રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લીધે કારણે ત્યાં એમબીબીએસ કરવા ગયેલા તમામ વિદ્યાર્થીઓ ગુજરાત પરત આવી રહ્યા છે પરંતુ વિદ્યાર્થીઓ મેડિકલનું ભણવા શા માટે યુક્રેન જેવા દેશમાં જાય છે? એ જાણવા માટે ‘દિવ્ય ભાસ્કરે’ યુક્રેનથી આવેલા કેટલાક વિદ્યાર્થીઓ, મેડિકલ ક્ષેત્રના નિષ્ણાંતો સાથે વાત કરતા બહાર આવ્યું કે ગુજરાતમાં એમબીબીએસ કરવું ખુબ મોંઘુ છે જયારે વિદેશમાં ખુબ સસ્તું છે. મેડીકલમાં જવા માંગતા કોઈ વિદ્યાર્થીને જો ઊંચા મેરીટમાં સ્થાન મળે તો જ તે સરકારી મેડીકલ કોલેજમાં અભ્યાસ કરીને MBBS કરી શકે છે.
સરકારી મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને માત્ર રૂ. 25 હજાર વાર્ષિક ફી ભરવી પડે છે પરંતુ ખાનગી મેડીકલ કોલેજો કે મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને એક વર્ષની અંદાજીત 20 લાખ કે તેથી વધુ ફી ભરવી પડે છે એટલે કે MBBSના પાંચ વર્ષની ફી ગુજરાતમાં 1 કરોડ કે તેથી વધુ થાય છે જયારે યુક્રેન જેવા દેશમાં માત્ર 22 લાખમાં આખું એમબીબીએસ થઇ જાય છે તેમાં રહેવા-જમવા, હોસ્ટેલ, શિક્ષણ સહીતની તમામ ફી અને ખર્ચાનો પણ સમાવેશ થઇ જાય છે.
એકબાજુ આખા ગુજરાતમાં મેડીકલમાં પ્રવેશ માટે 5508 સીટ ઉપલબ્ધ છે જેની સામે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા 15 હજારથી વધુ થાય છે. એક્સપર્ટે કહ્યું કે ગુજરાતમાંથી દર વર્ષે 2 હજારથી વધુ વિદ્યાર્થીઓ મેડીકલનું ભણવા વિદેશ જાય છે.
ભારતમાં મેડિકલમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખથી વધારે, જેની સામે બેઠકો 60-65 હજાર, મેરિટ ઊંચુ જતું હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશ જાય છે
ઓછા ટકા હોય અને મેડિકલ કરવું હોય તેવાં બાળકો વધુ વિદેશ જાય છે.
દેશમાં ઊંચુ મેરિટ અને ફી સહિતનો ખર્ચ હોવાથી વિદ્યાર્થીઓ વિદેશ જવાનું પસંદ કરે છે. ઓછા ટકા હોય એવા વિદ્યાર્થીઓ માટે પણ વિદેશ પ્રથમ પસંદ બને છે. વિદેશની કોલેજોમાં પ્રવેશ પણ સરળ હોય છે. ડૉ. વિજય પોપટ, વાઈસ પ્રેસિડન્ટ, રાષ્ટ્રીય ઈન્ડિયન મેડિકલ એસો.
વિદેશથી MBBS કરી આવતા વિદ્યાર્થીને અહીં NMCની પરીક્ષા આપવી ફરજિયાત
ભારતમાં મેડિકલની 60થી 65 હાજર સીટો જ છે જેની સામે વિદ્યાર્થીઓની સંખ્યા લાખથી વધુ છે. તેથી વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા જાય છે. વિદેશમાં MBBSનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ ભારતમાં એનએમસીની પરીક્ષા આપવી પડે છે. ડૉ. કમલ ડોડિયા, પ્રોફેસર, પીડીયુ મેડિકલ કોલેજ, મેડિકલ ફેકલ્ટીના પૂર્વ ડીન
અહીંનું મેરિટ ખૂબ ઊંચું રહે છે, અહીં એક વર્ષની ફી બરાબર વિદેશમાં 5 વર્ષની ફી
ગુજરાતની મેડિકલ કોલેજોમાં 500થી ઉપર માર્ક હોય તો પણ મેરિટમાં આવવાની સંભાવના ઓછી હોય છે. અહીં જેટલી ફી એક વર્ષની છે તેટલી જ ફીમાં વિદેશમાં 5 વર્ષનું આખું એમબીબીએસ થઇ જાય છે.
ક્રીશાંગ મહેતા, યુક્રેનથી આવેલા MBBSના વિદ્યાર્થી
ગુજરાતમાં 5508માંથી મેનેજમેન્ટ ક્વોટાની માત્ર 265 સીટ
5508 ગુજરાતમાં મેડિકલ કોલેજોની કુલ સીટો છે
210 સીટો AIQ (ઓલ ઇન્ડિયા ક્વોટા) માટે હોય છે.
4443 સીટો સરકારી કોલેજોની છે.
265 સીટ મેનેજમેન્ટ ક્વોટાની હોય છે.
590 NRI સીટ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..