એક 21 વર્ષની યુવતીએ આકાશમાં ઉડવાનું સ્વપ્ન જોયું હતું. પણ આ સ્વપ્ન પૂરું થાય તે પહેલા જ તેને જાણવા મળ્યું કે તેની જીવન રેખા ખૂબ જ ઓછી છે. તેનું જીવન બેથી ત્રણ મહિનામાં સમાપ્ત થઇ જશે. પણ કુદરતે એવો ચમત્કાર કર્યો કે પરિવારના સભ્યોને સપોર્ટ અને આત્મવિશ્વાસથી આ યુવતીનું આયુષ્ય બેથી ત્રણ મહિના નહીં પણ વર્ષો લાંબુ થઇ ગયું. આ કહેવાનું કારણ એ છે કે, આ યુવતી જે બીમારીથી ઝઝૂમી રહી હતી તે બીમારીનો તેને ઈલાજ મળી ગયો. આ બીમારીના કારણે યુવતીના બંને ફેફસા ડેમેજ થઇ ગયા હતા અને હૃદય પણ ફૂલી ગયું હતું. પણ પરિવારના સભ્યો આ યુવતીને હિંમત આપતા રહ્યા હતા અને યુવતી છેલ્લા 7 વર્ષથી દવા લઇને સામાન્ય વ્યક્તિને જેમ જીવન જીવી રહી છે. હાલ યુવતી બેંકમાં નોકરી કરે છે અને તેની દવા પાછળનો જે ખર્ચ થાય છે તે પોતે જાતે જ ઉઠાવી રહી છે.
આ યુવતીનું નામ છે હેતલ રાયચૂરા. જેટલ રાજકોટમાં તેના પરિવારના સભ્યોની સાથે રહે છે. હેતલને પલ્મરી હાઈપરટેન્શનની બીમારી છે. જ્યારે હેતલ પરિવારના સભ્યોની સાથે ડૉક્ટર પાસે તપાસ કરાવવા માટે ગઈ તે સમયે તેમને જાણવા મળ્યું હતું કે, હેતલની બીમારીના કારણે તેના બંને ફેફસા ડેમેજ થઇ ગયા છે અને હૃદય ફૂલી ગયું છે. ત્યારબાદ ડૉક્ટર દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે, હેતલ ત્રણથી ચાર મહિનાની મહેમાન છે. પણ ડૉક્ટરની વાતથી હેતલના પરીવારના સભ્યોએ તેને આત્મવિશ્વાસ અપાવ્યો અને તેને ત્રણ ચાર મહિનાની જગ્યાએ બીમારી સાથે 7 વર્ષ પસાર કર્યા. તેના જીવન જીવવાન દૃઢ નિર્ણયના કારણે તે આજે દવાના આધારે સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવી રહી છે.
મહત્ત્વની વાત છે કે, હેતલ રાજકોટ નાગરિક બેંકમાં કામ કરે છે અને તેનો પગાર 21 હજાર છે. પણ તેની દવા પાછળ દરમહિને 20 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. ત્યારબાદ હેતલને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની માહિતી મળતા તેને ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેને જાણવા મળ્યું કે ડોનર અને ટ્રાન્સપ્લાન્ટ માટે ખૂબ મોટી રકમની જરૂર પડે છે. પણ ત્યારબાદ ડૉક્ટર અને દાતાઓના સહકારથી તેને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે મદદ મળી. જેથી હેતલના લંગ્સ અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદની એક હોસ્પિટલમાં કરવામાં આવશે.
આ સર્જરી રેરેસ્ટ રેર ગણવામાં આવે છે. જેથી આ સર્જરીને રજીસ્ટ્રેશનની પક્રિયા પ્રગતિ હેતલ છે. તો બીજી તરફ હેતલને જે ખર્ચ થશે તેમાંથી જરૂરી ખર્ચ મુખ્યમંત્રી રાહતનિધિમાંથી મેળવવા માટે પણ હેતલના પરિવારના સભ્યોએ મહેનત આગળ વધારી છે. મહત્ત્વની વાત છે કે, ઓર્ગનનું ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ તે ઓર્ગન શરીરની સાથે મેચ થાય અને શરીર તેનો સ્વીકાર કરે તે પણ મોટી ચેલેન્જ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..