એક તરફ નારી સુરક્ષાની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ બળાત્કાર અને છેડતી જેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના સુરતમાં સામે આવી છે. આ ઘટનામાં નરાધમ પિતાએ જ પોતાની 14 વર્ષની દીકરી પર 8 કલાકમાં બે વખત દુષ્કર્મ કર્યું હતું. આ ઉપરાંત 13 વર્ષની દીકરીની સાથે છેડતી કરી હતી. આ ઘટનાને પગલે પોલીસે નરાધમ પિતાની સામે બળાત્કારનો ગુનો દાખલ કરીને તેની અટકાયત કરી છે.
રિપોર્ટ અનુસાર સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા મનદરવાજા વિસ્તારમાં ઈસ્માઈલ(નામ બદલ્યું છે.) નામનો વ્યક્તિ તેના પરિવારના સભ્યોની સાથે રહેતો હતો. ઈસ્માઈલને ચાર સંતાનો છે. જેમાં બે દીકરી અને બે દીકરાનો સમાવેશ થાય છે. ઈસ્માઈલની બે દીકરીમાંથી એકની ઉંમર 14 વર્ષ અને બીજીની ઉંમર 13 વર્ષની છે. બંને દીકરી ધોરણ 8 અને 9માં અભ્યાસ કરે છે. બંને દીકરીઓ જયારે શાળામાં અભ્યાસ કરવા માટે ગઈ તે સમયે તેમને ગુડ ટચ અને બેડ ટચ વિષે માહિતી આપવામાં આવી હતી. આ માહિતી મળતાની સાથે જ પોતાની સાથે પણ ખરાબ થયું હોવાની જાણીને બંને બહેનો માન દરવાજા પોલીસ ચોકી પર પહોંચી ગઈ હતી.
બંને બહેનોએ કંટ્રોલરૂમના એક કોન્સ્ટેબલની સમગ્ર ઘટનાની વાત કરી હતી. ત્યારબાદ કોન્સ્ટેબલ દ્વારા બંને બહેનોનો સંપર્ક એક PSI સાથે કરાવવામાં આવ્યો હતો. PSI દ્વારા બંને પીડિત બહેનોની વાત સાંભળીને આ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. કંટ્રોલરૂમના પોલીસ કોન્સ્ટેબલનું નામ શંકર હોવાનું જાણવા મળ્યું હતું. પીડિત બહેનોની વાત સાંભળીને પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને ઈસ્માઈલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જ્યારે ઈસ્માઈલની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, તેને આઠ મહિના પહેલા પણ બંને દીકરીઓ સાથે દુષ્કર્મ કર્યું હતું. તો બે દિવસ પહેલા તે 13 વર્ષની દીકરીને પોતાની સાથે લઇ ગયો અને ત્યારબાદ તેની છેડતી કરી હતી. ત્યારબાદ તેને 14 વર્ષની દીકરી સાથે રાત્રે 12થી 1 વાગ્યા વચ્ચે દુષ્કર્મ કર્યું અને સવારે 8 વાગ્યે પણ દુષ્કર્મ કર્યું હતું અને 13 વર્ષની દીકરીની ફરીથી છેડતી કરી હતી.
અગાઉ પિતાની આવી કરતૂતોની જાણ પીડિત બહેનોએ માતાને કરી હતી. પણ માતાએ તે વખત કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી અને નરાધમ આરોપીને ફરીથી આવું ન કરવાનું જણાવ્યું હતું. પણ દીકરીઓની સમજદારીના કારણે નરાધમ પિતાને તેની કરતૂતોના કારણે જેલમાં જવાનો વારો આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..