કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઈ. ઘણા રિપોર્ટ્સમાં દાવો છે કે ચીને શરૂઆતમાં આ વાયરસના મામલા છુપાવ્યા. ધીમે-ધીમે કોરોના સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો અને હવે સ્થિતિ એવી છે કે ત્રણ લાખથી વધારે લોકોના મોત થયા છે. ચીનની જવાબદારી નક્કી કરવાની ડિમાન્ડ દુનિયાના ઘણા દેશોએ ઉઠાવી છે. ચીનને એક રીતે ‘સંરક્ષણ’ આવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પર પણ સવાલ ઉઠી રહ્યા છે. હવે ભારત સહિત દુનિયાના 62 દેશોએ આ બંને વાતને એક સાથે જોડીને સ્વતંત્ર તપાસની માગણી કરી છે. સોમવારે વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં યુરોપિયન યુનિયન તરફથી એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જેમાં માગણી કરવામાં આવી છે કે કોવિડ-19ને લઈને WHOના નેતૃત્વમાં ઈન્ટરનેશનલ હેલ્થ રિસ્પોન્સની ‘નિષ્પક્ષ, સ્વતંત્ર અને વિસ્તૃત તપાસ’ થાય.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ચીન, અમેરિકાને આપત્તિ નહીં
WHAનો આ પ્રસ્તાવ સર્વસમંતિથી પસાર થઈ શકે છે. સૂત્રોએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, પ્રસ્તાવની ભાષા એવી છે કે ના તો ચીન, અને ના તો અમેરિકાએ તેનો વિરોધ કર્યો. જોકે આ બંને દેશો તે 62 દેશોના લિસ્ટમાં નથી જે પ્રસ્તાવને સમર્થન આપી રહ્યા છે. પ્રસ્તાવમાં WHO મહાસચિવને ઈન્ટરનેશનલ એજન્સી સાથે મળીને વાયરસના સોર્સની જાણકારી મેળવવા અને તે માનવોમાં કેવી રીતે ફેલાયો, તેની તપાસ કરવાની ડિમાન્ડ કરવામાં આવી છે.
WHOમાં ભારતની રહેશે મહત્વપૂર્ણ ભૂમિકા
WHOના એક્ઝિક્યુટિવ બોર્ડની કમાન સોમવારે ભારતના હાથમાં હશે. દુનિયાના ઘણા દેશ કોરોના ફેલાવવામાં ચીનની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી ચૂક્યા છે. પરંતુ ભારત અત્યાર સુધી તેનાથી બચતું આવ્યું છે. જોકે પીએમ નરેન્દ્ર મોદીએ WHOમાં રિફોર્મ્સની વાત કરી હતી. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે તો WHOને ‘ચીનની કઠપૂતળી’ બતાવ્યું હતું. જોકે EUના પ્રસ્તાવમાં ચીન અથવા વુહાનનું નામ નથી. તેને ચીનના મિત્ર રશિયાનું સમર્થન મળ્યું છે. EU અને ઓસ્ટ્રેલિયા ઉપરાંત પ્રસ્તાવના સમર્થનમાં જાપાન, ન્યૂઝિલેન્ડ, બ્રાઝિલ, સાઉથ કોરિયા, યુકે જેવા દેશ સામેલ છે.
ભારત કેમ કરી રહ્યું છે આ માગનું સમર્થન
ભારતનું EUના પ્રસ્તાવને સમર્થન આપવું સંપૂર્ણ રીતે યોગ્ય છે. કોરોના વાયરસ ભારત અને ચીન વચ્ચે કોઈ દ્વિપક્ષીય મુદ્દો નથી. આ ચીન અને ઈન્ટરનેશનલ કોમ્યુનિટી વચ્ચેની વાત છે. સમગ્ર દુનિયાને ભવિષ્યમાં આવી મહામારીથી બચાવનો અધિકાર છે. દુનિયાને આ હક છે કે તે જાણી શકે કે એવો ખતરનાક વાયરસ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો અને પછી માનવોમાં ફેલાયો.
અત્યાર સુધી ચીને કર્યો છે ઈનકાર
WHO અને ચીનને લઈને ઘણા દેશો નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. ચીન અત્યાર સુધી આ મહામારી ફેલાવવામાં તેનો કોઈ હાથ ન હોવાનું રટણ કરતું આવ્યું છે. ટ્રમ્પે પણ કહ્યું હતું કે જો આ મહામારી ફેલાવવામાં ચીન જવાબદાર હશે તો તેને પરિણામ ભોગવવું પડશે. તે આ વાયરસને ‘વુહાન વાયરસ’ અને ‘ચાઈનીઝ વાયરસ’ કહી ચૂક્યા છે. ચીને બધા આરોપોનું ખંડન કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..