હિંમતનગરમાં 9 વર્ષીય બાળકીની આત્મહત્યા તો રાજકોટમાં પિતાની ગનથી પુત્રએ ઘરમાં જ મધરાતે કરી આત્મહત્યા. આત્મહત્યાના બનાવ સામાજિક ચિંતાનું કારણ..
ગુજરાતના હિંમતનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ છે.જેમાં માત્ર 9 વર્ષીય બાળકીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.શહેરના પાંચબત્તી વિસ્તારમાં રહેતી બાળકીએ પોતાના ઘરમાં જ આત્મહત્યા વહોરી લેતા ચકચાર જાગી છે.એવું કયું કારણ હતું કે,બાળકીએ મોત વહાલું કરવું પડ્યું ? તે અંગે ભારે તર્ક વિતર્ક ચાલી રહ્યા છે.
ચિંતા સાથે ચિંતનનો વિષય
બાળકો પર ટીવી,મોબાઈલ અને આસપાસના વાતાવરણની ઘેરી અસર થતી હોય છે.ક્યારેક માતા-પિતા બાળકો પર પુરતું ધ્યાન ના આપી શકતા હોય અથવા બાળ માનસ પર કોઈ એવા પ્રકારની ઘેરી છાપ અંકિત થતી હોય તો આવું આત્યંતિક પગલું ભરી શકે છે. મનો ચિકિત્સક પર આ બાબતે ભિન્ન મત નહિ ધરાવતા હોય.પરંતુ,આટલી નાની બાળકી, જેણે દુનિયા સમજવાની તો ઠીક પણ જરા સરખી જોઈ સુદ્ધા નથી તેવી બાળકી આત્મહત્યા કરે ત્યારે એ માત્ર ચિંતા નહિ પણ બાળ માનસના બદલાતા વલણો એ ચિંતનનો વિષય છે.
હાલ તો હિંમતનગરની આ બાળકીની આત્મહત્યા અંગે પોલીસ તપાસ ચાલુ છે.પરંતુ,આટલું કુમળું માનસ આવું વિચારી પણ કેવી રીતે શક્યું હશે. તે એક મોટો સવાલ છે.
રાજકોટમાં યુવકે કરી આત્મહત્યા
રાજકોટમાં નિવૃત્ત SRP મેનના પુત્રએ આત્મહત્યા વહોરી લેતા ચકચાર મચી ગઈ છે. શહેરના ભકિતનગર સર્કલ નજીક આવેલા જલારામ ચોક પાસેના પટેલ વાડીની સામે ગાયત્રીનગર શેરી નં.5માં રહેતા યુવરાજસિંહ ઘનશ્યામસિંહ ચૂડાસમાએ પિતાની શોટગનમાંથી ફાયરિંગ કરીને જીવન ટૂંકાવ્યું હતું. પોલીસ આ આત્મહત્યાના બનાવની તપાસ કરી રહી છે.
આત્મહત્યા પહેલા TVનું વોલ્યુમ વધાર્યું
રાજકોટમાં SRP જવાનના પુત્ર યુવરાજ સિંહે મોડી રાત્રે ફાયરીંગ કરી આત્મહત્યા કરી લેતા,તર્ક-વિતર્ક થઇ રહ્યા છે. બનાવની વિગત પ્રમાણે, યુવરાજ સિંહને તેમના પિતા ઘનશ્યામ સિંહ રાત્રીના બારે’ક વાગ્યા બાદ પુત્રને ઊંઘવા માટે ઉપરના માળેથી નીચે બોલાવવા ગયા હતા.દરમિયાન પુત્રએ પિતાને કહ્યું કે, ‘તમે જાઓ,હું ટીવી જોઇને આવું છું’.જવાબ મળતા પિતા પરત ફરી ગયા હતા અને ત્યાર બાદ તુરંત જ પુત્ર યુવરાજે પિતાની શોટગનથી આત્મ હત્યા કરી હતી. આત્મ હત્યા કરતા પહેલા યુવકે ટીવીનું વોલ્યુમ વધારી દીધું હતું જેથી ગનનો અવાજ ના સંભળાય. થોડીવાર બાદ પુત્ર સૂવા ન આવતાં પિતા તેને બોલાવવા માટે નીચે ઊતરર્યા હતા .જ્યાં પૂત્ર યુવરાજસિંહને સેટી ઉપર લોહી-લુહાણ હાલતમાં જોયો હતો. ઘટનાથી વિહ્વળ થી ઉઠેલા પિતાએ દેકારો મચાવતાં પરિવારજનો તથા આસપાસના લોકો દોડી આવ્યાં હતાં.
આત્મહત્યાનું કારણ અકબંધ
ક્ષત્રિય સમાજના યુવકે કરેલી આત્મ હત્યાનું કારણ અકબંધ છે. યુવરાજ સિંહ વિવિધ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો.પિતા નિવૃત થઈને SBIમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. યુવકે શા માટે આત્મહત્યા કરી તે અંગે ભક્તિનગર પોલીસ તપાસ ચલાવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..