ગુજરાતના ખેડૂતોને ભાવ નહીં મળતા બટાકા ફેંકી દેવા ન પડે એ માટે કિસાન રેલ દોડાવી, ગુજરાતથી ટ્રેન ભરીને 248 ટન બટાકા બિહાર રવાના કરાયા

દેશમાં બટાકાનું ઉત્પાદન સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં થાય છે. આ વર્ષે પણ મબલખ પાક થયો છે ત્યારે ગુજરાતના ખેડૂતોને નુકસાન ન થાય અને તેમને પુરતું વળતર મળી રહે તે માટે અમદાવાદ ડિવિઝનમાંથી પ્રથમ કિસાન રેલ દ્વારા ગુજરાતના બટાકા હિંમતનગરથી બિહારના મોતીહારી મોકલવામાં આવ્યા છે. ડીસા, હિંમતનગરના બટાકા વેપારીઓ દ્વારા બિહાર માટે 248 ટન બટાકા મોકલવામાં આવ્યા છે. કિસાન રેલ હિંમતનગરથી 8 સપ્ટેમ્બરે સાંજે લગભગ 5.30 વાગે બિહાર જવા રવાના થઈ છે. બટાકાના પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતોને રસ્તા પર બટાકા ફેંકી દેવાનો વારો આવતો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ખેડૂતોને પોતાના પાકનું પૂરતું વળતર મળી રહે એ માટે રેલવે દ્વારા ખેત ઉત્પાદનો તેમજ ફળોને ઝડપી અને રાહતદરે મોકલવા માટે કિસાન રેલ દોડાવવામાં આવી રહી છે. અમદાવાદ ડિવિઝન દ્વારા 8 સપ્ટેમ્બરે 24 કોચ અને એક SLR સાથેની પહેલી કિસાન રેલ દોડાવવામાં આવી હતી. આ ટ્રેનના તમામ કોચમાં બટાકાની બોરીઓ ભરી બિહાર મોકલવામાં આવી છે. આ ટ્રેન વિશેષ ટ્રેન તરીકે 1783 કિલોમીટરનું અંતર કાપી શુક્રવાર સુધીમાં મોતીહારી પહોંચશે. સામાન્ય સંજોગોમાં રેલવેમાં 248 ટન બટાકા મોકલવાનું ભાડું 10.85 લાખ રૂપિયા થાય છે. પરંતુ રેલવે દ્વારા 50% સબસિડી સાથે આ આખી રેલ ફક્ત 5.64 લાખ ભાડામાં મોકલવામાં આવી છે.

ખેડૂતો માટે ભાડામાં 50 ટકા માફી અપાઈ
અનાજ ફ્રુટ સહિત અન્ય પાકને નુકસાન ન થાય અને ખેડુતોને પુરતુ વળતર મળી રહે તે માટે ફુડ પ્રોસેસિંગ મંત્રાલયના સહયોગથી રેલવે દ્વારા અમદાવાદ સહિત દેશભરમાં કિસાન રેલ દોડાવવામાં આવી રહી છે. જેમાં પાકને યોગ્ય રીતે પેક કરી ગુડ્સ ટ્રેનના બદલે સામાન્ય કોચમાં પરિવહન માટે મોકલવામાં આવે છે. આ કિસાન રેલના ભાડામાં ફુડ પ્રોસેસિંગ મંત્રાલય દ્વારા 50 ટકા સબસિડી આપવામાં આવે છે એટલે કે 50 ટકા ભાડુ ખેડુતો તેમજ 50 ટકા ભાડું ફુડ પ્રોસેસિંગ મંત્રાલય દ્વારા ચુકવવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો