સામી દિવાળીએ સુરત શહેરમાં દારૂની (liquor)રેલમછેલ થઇ રહી હોઈ તેવું લાગી થઇ રહ્યું છે. ઉધના પોલીસે બાતમીના આધારે ઉધનાથી દમણ જઇ દારૂ પીને તેમજ બસમાં સાથે દારૂ લાવનારા 34 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે 21 હજારના દારૂ સાથે બસ પણ કબજે લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દિવાળીના તહેવારને લઈ સુરતમાં દારૂની રેલમછેલ થઇ છે. ઉધના પોલીસને બાતમી મળી હતી કે ઉધના ખરવરનગરથી દર રવિવારે ખાનગી બસમાં કેટલાક લોકો દમણ જઈ ત્યાંથી દારૂ લાવે છે. પોલીસે મળેલી બાતમીને આધારે ઉધના ત્રણ રસ્તા પાસે વોચ રાખી હતી. ત્યારે જ ગુરૂકૃપા ટ્રાવેલ્સની બસ આવતા પોલીસે મુસાફરોની તપાસ હાથ ધરતાં તેઓ દારૂ પીધેલા જણાયા હતા. તેથી મુસાફરો સાથેની બસ પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. પોલીસને ખાનગી બસમાંથી દારૂ-બીયરની કુલ 21 હજાર રૂપિયા કિંમતની કુલ 86 બોટલો મળી હતી. સાથે બસમાં બેસેલા 34 લોકોએ દારૂ પીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પોલીસે દારૂ પીનારાઓમાં નવનીત જરીવાલા, વિનોદ જરીવાલા, પ્રકાશચંદ્ર બારડોલીયા, હિરાલાલ બારડોલીયા, પ્રવિણ બમ્બુવાલા, વિનોદ રાણા, વિનોદચંદ્ર જયઅંબેવાલા, ભરત જયઅંબેવાલા, પ્રફુલ જયઅંબેવાલા, પ્રકાશ રાજપુત, ચુનીભાઈ રેશમવાલા, જયંતીભાઈ રાણા, અનીલ ચેવલી, નરેશ બારડોલીયા, અજય જરીવાલા, દિનેશ રાણા, કનૈયા રાણા, મનોજ લાલવાલા, મનીષકુમાર રૂપાવાલા, વિમલ મહાદેવવાળા, રામચંદ્ર ઘંટીવાલા, કલ્પેશ રાણા, શૈલેશ રાણા, વિપુલ પ્રવિણચંદ્ર દેગડાવાલા, સતીષ કાપડિયા, દિવ્યેશ તરોફાવાલા, હેમંત સોલંકી, દેવેન્દ્ર બારડોલીયા, ડેનીશ મહુવાગર, અનિલ રાઠોડ, નિલેશ ભાટલા, દિવ્યેશ રાઠોડ, જીગ્નેશ મહુવાગર અને વિરલ પ્રમોકુમાર વિરુદ્ધ દારૂ પીવાનો ગુનો દાખલ કરીને તમામની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા 34 પૈકી 7 આરોપીઓ વૃદ્ધ છે. જેમની ઉંમર 60 થી 80 વર્ષ સુધીની છે. જો કે ઝડપાયેલા દારૂના જથ્થા અને દારૂ પીધેલા લોકો પરથી ગુજરાતમાં દારૂબંધીના કાયદાના પણ ધજાગરા ઉડયા છે.
સુરતમાં 28 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
એક દિવસ પહેલા મહિધરપુરા પોલીસ (Mahidharpura Police Station)દ્વારા મસમોટા વિદેશી દારૂના નેટવર્કનો પર્દાફાશ કરી 28 લાખથી વધુની કિંમતના દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતો. જ્યારે 16 જેટલા લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપીઓ કેમિકલના ડ્રમની આડમાં છૂટક દારૂની બોટલો ભરી અન્ય રાજયથી સુરત લઈ આવતા હતા અને બાદમાં સુરત ખાતે બોક્સ પેકિંગ કરી શહેરમાં જુદા જુદા બુટલેગરોને (Bootleggers)સપ્લાય કરતા હતા. પોલીસે 30 જેટલી બ્રાન્ડેડ દારૂની સાત હજારથી વધુ બોટલો કબ્જે લઈ વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..