જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયુ છે તો, પરેશાન થવાની જરૂર નથી. તમે તમારા રજિસ્ટર કરાવેલા મોબાઈલ નંબરની મદદથી આધાર કાર્ડ પ્રાપ્ત કરી શકો છો. UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પરથી રજિસ્ટર મોબાઈલ નંબરની મદદથી mAadhaarને સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય છે. mAadhaar માટે તમારો મોબાઈલ નંબર રજિસ્ટર હોવો આવશ્યક છે. સાથે જ ઈ-મેઈલ આઈડી પણ રજિસ્ટર હોવો જરૂરી છે.
મોબાઈલ નંબર રજિસ્ટર ન હોય તો શુ કરવું?
- જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે રજિસ્ટર નથી તો, અન્ય નંબર વડે પણ આધાર કાર્ડ મેળવી શકાય છે.
- UIDAI તરફથી આધારને ઓનલાઈન રિકવર કરવાની સુવિધા અપાઈ છે.
- ઓનલાઈન રિકવર કરતા સમયે ગ્રાહકોએ પોતાનો કરન્ટ નંબર આપવાનો રહેશે, તેમા વન ટાઈમ પાસવર્ડ મોકલી શકાય છે.
કેવી રીતે મેળવશો આધાર કાર્ડ?
- સૌથી પહેલાં આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઈટ uidai.gov.in પર જઈને આધાર રિપ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરો.
- આધાર નંબર અને અન્ય માહિતી ભરો. જો મોબાઈલ નંબર રજિસ્ટર ન હોય તો, હાલના મોબાઈલ નંબરને વેરિફિકેશન માટે ભરો.
- ત્યાર બાદ તમારે ઓનલાઈન પેમેન્ટ ભરવું પડશે. પેમેન્ટ ભરતાં જ એક સિરિયલ નંબર આવશે.
- ત્યાર બાદ તમારી અરજી સબમિટ થઈ જશે અને તમારું આધાર કાર્ડ તમારા પર્મનન્ટ એડ્રેસ પર પહોંચી જશે.
50 રૂપિયા ચાર્જ લાગશે
આધાર કાર્ડની રિપ્રિન્ટ મેળવવા માટે ક્રેડિડ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ અને UPIથી પેમેન્ટ કરવા માટે તમારે 50 રૂપિયા વધારે આપવા પડશે. તો જ તમારું આધાર કાર્ડ તમારા એડ્રેસ પર પહોંચશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરી ને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.