રાજકોટના સરધારમાં સ્વામિનારાયણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સુરતથી 8 હજાર ઘીના ડબ્બા મોકલાશે, સુરતના 2 હજારથી વધુ દાતાએ દાનનો ધોધ વહેડાવ્યો

રાજકોટ નજીકના સરધાર ગામમાં 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને મુલાકાત લીધી હતી. જ્યાં નિત્યસ્વરૂપ સ્વામીના નેજા હેઠળ સ્વામિનારાયણ ભગવાનના ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું છે. જેનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 10થી 18 ડિસેમ્બર સુધી યોજાશે. આ મહોત્સવ 250 એકર જગ્યામાં યોજાશે. જેમાં ગુજરાતનો અત્યાર સુધીનો મોટામાં મોટે ડોમ 500 ફૂટ પહોળો અને 750 ફૂટ લંબાઈનો હશે. આ મહામહોત્સવમાં 70 હજાર લોકોને ઉતારો આપી શકાય તે રીતે ડોમ અને રહેણાંકની વ્યવસ્થા કરાઈ છે.ઉતારામાં ઉતરેલા 70 હજાર હરીભક્તો માટે સવારે નાહવામાં ગરમ પાણી માટે 25 બોઈલર, 2 હજાર બાથરૂમ અને 2 હજાર ટોઈલેટની વ્યવસ્થા કરાઈ છે. 7 દિવસના કાર્યક્રમમાં સત્સંગી ગ્રથનું પારાયણ, સાઉન્ડ લાઈટ શો, 1008 કુંડીયજ્ઞ યોજાશે. મહોત્સવની આયોજન કમિટી સાથે જોડાયેલા બાબુ વાઘાણીએ કહ્યું, સુરતના 2 હજારથી વધુ દાતાએ દાનનો ધોધ વહેડાવ્યો છે. સુરતથી 2.40 કરોડના 8 હજાર ઘીના ડબ્બા મોકલાશે.

સુરતથી આ ચીજવસ્તુઓનો દાનનો ધોધ વહેશે

2500 મહિલા સ્વયંસેવક
3500 પુરુષ સ્વયંસેવક
8000 સાડી ડ્રેસ કોર્ડ માટે
15000 ટી-શર્ટ પુરુષ ડ્રેસ કોર્ડ માટે
8000 હજાર ઘીના ડબ્બા
10000 ગોદડા અપાશે
1500 ગાદલા મોકલાશે
15000 બ્લેન્કેટનું દાન કરાશે

તા.13 ડિસે.એ અમિત શાહ પણ આવશે

નિત્યસ્વરૂપ સ્વામિના શિષ્ય સત્સંગ સાગર સ્વામિએ જણાવ્યું હતું કે, સાહિત્યકારોના મત પ્રમાણે, ગુજરાતમાં આવો મહોત્સવ 200 વર્ષમાં એક પણ વખત ઉજવાયો નથી. રાજકોટની આસપાસના ગામના લોકો અને સમગ્ર ગુજરાતના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુખ્ય કાર્યક્રમ 13મી ડિસેમ્બરે યોજાશે. જેમાં એક અંદાજ પ્રમાણે 4થી 5 લાખ લોકો લાભ લેશે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ ઉપસ્થિત રહેશે.

હરીભક્તો માટે સુરતથી રોજ 100 બસો ઉપડશે
સુરતથી હરીભક્તો માટે રોજ 100 બસ ઉપડશેે. જેમાં લલિતા ચોકડી, નાના વરાછાનો ઢાળ, અમરોલી, મોટા વરાછા સહિતની જગ્યાઓ પરથી બસ ઉપડશે. સુરતથી રાજકોટની ટ્રેનો હાઉસ ફૂલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો