દહેગામ રોડ પર આવેલા વહેલાલ ગામ પાસેની 2 વિઘા જમીન તબેલા માટે 1 લાખ રૂપિયાના ભાડે લેવાના બહાને એડવોકેટ, નોટરી સહિત 5 જણાએ નકલી દસ્તાવેજી પુરાવા ભેગા કરીને બોગસ સહી કરીને 30 વિઘા જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. જોકે આ અંગે SITમાં અરજી કરાતાં કણભા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે નકલી પાવર ઓફ એટર્ની બનાવીને રજિસ્ટર્ડ બનાખાત બનાવીને 30 કરોડ રૂપિયાની જમીન પચાવી પાડવાનો કારસો રચાયો હતો.
આ કેસમાં બોગસ રજિસ્ટર્ડ બાનાખત બનાવનાર આરોપી રાજેશ રબારીનો પિતરાઇ ભાઇ રાજકોટમાં PSI છે. તેમજ તેના પિતા ભેમાભાઇ રબારી નિવૃત્ત ASI હોવાનું જાણવા મળ્યું છે. કણભા પોલીસ ઉપર પણ કેટલાક પોલીસ કર્મચારીઓનું પ્રેશર આવ્યું હતું, પરંતુ DIG વી. ચંદ્રેશેખરે જાત તપાસ કરતાં અત્યાર સુધી નોટરી સિવાયના 4 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. જ્યારે નોટરી ભૂપેન્દ્ર પટેલ ભાગેડું હોવાનું જાણવા મળ્યું છે.
નરોડાની વહેલાલ સોસાયટીમાં રહેતા 54 વર્ષીય ભદ્રેશભાઇ અંબાલાલ પટેલ અને તેમના મોટાભાઇ પ્રકાશભાઇની વહેલાલ ગામની સીમમાં 30 વીઘા જમીન આવેલી છે. જેની અંદાજિત કિંમત 30 કરોડ રૂપિયા થાય છે. તેમની નજીકના કડાદરા ગામમાં રહેતા ભૂપતસિંહ મનુસિંહ સિસોદિયા ઓળખતા હતા અને તેમની સાથે સારા સબંધો છે. ભૂપતસિંહે ભદ્રેશભાઇને વાત કરી હતી કે, તેમના ઓળખીતા મનુ વાલજીભાઇ રબારીને બે વીઘા જમીન માસિક 1 લાખ રૂપિયાના ભાડે અપાવવાના બહાને ભાડા કરાર બનાવ્યો હતો.
ભાડા કરારની આડમાં ખોટી સહીઓ કરીને નોટરી ભૂપેન્દ્ર દેવશીભાઇ પટેલ, એડવોકેટ ધર્મેન્દ્ર વાસુભાઇ વ્યાસ સાથે મળીને પોલીસ પુત્ર રાજેશ ભેમાભાઇ રબારી સાથે મિલીભગત કરીને ખોટા પાવર ઓફ એટર્ની અને રજિસ્ટર્ડ બાનાખત બનાવીને છેતરપિંડી કરી હતી. જે અંગે SITમાં અરજી કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..