ટ્રાફિક કરતા માસ્કના દંડમાં ‘મલાઈ’: ગુજરાતની પોલીસે પ્રજા પાસેથી માસ્કના દંડ પેટે રૂ. 249 કરોડ ખંખેરી લીધા

કોરોના વાયરસના કપરાકાળમાં કોરોનાથી બચવા માટે ગાઈડલાઈન્સ જાહેર કરાઈ હતી. જેમાં માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું. જો માસ્ક ન પહેરે કોઈ તો દંડની પણ જોગવાઈ હતી. જોકે, લોકોને બચાવવા માટેનો આ ઉપાય સકાર માટે આર્થિક લાભ આપનારો બની રહ્યો છે. માસ્ક ન પહેરવા પર પોલીસ પણ દંડ વસુલ કરતી હતી. જેની કુલ રકમ હવે સામે આવી છે. જે હવે લાખોમાં નહીં પણ કરોડોમાં છે.

છેલ્લા બે વર્ષમાં માસ્ક પહેરવાના નિયમનો ભંગ કરવા બદલ દંડ વસુલ કરવામાં આવે છે. દંડને લઈ કોંગ્રેસના ધારાસભ્યો તરફથી વિધાનસભામાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેનો જવાબ આપતા ગુજરાત સરકારે જણાવ્યું કે, 36 લાખ 26 હજાર 572 લોકો માસ્ક સામે માસ્ક ન પહેરવા બદલ દંડ કરવામાં આવ્યો છે. જેના કારણે સરકારને 249 કરોડ 90 લાખ 61 હજાર 020 ની આવક થઈ છે. કુલ મળીને 52 હજાર 907 લોકોએ આ દંડ ભરવાનો ઈન્કાર કર્યો હતો. જો માત્ર અમદાવાદ સિટીની વાત કરવામાં આવે તો અમદાવાદમાં જ છેલ્લા બે વર્ષમાં 82.88 કરોડનો દંડ પ્રજાએ ભર્યો છે. સરકારે વર્ષ 2020માં 49.45 કરોડનો દંડ વસુલ કર્યો છે. વર્ષ 2021માં 33.42 કરોડનો દંડ સરકારે વસુલ કર્યો છે.

જો વ્યક્તિ દંડ ન ભરે તો એની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ ગુનો નોંધીને કામગીરી કરવામાં આવતી. જોકે, થોડા સમય પહેલા સરકારમાં જ મંત્રી પદે રહેલા કુમાર કાનાણીએ માસ્કને મરજિયાત જાહેર કરવા માટેની વાત કરી હતી. તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે, હાલમાં કોરોના વાયરના કેસ એકાએક ઘટી ગયા છે. સ્થિતિ કાબુમાં છે તો સરકારે માસ્ક મરજિયાત કરવું જોઈએ.

જોકે, આ મામલે હજુ સુધી સરકારના કોઈ મંત્રીએ કોઈ જ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. આ ઉપરાંત જ્યારે પણ માસ્કના મામલે પોલીસની કામગીરી કરવામાં આવે તો પ્રજાએ તકરાર કરી હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા હતા. હાલમાં આ પરથી એટલું કહી શકાય છે કે, લોકોને બચાવવામાં સરકારને આર્થિક રીતે પણ ફાયદો થયો છે. જોકે, હાલમાં મહાનગરમાં જ્યારે પણ પોલીસ પકડે છે ત્યારે પણ માસ્કનો મુદ્દો ઊઠાવવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો