કોરોના સામેની લડાઈ વચ્ચે દેશ માટે આવ્યા સારા સમાચાર, એક જ દિવસમાં 705 દર્દીઓ થયા ઠીક

દેશમાં કોરોના વાયરસ ઝડપથી પોતાના પગ પસારી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી દેશમાં સંક્રમણનાં 18,601 કેસની પુષ્ટિ થઈ છે, જેમાંથી 590 લોકોનાં મોત થયા છે. જો કે આ દરમિયાન એક સારા અને રાહતજનક સમાચાર એ છે કે હવે લોકો ઝડપથી ઠીક થઈ રહ્યા છે. દેશમાં અત્યાર સુધી 3,252 દર્દીઓ સારવાર બાદ સંપૂર્ણ રીતે ઠીક થઈ ગયા છે. સોમવારનાં જ 705 દર્દીઓ ઠીક થઈ ગયા જે એક દિવસમાં કોરોનાથી મુક્ત થનારાઓનો સૌથી મોટો આંકડો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

705 લોકોએ કોરોના વાયરસથી મુક્તિ મેળવી

છેલ્લા કેટલાક દિવસથી કોરોનામુક્ત થનારા લોકોની સંખ્યા વધી રહી છે. કોરોના વાયરસની વિરુદ્ધ ભારતની લડાઈમાં ઘણા જ સારા સંકેત છે. છેલ્લા કેટલાક દિવસનાં આંકડાઓને જોઇએ તો 15 એપ્રિલનાં 183 લોકો ઠીક થયા હતા. આગામી દિવસે એટલે કે 16 એપ્રિલનાં આ સંખ્યા વધીને 260 થઈ ગઈ. 17 એપ્રિલનાં 243 લોકો કોરોનાથી મુક્ત થયા તો 18 એપ્રિલનાં 239 લોકો. આ રીતે 19 એપ્રિલનાં 316 દર્દી સારવાર બાદ સ્વસ્થ થયા. 20 એપ્રિલનાં વિક્રમજનક 705 લોકોએ કોરોના વાયરસથી મુક્તિ મેળવી.

કેરળમાં 408 દર્દીઓમાંથી 291 ઠીક થઈ ગયા છે

વાત જો રાજ્યોનાં હિસાબે કરીએ તો કોરોનાની સૌથી વધારે માર સહન કરી રહેલા મહારાષ્ટ્રમાં 572 લોકો અત્યાર સુધી સંપૂર્ણ સ્વસ્થ થઈ ચુક્યા છે. રાષ્ટ્રિય રાજધાની દિલ્હીમાં આ આંકડો 431 છે. કેરળમાં 408 દર્દીઓમાંથી 291 ઠીક થઈ ગયા છે. આ રીતે બિહારનાં કુલ 113 દર્દીઓમાંથી 42 હવે ઠીક થઈ ગયા છે. યૂપીની વાત કરીએ તો અહીંનાં 1184 દર્દીઓમાંથી અત્યાર સુધી 140 સારવાર બાદ સ્વસ્થ થઈ ચુક્યા છે. તમિલનાડુમાં આ આંકડો 457, રાજસ્થાનમાં 205, તેલંગાનામાં 190, મધ્ય પ્રદેશમાં 127, ગુજરાતમાં 131 અને હરિયાણામાં 127 લોકો સારવાર બાદ ઠીક થઈ ચુક્યા છે.

રાજસ્થાનમાં પણ 90 ટકાથી વધારે રિકવરી રેટ

રિકવરી રેટનાં મામલે કેરળ દેશમાં ટૉપ પર છે. કેરળમાં કુલ 294 કેસ ક્લોઝ એટલે કે એટલે કે જેમાં દર્દી યા તો ઠીક થયો છે અથવા પછી તેનું મોત થયું છે. આમાંથી 291 સારવાર બાદ ઠીક થઈ ગયા છે, જ્યારે 3 દર્દી નથી બચી શક્યા. એટલે કે કેરળમાં રિકવરી રેટ 98.97 છે. આ જ રીતે તમિલનાડુમાં રિકવરી રેટ 96.5 ટકા છે. રાજસ્થાનમાં પણ 90 ટકાથી વધારે રિકવરી રેટ છે. ત્યાં ક્લોઝ કેસમાંથી 92.9 ટકા સારવાર બાદ ઠીક થઈ જનારાઓનાં છે. કર્ણાટકમાં રિકવરી રેટ 87.4 ટકા, યૂપીમાં 86.4 ટકા, મહારાષ્ટ્રમાં 69.5 ટકા, મધ્ય પ્રદેશમાં 64.5 ટકા, ગુજરાતમાં 62.5 અને દિલ્હીમાં 61.5 ટકા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો