ગુજરાતના આ ગામમાં સામે આવ્યું શૌચાલય કૌભાંડ: સરપંચ અને તલાટીની મિલીભગત, શૌચાલય બનાવ્યા વગર જ ચોપડે બતાવી રકમ બારોબાર ચાંઉ કરી ગયા

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરકાર ગામે ગામ શૌચાલય બનાવી રહી છે. જેમાં તે તાલુકા પંચાયત દ્વારા સખીમંડળોને જવાબદારી આપી તેમના હસ્તક કામો ચાલી રહ્યાં છે. જેમાં થરાદ તાલુકાના કાસવી ગામમાં 2017 -2018માં તાત્કાલીન તાલુકા વિકાસ અધિકારી ભીખાભાઈ પટેલ અને સંરપચ સામળાભાઈ પટેલ અને તલાટી નાગજીભાઈ મળીને કાસવી ગામમાં ચાલીસ લાખ ઉપરાંતના શૌચાલયો બનાવવા લાભાર્થીઓને ચોપડે બતાવી ખોટા પ્રમાણપત્રો ઉભા કરી શૌચાલય વિભાગ થરાદના બ્લોક કો-ઓર્ડિનેટરે નવિનભાઇ અને પ્રકાશ ભાઈને સાથે રાખી શૌચાલયની તમામ રકમ અંબીકા સ્વયંસહાય જૂથ ભરડાસરના ખાતામાં નાખી દીધી હતી. થોડા ઘણા શૌચાલયોનું કામ ખાનગી વ્યક્તિ રોહિત ભાઈ ચૌધરીને સોંપ્યું હતું.

ગામમાં શૌચાલય ન બનવાની બૂમ ઉઠતા ગામના અમીરામભાઈ બ્રાહ્મણ તેમજ અન્ય અરજદારોએ તાલુકા પંચાયત થરાદમાં રજૂઆત કરી તેમજ સંપૂર્ણ કામગીરીનો અહેવાલ માંગ્યો હતો. થરાદ તાલુકા વિકાસ અધિકારીએ ગામમાં બનેલા શૌચાલયની સંપૂર્ણ તપાસ માટે એક ટીમ બનાવી અને જે ટીમ દ્વારા તપાસ કરતાં માલૂમ પડયું કે શૌચાલયના કામમાં ગેરરીતિ આચરાઇ છે.

જે રિપોર્ટ જિલ્લા આયોજનમાં મૂકતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સુનાવણી રખાઇ હતી. જેમાં ઘણી ગેરરીતિઓ બહાર આવી હતી. જેમાં થરાદ શૌચાલય વિભાગના ક્લસ્ટર અને કો-ઓર્ડિનેટરની ફોર્મ-પ્રમાણપત્રોમાં સહીઓ ખોટી છે તેમજ કાસવી ગામમાં પચાસ જેટલા શૌચાલય બિલકુલ બનાવ્યા નથી પરંતુ તેનું ચૂકવણું કરાયું છે.

31 લાભાર્થીને ડબલ ચૂકવણું કરાયું છે. એક લાભાર્થીને ચાર વખત તેમજ બે લાભાર્થીને ત્રણ-ત્રણ વખત ચૂકવણું કરાયું છે. અંબિકા સ્વસહાય જૂથ સખી મંડળને એમ.ઓ.યુ કર્યા વગર 40 લાખની રકમ આપી દેવાઇ તેમજ સુનાવણી વખતે ઘણું મોટું કૌભાંડ બહાર નીકળી આવતા જિલ્લા વિકાસ અધિકારી તાત્કાલિક ધોરણે થરાદ શૌચાલય વિભાગના કો-ઓર્ર્ડિનેટર અને ક્લસ્ટરના બન્ને કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરી દીધા છે. જે અંગે ફરિયાદ દાખલ કરાઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો