાજવીએ જાગૃતિ નામથી નમકીનની દુકાનની શરૂઆત કરી અને આજે તે પોતાના માતાના નામથી ચાલતી દુકાનમાંથી કમાયેલા રૂપિયાથી તેનું પોતાનું ગુજરાન ચલાવી રહી છે.
રાજવીએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે
રાજવી બાળપણથી જ પોતાની ઓળખ છૂપાવીને સ્કુલ અને કોલેજમાં અભ્યાસ કર્યો છે. રાજવીએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. પરંતુ જયારે તેના હક્કની વાત આવી ત્યારે સમાજ અને તેના પિતાએ પણ તેનો સાથ છોડી દીધો છે.છતાં રાજવીએ જીવનથી હાર માની ન હતી.ત્યારે દ્રઢ મનોબળ સાથે જીવન ગુજારતી રાજવીએ જણાવ્યું હતું કે, દુકાનમાં હજુ પણ લોકો ખરીદી કરતા ખચકાઈ રહ્યા છે.અમારી સામું જોઈ રહે છે. કેટલા સંજોગોમાં એવું પણ જાણવા મળ્યું કે, ત્યાં ખરીદી કરવામાં ભૂલ થઈ તો ક્યાંક શ્રાપ આપી દેશે. કારણ કે ,આજે પણ લોકોમાં કિન્નરોના શ્રાપનો છૂપો ભય રહેલો છે.ત્યારે કેટલાક તેવા પણ ગ્રાહકો છે જે સમાજની આવી માન્યતાને નથી માનતા જીવનમાં આગળ વધતા આવા સમાજના એક ભાગને સપોર્ટ કરી રહયા છે.
જોકે સમાજના આવા વર્તન , વ્યવહાર અને માનસિકતા સામે રાજવી લડી રહી છે. છતાં તેને વિશ્વાસ છે કે, લોકોની માનસિકતા એક દિવસ જરૂર બદલાશે અને એક દિવસ મારી દુકાન આર્થિક રીતે સારી રીતે ચાલશે. લોકો અહીંથી ખરીદી કરશે અને મારા નામનો સુરજ પણ ઉગશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..