સુરતમાં પતિ સાથે સમાધાનના નામે બનેવીએ સાળીને બનાવી હવસનો શિકાર, સતત એક વર્ષ સુધી યૌનશોષણ કર્યું

અણબનાવ થતાં પતિથી અલગ રહેતી સાળીને સમાધાન કરાવી આપવાનું કહી સંબંધે બનેવી થતાં શેરદલાલે જ એક વર્ષ સુધી યૌનશોષણ કર્યાની ઘટના મોટા વરાછા વિસ્તારમાં પ્રકાશમાં આવી હતી.

પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે મોટા વરાછા અબ્રામા રોડ ઉપર રહેતી 29 વર્ષીય પરિણીતાને પતિ સાથે અણબનાવ હોઇ બંને અલગ રહેતા હતા. એક વર્ષ પહેલાં આ દંપતી વચ્ચે સમાધાન કરાવી આપીશ તેમ કહીને આ યુવતીની ફોઇની પુત્રીનો પતિ અને મોટા વરાછા વી.આઇ.પી. સર્કલ પાસે એપલ લક્ઝુરિયામાં રહેતો અરુણ ભરત કાકડિયા વચ્ચે પડયો હતો. સમાધાનના નામે આ શેરદલાલ આ યુવતીને અલગ અલગ જગ્યાએ લઇ જતો હતો અને ત્યાં બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધતો હતો.

પતિ સાથે સમાધાનના નામે યૌનશોષણનો ભોગ બનેલી આ યુવતીની બીજી રીતે પતિ સાથે સમાધાન થઇ જતાં જીજાજીની હરકતનો ખ્યાલ આવ્યો હતો. પોતાને સમાધાનના નામે ભ્રમમાં રાખી શરીરભૂખનું સાધન બનાવનાર બનેવી વિરુદ્ધ આ મહિલા પતિ સાથે અમરોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. પોલીસે આ શેરદલાલ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધતા જ તે ફરાર થઇ ગયો હતો. સબ ઇન્સ્પેક્ટર વી.જી. મલાણી વધુ તપાસ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો