જૂનાગઢ શહેરના 5 વર્ષના બાળકે નેશનલ કક્ષાએ કરાટેમાં મેડલ મેળવ્યો

નેશનલ કક્ષાની કરાટે સ્પર્ધામાં 22 રાજ્યોમાંથી કુલ 1635 સ્પર્ધકોએ ભાગ લીધેા હતો. જેમાં સૌથી નાની વયના અને જૂનાગઢના ખુશ હિરેનભાઇ રૂપારેલીયાએ 5 વર્ષની ઉંમરમાં ઇન્ડીવિડ્યુઅલ કાતા, ગૃપ કાતા તેમજ ફાઇટ કોમ્પિટીશનમાં ભાગ લીધો હતો. જેમાં ખુશે ઇન્ડીવિડ્યુઅલ કાતામાં ચોથેા ક્રમ પ્રાપ્ત કરીને બ્રેાન્ઝ મેડલ મેળવ્યાે હતો.

p

જૂનાગઢમાં આવેલી માર્શલ આર્ટ એકેડમી ઓફ ઇન્ડિયાના 31 વિદ્યાર્થીઓમાંથી 18 વિદ્યાર્થીઓએ મેડલ મેળવ્યાં છે. આ તકે નેશનલ કોમ્પિટીશનના આયોજક અને ગ્રાન્ડ માસ્ટર એસ.શ્રીનાવસન દ્વારા ખુશનું સન્માન કરવામાં આવ્યું હતું.નેશનલ કક્ષાએ આટલી નાની ઉંમરમાં જૂનાગઢનું નામ રોશન કરવા બદલ ખુશને પરીવાર તેમજ સમાજના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યાં છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર