દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાનું બાળકોમાં ઘેલું હોય છે. દરેક બાળકને મા-બાપ ફટાકડા પણ અપાવતા હોય છે, પરંતુ તેઓ એ ફટાકડાં સાથે શું કરે છે એ જોવાનું ચૂકી જતાં તમામ મા-બાપની આંખો ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ડિંડોલીમાં 3 વર્ષના બાળક માટે તેના પિતા ફટાકડા લઈ આવેલાં. બાળક નાનું હોવાથી ફેંકે અને ફૂટે એવા પોપ-પોપ સુથારી કામ કરતા મૂળ બિહારના વતની એવા પિતા દુકાનથી લાવ્યા બાદ ઘરે મૂક્યા હતા. જોકે બાદમાં એ ફટાકડા ફોડવાની જગ્યાએ બાળક ગળી ગયું હોય એમ બીમાર પડ્યું અને દવા લીધા બાદ પણ સારું ન થયું, પરંતુ ઝાડા-ઊલટીમાં પોપ-પોપ ફટાકડા નીકળ્યા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયું હતું, જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું તેમજ ફટાકડાં બાળક ખાઈ જવા બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, સાથે જ તબીબોએ તમામ વાલીઓએ દિવાળીના ફટાકડા ફોડતી વખતે જાગ્રત રહેવા અપીલ કરી હતી.
રાજ શર્માએ જણાવ્યું હતું કે 8 મહિના પહેલાં જ બિહારથી સુરત આવ્યો હતો. સુથારકામ કરી પત્ની 3 વર્ષનો મોટો પુત્ર શૌર્ય અને 2 વર્ષની દીકરીનું ગુજરાન ચલાવી રહ્યો હતો. 24 કલાકથી અચાનક બીમાર પડેલા માસૂમ પુત્રને લઈ તેઓ ચિંતિત હતા. નજીકના ડૉક્ટરની સારવાર દરમિયાન ઝાડા બાદ અચાનક ઊલટી શરૂ થતાં આશ્ચર્યમાં પડી ગયા હતા. એમાં આજે સવારે ઊલટીમાં ફટાકડાના પોપ-પોપ નીકળતાં પત્ની અંજલી ચોંકી ગઈ હતી.
પોપ-પોપવાળી ઊલટી જોઈ ડોક્ટરને જાણ કરી
બસ, મળસ્કે દીકરાની પોપ-પોપવાળી ઊલટી જોઈ ડૉક્ટરને ફોન કર્યો હતો. સ્થાનિક ડોક્ટરના ક્લિનિકમાં બોટલ ચઢાવ્યા બાદ ડોક્ટરોએ તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ લઈ જ્વાનું કહેતાં અમે અહીં આવ્યા હતા, જ્યાં માસૂમ શૌર્યને મૃત જાહેર કરાયો હતો. ખબર નથી પડતી મૃત્યુનું શું કારણ હશે.. હાલ પોલીસની રાહ જોઈ રહ્યા હોવાનું વધુમાં મૃતકના પિતાએ જણાવ્યું હતું.
સંબંધીઓએ જણાવ્યું હતું કે સાહેબ પોસ્ટમોર્ટમ નથી કરાવવું, ફટાકડા ખાઈ જતાં કોઈએ જોયું નથી, પણ ઊલટી થયા બાદ ફટાકડા (પોપ-પોપ) માતાએ જોયા છે. બીજું કે BHMS ડોક્ટરે બોટલ ચઢાવ્યા બાદ દીકરાની તબિયત બગડી હતી. એટલે સિવિલ લઈ આવ્યા હતાં, જ્યાં શૌર્યને મૃત જાહેર કરાયો છે. ખબર એ નથી પડતી કે મૃત્યુનું કારણ શું છે. પોસ્ટમોર્ટમ ન થાય એ માટે પોલીસને પણ વિનંતી કરી છે, પણ કોઈ સાંભળતું જ નથી.
ફટાકડાની અવનવી વેરાઇટીઓમાં સાવ નાનાં બાળકો માટે પોપ-પોપ ફટાકડા ભારે ડિમાન્ડમાં રહે છે. પોપ-પોપ ફટાકડા મોટા ચણાના દાણા જેવડી સાઈઝના હોય છે. કાગળની પોટલી જેવા ફટાકડામાં રેતી અને દારૂનું મિશ્રણ કરેલું હોય છે, જે ફેંકતાં જ જમીન કે દીવાલ સાથે અથડાતાં જ ફૂટે છે. સામાન્ય અવાજ આપતાં આ પોપ-પોપ ફટાકડાના એક પેકેટની કિંમત 5થી 10 રૂપિયા સાઈઝ પ્રમાણે હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..