સાંતલપુર તાલુકાના નાનકડા વૌવા ગામના ખેડૂત પુત્ર નવીન પૂંજાભાઈ આહિર ફક્ત 25 વર્ષની ઉંમરમાં ફક્ત 4 વર્ષમાં કલાસ થ્રી ક્લાર્ક, રેવન્યુ તલાટીથી લઈ GPSC સુધીની પરીક્ષામાં પાસ થઈ DYSP બન્યો છે. તેને તમામ પરીક્ષાઓ કોઈપણ કોચિંગ કલાસ વગર અને ચાલુ સરકારી ફરજ સાથે તનતોડ મહેનત કરી પાસ કરી સફળતા મેળવી છે. નવીન આહીર ક્લાસ વન બનવાના સપના સાથે 2017માં જ બી.ઇ મિકેનિકલ એન્જિનિયરિંગના અભ્યાસ સાથે જ સ્પર્ધાત્મક પરીઓની પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે તનતોડ મહેનત શરૂ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પ્રથમ વર્ષમાં પ્રથમ પ્રયાસમાં કોચિંગ ક્લાસ વગર જ અભ્યાસની સાથે મહેનત કરી સૌ પ્રથમ 2017માં તલાટી રેવન્યુ તલાટી,તલાટી કમ મંત્રી અને ઓફિસ આસિસ્ટન્ટ 3 પરીક્ષાઓ એક જ વર્ષમાં પાસ કરી હતી. સચિવાલય ખાતે ઓફિસ આસિસ્ટન્ટમાં જોડાયા હતા. નોકરીની સાથે ક્લાસ વન બનવાનું સ્વપ્ન આંખમાં લઇ ફરજ બાદ વધતા સમયમાં તૈયારીઓમાં આપી રોજની 5થી 7 કલાકની મહેનત કરી 2020 GST ઇસ્પેક્ટરની પરીક્ષા પાસ કરી ત્યારબાદ એમાં જોડાઈ એટલામાં સંતોષ ન માની તૈયારીઓ શરૂ રાખી હતી. ફરી GPSC પરીક્ષા બીજા પ્રયાસમાં T. D. O અને PIની પરીક્ષા પાસ કરી હતી.
બંને ક્લાસ ટુની પરીક્ષા પરિણામ આવ્યા બાદ પણ સંતોષ ના માની કલાસ 1 નું સ્વપ્ન પૂર્ણ કરવા મહેનત શરૂ રાખી હતી. ત્રીજા પ્રયાસમાં સમગ્ર રાજ્યમાં 16મો ક્રમ પ્રાપ્ત કરી સીધો DYSPમાં પસંદગી પામ્યા છે. ત્યારે ફક્ત ચાર વર્ષમાં જ નોકરીની સાથે તનતોડ મહેનત કરી 7 સ્પર્ધાત્મક પરીક્ષાઓ એ પણ પ્રથમ પ્રયાસોમાં જ પાસ કરી સમગ્ર ચોરાડ પંથકમાં સૌપ્રથમ નાની વયના અને સીધા DYSP બનનાર પ્રથમ યુવાન છે. જેને લઈ સમગ્ર સમાજમાં અને જીલ્લામાં ગૌરવની લાગણી જોવા મળી હતી.
ચાર ભાઈઓ બધા એક સાથે 2017 માં નોકરીમાં લાગ્યા હતા
પૂંજાભાઈ આહીરને ચાર પુત્રો હતાં.જેમાં નવીનભાઈ સૌથી નાના છે.તેમના ત્રણ મોટા ભાઈ છે.જેમાં કે.પી.આહીર જે બાંધકામ ઈજનેર, બાબુભાઇ ગ્રાહક સુરક્ષા વિભાગમાં ક્લાર્ક અને માણદાભાઈ વનરક્ષક છે.જોગાનું જોગ તમામ ચારેય ભાઈઓ એકસાથે મહેનત કરતા હોય 2017માં જ એકસાથે નોકરીમાં લાગ્યા હતાં.
લોકોનું સાંભળી મેદાન છોડશો નહિ,ધીરજ સાથે મહેનત કરો મંઝીલ મળશે : નવીન આહીર
નવીન આહિરે જણાવ્યું હતું કે મારા પિતા મીઠું પકવતાં 2001માં ભૂકંપ આવતા અમે કચ્છમાં મજૂરી માટે ગયા હતા. જ્યાં મારા પિતા વાડીઓમાં ખેત મજૂરી કરતા હોય દર વર્ષે અલગ અલગ ગામમાં જતા. જેથી ધો 1થી7 હું અલગ અલગ ગામમાં જ ભણ્યો છું. બાદમાં 12 પાસ અને ગવર્મેન્ટ એન્જીનીયરિંગમાં અભ્યાસ કર્યો.અને ડીગ્રી કરી ડીગ્રી દરમ્યાન અભ્યાસ ખર્ચે કાઢવા પ્રાઇવેટ કોચિંગ કલાસ ચાલવતો જેમાંથી આવક આવતી એ અભ્યાસમાં ખર્ચ કરતો હતો. મારા પરિવારનું સ્વપ્ન હતું છોકરો મારો મોટો અધિકારી બને એજ સ્વપ્ન પૂર્ણ કરવા તનતોડ મહેનત શરૂ કરી. હું બોલતો તો થોડી જીભ અટકાતી મિત્રો કહેતા તું ઇન્ટરવ્યૂમાં નપાસ થઈશ. મેં હિંમત ન હારી. એકબાદ એક ક્લાસ 3 અને 2 પ્રથમ પ્રયાસમાં પરીક્ષાઓ પાસ કરતો ગયો. પરંતુ GPSC પ્રથમ પ્રયાસમાં 20 ગુણ માટે નપાસ થયો એટલે હતાશ થવાના બદલે મહેનત વધારી ઇન્ટરવ્યૂમાં ભલે ઓછા આવે લેખિતમાં ગુણો વધારવા માટે બીજા પ્રયાસમાં મહેનત વધારી. TDO અને PI બન્ને પરીક્ષાઓ પાસ કરી. હાલમાં PIમાં ડોક્યુમેન્ટ જમા કરાવ્યા એટલા માં જ GPSC પરિણામ આવ્યું અને પાસ થતાં મારુ સ્વપ્ન પૂર્ણ થયુ છે.હું સૌને કહેવા માગું છું.સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી.બસ ધીરજ રાખો અને મેદાન ન છોડો મંઝીલ અવશ્ય મળશે.મારુ એક લક્ષ છે.મારા વિસ્તારના વંચિત યુવાનોને શિક્ષણ મળે મદદરૂપ બનવું છે.ખાસ કરીને છોકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય બને માટે મારો પ્રયાસ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..