સાવધાન! વડોદરામાં એક જ ATMમાંથી પૈસા ઉપાડનારા આર્મીના 3 જવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. વડોદરામાં આર્મીના ત્રણ જવાનો પણ તેની ચપેટમાં આવી ગયા છે. સેના તરફથી જણાવાયું છે કે, ત્રણેય જવાનોને સંક્રમણ એટીએમ દ્વારા લાગ્યું હોવાની આશંકા છે. કારણ કે ત્રણેયે તે જ દિવસે એક જ એટીએમમાંથી પૈસા કાઢ્યા હતા. તેમના સંપર્કમાં આવવાથી 28 લોકોને ક્વોરન્ટાઈન કરી દેવાયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

રાજ્યમાં ગુરુવારે કોરોના વાયરસના 217 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા વધીને 2624 થઈ ચૂકી છે. જેમાં માત્ર અમદાવાદમાં જ 151 નવા કેસ સામે આવ્યા, જ્યારે સુરતમાં 41, વડોદરામાં 7 અને ભરૂચમાં 5 કેસ આવ્યા. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ સંક્રમણના કેસ સામે આવ્યા છે. મુખ્ય આરોગ્ય સચિવ જયંતિ રવીએ જણાવ્યું હતું કે વધારે 9 મોત સાથે આ મહામારીથી થનારા મૃત્યુની સંખ્યા 112 થઈ ગઈ છે. જ્યારે ગુરુવારે 79 લોકોને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણ સાથે મોતનો આંકડા પણ ઝડપથી વધી રહ્યા છે. માત્ર 5 દિવસમાં ગુજરાત કોરોના પ્રભાવિત રાજ્યોના લિસ્ટમાં 5માં ક્રમથી 2જા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 100થી વધારે લોકોના મોત થયા છે. આ લિસ્ટમાં 6 હજારથી વધારે કેસ સાથે મહારાષ્ટ્ર પહેલા ક્રમે છે.

ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ માત્ર 6.3 ટકા જ છે એટલે કે કુલ કેસોમાંથી 144 લોકો જ સાજા થઈ શક્યા છે. જ્યારે ભારતમાં કુલ 20,471 પોઝિટિવ કેસોમાંથી 3960 દર્દીઓ રિકવર થઈ ચૂક્યા છે. આમ દેશમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 19 ટકા થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો