ઉત્તર પ્રદેશના આગ્રામાં હચમચી જવાય એવી ઘટના સામે આવી છે. આગ્રા પોલીસ સ્ટેશનની હદમાં આવતા નાઈ કી મંડી સુભાષ પાર્કમાં આવેલા અગ્રવાલ સિટી સેન્ટરમાં શુક્રવારે સાંજે સાડા ત્રણ વર્ષને દિવ્યાંશે સિટી સ્કેન દરમિયાન જીવ ગુમાવ્યો છે. આ દિવ્યાંશ છત પરથી પડી ગયો હતો. માતા પિતા સિટી સ્કેન કરાવવા માટે એને સિટી સ્કેન સેન્ટરમાં લઈ ગયા હતા. દિવ્યાંગ હસતા મોઢે સિટી સ્કેન કરાવવા માટે રાજી થઈ ગયો હતો. પણ જ્યારે બહાર આવ્યો ત્યારે એનો મૃતદેહ પડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ ઘટનાની જાણ થતા જ પરિવારજનો એકઠા થઈ ગયા હતા. પરિવારના લોકોએ સેન્ટરમાં હંગામો મચાવ્યો હતો. આ ઘટના બની એની ગણતરીની મિનિટમાં કર્મચારીઓ અને સ્ટાફ સેન્ટર છોડીને નાસી ગયો હતો. આ મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પોલીસ ટીમ ઘટના સ્થળની તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ હેતું ખસેડ્યો છે. પરિવારના લોકોએ એવો આરોપ મૂક્યો છે કે, બાળકને ખોટું ઈન્જેક્શન લગાવ્યું એટલે બાળકનું મોત નીપજ્યું છે. મોડી રાત્રે ડૉક્ટર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ અધિકારી રાજીવ કુમારે જણાવ્યું કે ધનૌલીના રહેવાસી વિનોદકુમારનો દીકરો દિવ્યાંશ છત પરથી પડી ગયો હતો. એને ગંભીર ઈજા થઈ હતી. સાંજે પાંચ વાગ્યા આસપાસ નામનેર સ્થિતિ હોસ્પિટલમાં એને લઈ જવાયો હતો. પરિવારના લોકોએ આરોપ મૂક્યો કે, ડૉક્ટરે સાંજે એને સિટી સ્કેન માટે મોકલ્યો હતો. સુભાષ પાર્ક પાસે આવેલા ડૉ. નીરજ અગ્રવાલના સેન્ટરમાં બાળકને લઈ જવાયો.
જ્યાં દિવ્યાંશને ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. પછી અચાનક એની તબિયત બગડી હતી. પછી બાળકને પરત કરી દેવામાં આવ્યો પણ ત્યારે બાળક મૃત અવસ્થામાં હતો. પછી બાળકને લઈને અન્ય હોસ્પિટલમાં પરિવારજનો દોડ્યા હતા. પરિવારજનો જ્યારે સિટી સ્કેન સેન્ટર પર ફરી આવ્યા ત્યારે સેન્ટર પર તાળું લટકતું હતું. જેના કારણે મામલો ગુંચવાયો હતો. પછી અન્ય સંબંધીઓને વાત કરતા મામલો સંવેદનશીલ બની ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતકના કાકા યોગેશ કુમારે ડૉક્ટર સામે પોલીસ ફરિયાદ કરી છે. બેદરકારી બદલ બાળકનું મોત થયું હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. પરિવારજનો પાસે સિટી સ્કેન મશીનમાં બાળકને લઈ ગયા એવો એક વીડિયો પણ છે. આ પહેલા બાળક આરામથી નાસ્તો કરી રહ્યું હતું. જે પોલીસને પણ દેખાડવામાં આવ્યો છે. પરિવારજનોએ કહ્યું કે, ડૉક્ટરે એક ખોટું ઈન્જેક્શન મારી દીધું છે એટલે બાળકનું મોત નીપજ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..