વ્યાજખોરના ત્રાસથી ઘણા કુટુંબો બરબાદ થયા છે અને ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની હતી. જેમાં શહેરની કલેક્ટર કચેરી ખાતે એક મહિલાએ ફીનાઈલ પીધું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે આ મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અને પોલીસે દોડી જઈ સમગ્ર મામલે પૂછપરછ કરી હતી. જેમાં મહિલાનું નામ ચેતનાબેન પીઠવા હોવાનું અને તેણીએ વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.પોલીસ તપાસમાં તેની કલેકટર કચેરીએ કરેલી અરજીમાં મળી છે. જેમાં મહિલાએ લખ્યું છે કે,મારા પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. અને મહિલાની પૂછપરછ બાદ જ સાચી હકીકત જાણી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
શું લખ્યું છે અરજીમાં
મહિલાએ અરજીમાં લખ્યું હતું કે, હું વિધવાનું જીવન વિતાવું છું અને બે પુત્રોની માતા છું. 7 વર્ષ પહેલા મારા પતિ બીપીનભાઈ પીઠવાનું અવસાન થયું છે. મારા પતિએ બજાજ ફાઇનાન્સ માંથી લોન લઈને ઘર ખરીદ્યું હતું. ત્યારબાદ મારા પતિને લોન આપનારાઓએ સતત વ્યાજ માટે શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપી હેરાન કરતા હતા. જેમાં આરોપી નરેન્દ્ર ડાંગર, પિયુષ ગુપ્તા અને જનક કાકડીયા નામના વ્યક્તિએ મારા પતિને ધમકી અને દબાણ આપતા હતા. તથા બિભત્સ ગાળો પણ આપી હતી
વધુમાં અરજીમાં લખ્યું હતું કે, આ લોકોએ તા. 23ના રોજ મારા પતિ સાથે ધોલધપાટ કરી ખૂબ જ માનસિક ત્રાસ આપ્યો હતો. તેઓ દિવસમાં 4 વાર અમને હેરાન કરવા આવતા હતા. અને મારા પતિને લોકોએ જ મરવા મજબૂર કર્યા છે એટલું જ નહીં મારા પતિને આ લોકોએ જ મોતને ઘાટ ઉતારી દીધા છે. ઉલ્લેખનીય છે કે મહિલાએ આ અંગે 15 દિવસ પહેલા કલેકટર કચેરીમાં અરજી કરી હતી. જેમાં કોઈ કાર્યવાહી ન કરતા ફીનાઇલ ગટગટાવી આપધાતનો પ્રયાસ કર્યાનું સામે આવ્યું છે.
રાજકોટમાં 2 મહિનો પહેલા પણ આવી જ ઘટના બની હતી. જેમાં શહેરના કરણસિંહજી મેઈન રોડ ઉપર યશ રેજન્સી એપાર્ટમેન્ટમાં રહેતા સોની વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ તપાસમાં 12 પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મૃતકે જણાવ્યું હતું કે જે મહિલાએ તેની પત્નીનું કન્યાદાન આપ્યું તેણે જ રૂ.75 લાખ તો ન આપ્યા સાથોસાથ અને રૂ.37 લાખ માંગ્યા હતા. આ ઉપરાંત તેણે લખ્યું હતું કે,શોભનાબાને કારણે પત્નીથી પણ અલગ થવું પડ્યું’. જેને અનુસંધાને બે મહિલા સહિત 8 વ્યાજખોરના નામ આપ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..