રાજકોટ શહેરમાં વરસાદ બાદ ઠેરઠેર રસ્તા તૂટી ગયા છે અને ખાડાઓને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. રસ્તા રિપેર થશે તેવી મોટા ઉપાડે જાહેરાત થઈ હતી જોકે તેમાં પણ ગુણવત્તાયુક્ત કામ નથી થયું જેથી ખાડા અને ગારાને કારણે રોડની હાલત બદતર થઈ ગઇ છે.
મનપામાં બે વર્ષમાં રસ્તા રિપેર કરવાના 24.42 કરોડ રૂપિયાના બિલ બન્યા છે. આટલા ખર્ચમાં 67 કિ.મી. લાંબો રોડ બની જાય પણ અમુક ઈજનેરો અને કોન્ટ્રાક્ટર્સને રસ્તા રિપેર કરવામાં નહિ પણ આ બિલ મંજૂર કરવામાં જ રસ હોય છે તેને કારણે રસ્તાઓનું રિપેરિંગ યોગ્ય થતું જ નથી અને પ્રજાના પૈસા ખર્ચાયા હોવા છતાં પ્રજાને તો ખાડા વાળા રોડ જ મળે છે. દર વર્ષે એક જ રોડના ખાડાઓના રિપેરિંગના બિલ મુકાય છે છતાં તેની ખરાઈ થતી નથી. જો માત્ર બે વર્ષનો રિપેરિંગ જેટલો જ ખર્ચ નવા રોડ માટે થાય તો તે વિસ્તારમાં 67 કિ.મી. લાંબો રોડ બને અને 5 વર્ષ સુધી ખર્ચ પણ ન થાય.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રાજકોટ મહાનગરપાલિકાએ જારી કરેલી વિગત મુજબ દરેક વોર્ડમાં રોડ રિપેરિંગના નાના મોટા કામ માટે ઝોનલ કોન્ટ્રાક્ટ અપાય છે અને જે તે વોર્ડમાં રસ્તા તૂટે એટલે વર્ક આસિસ્ટન્ટ કે ડે.ઈજનેર સૂચના આપે ત્યાં જઈને કામ કરવાનું હોય છે અને આ માટે કોન્ટ્રાક્ટરને થયેલા કામ મુજબ બિલ પણ ચૂકવાય છે. વર્ષ 2019-20માં આ માટે 13.61 કરોડ રૂપિયા અને વર્ષ 2020-21માં 10.80 કરોડ રૂપિયા આ કોન્ટ્રાક્ટર્સને ચૂકવાયા હતા. સૌથી મોટી અને ગંભીર બેદરકારી એ છે કે શહેરના અમુક વિસ્તારના માર્ગો દર વર્ષે તૂટે છે તેમાં દર વર્ષે થીંગડા લાગે છે.
વરસાદની આગાહી અને સ્થિતિ જોયને રિપેરિંગ કરાઈ તો બે વર્ષે 24 કરોડ બચે
બે વર્ષમાં માત્ર રિપેરિંગ માટે ખર્ચાયેલી 24.42 કરોડની રકમ હયાત રોડ પર ફરીથી ડામર બિછાવવા એટલે કે રિકાર્પેટ માટે વપરાય તો પ્રતિ ચોરસ મીટર 400 રૂપિયાનો ખર્ચ (ટેન્ડરમાંથી કાઢેલો સરેરાશ ભાવ) ગણીએ તો પણ 9 મીટરની પહોળાઈ ધરાવતો 67 કિ.મી. લાંબો રોડ બની જાય અને તેના ઉપર 5 વર્ષની ગેરંટી પણ મળે કે જેથી આગામી 5 વર્ષ સુધી મનપાને માનવ વિક્ષેપ સિવાય થયેલી નુકસાનીના રિપેરિંગ ખર્ચની ખૂબ મોટી બચત થઈ શકે છે.
જ્યારે સાવ નવેસરથી ખોદકામ કરીને મેટલ મોરમ નાંખીને રોલર ફેરવી બેઝ કોર્ટ અને સીલ કોર્ટ વપરાય તો પણ 24.42 કરોડમાં 9 મીટર પહોળાઈ ધરાવતો 49 કિ.મી. લાંબો રોડ બની શકે છે અને તેમાં પણ 5 વર્ષની ગેરંટી મળે છે. ટોચના અધિકારીઓ વરસાદની આગાહી અને સ્થળની સ્થિતિ જોઈને રોડ રિપેરિંગ કરાવે તો વર્ષે કરોડો રૂપિયા બચી જાય.
CC રોડમાં ડામર કરતા ચાર ગણો ખર્ચ પણ આયુષ્ય અનેકગણું વધારે
નાનામવા રોડ પર સીસી કામ કરાયું છે જેને ઘણા વર્ષો વિત્યા બાદ પણ ખાડા પડ્યા નથી. આવા રોડ એક વખત બન્યા પછી વર્ષોપર્યંત માવજતની જરૂર પડતી નથી. તેની પાછળ ડામર રોડ કરતા ચાર ગણો ખર્ચ થાય છે. શહેરમાં તબક્કાવાર મુખ્યમાર્ગો ડામરને બદલે સીસી રોડના બનાવાય તો ખર્ચ બહોળો થાય પણ ફાયદો પણ મળે તેમ તજજ્ઞોએ જણાવ્યું હતુઁં.
રસ્તા રિપેરમાં ક્યા વોર્ડમાં કેટલો ખર્ચ (રકમ લાખમાં)
સેન્ટ્રલ ઝોન | ||
વોર્ડ | 2019-20 | 2020-21 |
2 | 27.59 | 41.28 |
3 | 117.21 | 130.11 |
7 | 117.1 | 73.46 |
13 | 64.6 | 66.28 |
14 | 106 | 61.3 |
17 | 30.36 | 25.59 |
ઈસ્ટ ઝોન | ||
4 | 95.53 | 109.99 |
5 | 60.37 | 41.21 |
6 | 42.18 | 8.9 |
15 | 49 | 48 |
16 | 14.88 | 19.89 |
18 | 339.36 | 159.32 |
વેસ્ટ ઝોન | ||
1 | 23.58 | 27.02 |
8 | 44.35 | 42.93 |
9 | 78.74 | 73.86 |
10 | 61.68 | 64.06 |
11 | 39.27 | 44.72 |
12 | 49.6 | 43.03 |
કુલ | 1361.4 | 1080.95 |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..