દરેક પરણીત પુરુષ અચૂક વાંચે અને પોતાની પત્ની ને વંચાવે

એક પરિવારમાં પતિ, પત્નિ અને તેના બે સંતાનો એમ બધા મળીને કુલ ચાર સભ્યો હતા.

એક દિવસ સાંજે જમ્યા પછી પતિ-પત્નિ મકાનની છત પર બેસીને વાતો કરી રહ્યા હતા.

પતિએ કહ્યુ, ” ગઇકાલે બાનો મારા મોબાઇલ પર કોલ આવેલો. બા બહુ દુ:ખી લાગતા હતા. ભાઇ અને ભાભી હવે બાનું બરોબર ધ્યાન રાખતા નથી….”

હજુ તો પતિ આગળ કંઇ બોલે એ પહેલા જ પત્નિએ વચ્ચેથી વાત કાપતા કહ્યુ, ” ભાઇ કે ભાભી બાનું ધ્યાન ન રાખતા હોય તો એમાં આપણે શું કરવાનું ? ”

પતિએ હળવેથી કહ્યુ, ” હું વિચારું છું કે બાને આપણા ઘરે લઇ આવું. આ ઉંમરે આવી રીતે હેરાન થાય એ સારુ ન લાગે. હું જીવતો હોઉ અને બાને તકલીફ પડે એ કેમ ચાલે ? ”

પત્નિએ જરા ઉંચા અવાજે કહ્યુ, ” તમને બાની તકલીફનો વિચાર છે અને મારી તકલીફનો કોઇ વિચાર નથી આવતો ? બા આવશે એટલે મારુ કામ વધી જશે, મારી સ્વતંત્રતા છીનવાઇ જશે, મારે એમની સેવામાં રહેવું પડશે એ બધુ મને ન પોસાય માટે મહેરબાની કરીને આજ પછી આવી વાત કરતા જ નહી. તમને બહુ એવુ લાગતું હોય તો બા પાસે આંટો મારી આવજો પણ બા મારા આ ઘરમાં ના જોઇએ.”

બીજા દિવસે પત્નિ કોઇ કામ માટે બહાર ગઇ એટલે પતિ બાને એમના ઘરે તેડી લાવ્યો. નીચેના રૂમમાં બા માટે રહેવાની વ્યવસ્થા કરી. પત્નિ જ્યારે બહારથી ઘરે આવી ત્યારે એમણે નીચેના રૂમનો કેટલોક સામાન બહારના હોલમાં પડેલો જોયો.

એમણે પતિને પુછ્યુ, ” આ સામાન રૂમમાંથી કેમ બહાર કાઢ્યો ? ”

પતિએ દબાતા અવાજે કહ્યુ, ” મારાથી ન રહેવાયુ એટલે હું બાને તેડી લાવ્યો છું અને નીચેના રૂમમાં બાનો સામાન મુક્યો છે એટલે વધારાનો સામાન બહાર કાઢ્યો.”

પતિની વાત સાંભળતા જ પત્નિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એ એમના પતિ પર રીતસરની તાડુકી ” મને તમારી મા આ ઘરમાં એક દિવસ પણ ન જોઇએ. મહેરબાની કરીને એમને પાછા મુકી આવો નહીતર હું મારા પિયર મારી બા પાસે ચાલી જઇશ.”

નીચેના રૂમમાંથી અવાજ આવ્યો, ” બેટા, તારે મારી પાસે આવવાની જરૂર નથી હું પોતે જ અહીંયા આવી ગઇ છું. જમાઇ એના બાને નહી તારી બાને લાવ્યા છે કારણકે એના ભાઇ-ભાભી નહી તારા ભાઇ-ભાભી તારી બાને હેરાન કરતા હતા.”

પોતાની માનો અવાજ સાંભળીને પત્નિનો ગુસ્સો એક ક્ષણમાં અદ્રશ્ય થઇ ગયો. દોડતી રૂમમાં ગઇ અને દરવાજો ખોલ્યો. પોતાની માને નજર સામે જોતા જ રડતા રડતા એ એમની માને વળગી પડી.

પતિએ પત્નિ કહ્યુ, “તું તારી માને આટલો પ્રેમ કરે છે તો પછી મને મારી માને પ્રેમ કરવાનો કોઇ અધિકાર નથી?”

દરેક સ્ત્રી પોતાના માતા-પિતાને જેટલો પ્રેમ કરે છે એટલો જ પ્રેમ જો એમના સાસુ સસરાને કરી શકે તો કોઇ દિકરા એના મા-બાપથી જુદા ન રહે.

દિકરી તરીકે તમારા માતા-પિતાને તમારા ભાઇ અને ભાભી સાચવે એવું ઇચ્છો છો તો પછી વહુ તરીકે સાસુ-સસરાને સાચવવામાં શું તકલીફ પડે છે ?

ડિલીટ મારતા પહેલા, અન્ય ગ્રુપ માં ફોરવર્ડ કરવાનું ચૂંકશો નહીં. કોઈ ની આંખો ખૂલી જાય તો, મોકલનાર ને આંગળી ચીંધવા નું પુણ્ય મળશે . ધન્યવાદ !!

સ્ટોરી નું મોરલ સમજાય તો શેર કરજો !!

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રેરણાત્મક સ્ટોરી