85 વર્ષના વૃદ્ધા બન્યા ચાંદણકી ગામના સરપંચ, આખી ગ્રામ પંચાયત મહિલાઓના હસ્તક, ગામના અડધા લોકો પરદેશમાં રહે છે

ગુજરાતમાં હાલમાં ગ્રામ્ય પંચાયતોની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને આ ચૂંટણી સમયમાં સરકાર ગ્રામ પંચાયતોની ચૂંટણી વધુમાં વધુ સમરસ બને તેવા પ્રયત્નો કરી રહી છે ત્યારે મહેસાણા જિલ્લાનું એવું ગામ કે જ્યાં ગ્રામ પંચાયત સમરસ બની છે અને ગ્રામ પંચાયતની આખેઆખી બોડી મહિલાઓની બની છે. જેમાં તમામ સભ્યો 60 વર્ષથી ઉપરના છે અને આ ગ્રામના સરપંચ પણ 85 વર્ષના રૂપાલી બા બન્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મહેસાણા જિલ્લાના આ ગામનું નામ ચાંદણકી છે. આ ગામમાં કુલ 1100 લોકોની વસ્તી છે, જેમાં 300 કરતાં વધુ મતદારો છે અને હાલમાં આ ગામમાં 50 આસપાસ લોકો વસવાટ કરે છે બાકીના મોટા ભાગના લોકો ભારત બહાર નોકરી ધંધા અર્થે બહાર ગયા છે તો કેટલાક લોકો ભારત કે ગુજરાતના જ મોટા શહેરમાં પોતાના ધંધા અર્થે ત્યાં વસે છે અને દર રવિવારે કેટલાક પરિવારો ગામની મુલાકાત લે છે. હાલમાં જે લોકો રહે છે તે મોટા ભાગના વુદ્ધ છે.

આ ગામની ખાસિયત પણ એ છે કે ગામમાં આઝાદી બાદ ક્યારેય ચૂંટણી યોજાઈ નથી અને વર્ષોથી આ ગામની ચૂંટણી સમરસ બને છે. હાલમાં જે લોકો ગામમાં વસે છે તે તમામ લોકો સવાર અને સાંજ 2 સમયનું ભોજન એક સાથે લે છે. જેથી ગામમાં એકતા જળવાઈ રહે. ગામમાં ચૂંટણીની જાહેરાત થતાં ગ્રામજનો દ્વારા આ વખતે પણ ચૂંટણી સમરસ બનાવી છે અને આ વખતે સરપંચ તરીકે પટેલ રૂપાલી બેન ચુનીલાલની સરપંચ તરીકે નિયુક્તિ કરી છે. હાલમાં રૂપાલી બેનની ઉમર આશરે 85 વર્ષ થઈ છે અને રૂપાલી બેનની ટીમમાં પણ તમામ સભ્યો મહિલાઓ છે. તમામ સભ્યોની ઉંમર 60 કરતાં વધુ છે.

આ ગામમાં અગાઉ જે સરપંચ હતા તેમની ઉંમર પણ હાલમાં 89 સુધી પહોંચી છે. હાલમાં જે નવા સરપંચ બન્યા છે તેમનું કહેવું છે કે ગ્રામમાં વિકાસ સારો થયો છે અને અમે ગામમાં બાકીના વિકાસના કાર્યો કરીશું અને બાળકો માટે ગાર્ડન સહિતની કામગીરી આગામી દિવસોમાં પૂર્ણ કરાશે.

ગામમાં હાલમાં 300થી 350 લોકો હાલમાં અમેરિકા, કેનેડા ઓસ્ટ્રેલિયા, સહિત અન્ય દેશોમાં વસવાટ કરે છે તેમજ ગામમાં અત્યાર સુધી કોઈ ફરિયાદ પણ નોંધાઇ નથી તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે.

હાલમાં તો આ ગામ અન્ય લોકો માટે ચોક્કસથી પ્રેરણા રૂપ બન્યું છે. એવી માન્યતા હોય છે કે યુવા સરપંચ હોય તો જ બધું કામ થાય પરતુ આ ગામમાં ગામના સરપંચ પણ વૃદ્ધ છે અને ગામના તમામ સભ્યો પણ વૃદ્ધ હોવા છતાં ગામમાં સારો એવો વિકાસ થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો