આપણે રામાયણ અને મહાભારતમાં ઘણી એવી સ્ટોરી સાંભળી છે, જેમાં ઋષિ-મુનિઓ હજારો વર્ષ સુધી તપસ્યા કરે છે અને ભગવાન પ્રગટ થઈ જાય છે અને તેમને મોક્ષ મળી જાય છે. કંઈક આવી જ સ્ટોરી છે તિબેટથી 2 કિલોમીટર દૂર વસેલા ગામ ગીયૂની. અહીંયા એક બૌદ્ધ સાધુ લગભગ 550 વર્ષથી તપસ્યામાં લીન છે. ચોંકવાનારી વાત એ છે કે આજે પણ તેના વાળ અને નખ વધી રહ્યા છે. આ કારણે લોકો તેને મમી પણ નથી માની રહ્યા.
બે સ્ટોરી છે ઈતિહાસમાં…
પહેલી સ્ટોરી
– ગ્રામજનોનું કહેવું છે કે, બૌદ્ધ સાધુનું મમી ગામના એક સ્તૂપમાં હતું. કાટમાળમાંથી બહાર કાઢ્યા બાદ મમીની તપાસ કરાઈ. ખબર પડી છે આ સાધુ તો અંદાજે 550 વર્ષ જુનો છે અને ધ્યાનની મુદ્રામાં બેસેલો છે.
– એક્સપર્ટે જ્યારે જોયું કે, સાધુનો મૃતદેહ, કોઈ લેપ લગાવ્યા વગર જમીનમાં રહ્યા બાદ પણ ખરાબ થયો નથી.
– ત્યારે ગામના કેટલાક વડીલોએ જણાવ્યું કે, ઘણા વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે, 15મી સદીમાં ગામને કુદરતી આફતથી બચાવવા માટે સંત ઘોર તપસ્યામાં બેસી ગયો હતો.
– વડીલો જણાવે છે કે, ગામ પર વીંછીઓએ હુમલો કર્યો હતો. હુમલાથી બચવા માટે સંત ધ્યાન કરવા લાગ્યા. તે સમાધિ પર લાગતા જ ચમત્કાર થયો. આકાશમાં વરસાદ વગર ઈન્દ્રધનુષ દેખાયું અને ગામ વીંછીના આતંકથી મુક્ત થઈ ગયું.
બીજી સ્ટોરી
– અમુક લોકોના જણાવ્યા પ્રમાણે, આ મમી બૌદ્ધ સાધુ સાંગલા તેનજિંગની છે. તિબેટથી ભારત આવ્યા બાદ આ ગામમાં આવીને તેમણે ધ્યાન લગાવ્યું હતું અને પછી ક્યારેય ના ઉઠ્યા.
– તેના વાળ અને નખ આજે પણ વધે છે તો તેને મમી પણ ના કહી શકીએ. તે હજુ પણ ધ્યાનમાં છે અને જીવંત છે.
– ગામના લોકોએ એમ પણ જણવાયું કે, એક વાર મમીના માથા પર કંઈક વાગવાથી લોહી પણ નીકળ્યું હતું. ઈજાના નિશાન આજે પણ સ્પષ્ટ પણે દેખાય છે.
– હાલ તેને ધરોહર માનતા ગામમાં બીજીવાર સ્થાપિત કરી દીધી છે. સાધુની મમીને એક કાચના કેબિનમાં રાખવામાં આવી છે.