અમદાવાદ મેટ્રો કોર્ટમાં ગુંડાગીરી કરીને વકિલોએ મહિલા PSI પર હુમલો કર્યો હતો. જેમાં પીએસઆઇ આરોપીને લઇને કોર્ટમાં આવતા વકિલોએ તેઓને ફટકાર્યા હતા. જેમાં નવ દિવસ બાદ મહિલા PSIએ 10 વકિલ સહિત 100ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. તેમાં બાપુનગરના મહિલા પીએસઆઇ જાદવ પર મેટ્રો કોર્ટમાં 100થી વધુ વકિલોએ તેમની પર હુમલો કર્યો હતો.
10 વકિલ સહિત 100 આરોપી વકિલ સામે ફરિયાદ
જેમાં પીએસઆઇને ગંભીર ઇજાઓ પહોંચતતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કારંજ પોલીસે મહિલા પીએસઆઇની ફરિયાદ ન નોંધતા ઉચ્ચ પોલીસ અધિકારીની ભારે ટીકા થઇ હતી. જેથી 9 દિવસ બાદ મહિલા પીએસઆઇએ કારંજ પોલીસ સ્ટેશનમાં 10 વકિલ સહિત 100 આરોપી વકિલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.
જાણો શું છે સમગ્ર મામલો :
બાપુનગરની ડાયમંડ પોલીસ ચોકીના ઇન્ચાર્જ પીએસઆઇ વર્ષાબહેન જાદવ ફરજ બજાવે છે. પીએસઆઇએ ગત,તા. 6 માર્ચના રોજ બાપુનગર પોલીસ સ્ટેશનમાં વકિલ છાયાબેન કોરી સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરી હતી. બીજા દિવસે પીએસઆઇએ બંદોબસ્ત સાથે આરોપી વકિલ છાયા કોરીને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતા. આ દરમ્યાન કોર્ટ પરિસરમાં 100થી વધુના વકિલોના ટોળું લોબીમાં હાજર હતુ. આ દરમ્યાન પીએસઆઇ વર્ષા આરોપી વકિલ છાયાને લઇને કોર્ટ રૂમમાં જતાં હતા. તે દરમ્યાન કેટલાક વકિલો છાંટકા બનીને પીએસઆઇ સહિત તેમના સ્ટાફને ધક્કે ચડાવ્યા હતા.
પીએસઆઇને કોર્ટમાંથી પરિસરમાંથી બહાર કાઢ્યા
બાદમાં મેજીસ્ટ્રેટે આરોપી વકિલની દલીલ સાંભળી લીધા બાદ પીએસઆઇ તેમને લઇને કોર્ટ રૂમમાંથી બહાર નિકળ્યા હતા. આ દરમ્યાન કોર્ટ પરિસરમાં હાજર મહિલા પુરુષ વકિલો ગુંડાગીરી પર ઉતરી આવીને પીએસઆઇ પર હુમલો કર્યો હતો. કેટલાક વકિલોએ મેજીસ્ટ્રેટની સામે જ પીએસઆઇના વાળ પકડીને જાહેરમાં ફટકાર્યા હતા. ત્યાં હાજર એસીપી સ્મિત ગોહીલ અને કારંજ પીઆઇ એમ.એમ.લાલીવાળા મૂર્ખ દર્શકની જેમ તમાશો જોઇ રહ્યા હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યુ છે. પીએસઆઇ પર હુમલો થઇ ગયા બાદ એસીપી, પીઆઇ સહિતના પોલીસકર્મીઓએ પીએસઆઇને કોર્ટમાંથી પરિસરમાંથી બહાર કાઢ્યા હતા.
પોલીસે કોર્ટ પરિસરના સીસીટીવી ફુટેજ ચેક કર્યા
પીએસઆઇને ગંભીર ઇજાઓ પહોંચતા તેમણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલો થયો તેમ છતાં પોલીસે મહિલા પીએસઆઇની ફરિયાદ નોંધી ન હતી. પરંતુ આ મામલે રાજ્ય પોલીસ બેડામાં ચર્ચોનો મુદ્દા બનતા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ભારે ટીકા થતાં અંતે 9 દિવસ બાદ મહિલા પીએસઆઇ વર્ષાબેન જાદવની કારંજ પોલીસે 10 વકિલ સહિત 100 લોકો સામે ફરિયાદ નોંધી છે. પોલીસે કોર્ટ પરિસરના સીસીટીવી ફુટેજ ચેક કર્યા બાદ તમામ આરોપી વકિલની ધરપકડ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..