જામનગરમાં પોલીસ દ્વારા 20 લાખ રૂપિયાની કાર જપ્ત થયા બાદ તેને હેડ કવાર્ટર રાખવામાં આવ્યા પછી થોડા સમયમાં જ તેની હાલત ભંગાર થઈ ગઈ જે મામલે હવે કારમાલિક દ્વારા કોર્ટમાં તેમજ એસપીને ફરિયાદ કરવામાં આવી છે. શહેરના જૂના રેલવે સ્ટેશન રોડ પર રહેતા અનવર કરીમ બેલીમની કિયા સેલ્ટોસ કાર જીજે-10-ડીઈ 0121 નંબરની કાર પોલીસે ફેબ્રુઆરી 2021માં કબજે કરી હતી જેમાં એક આરોપી દ્વારા કારનો વપરાશ કર્યો હોવાનું કહીને કાર જપ્ત કરાઇ હતી. ટીપટોપ કંડીશનમાં જપ્ત કરાયેલી કાર પાછી મેળવવા માટે અનવરભાઈએ રાજકોટ કોર્ટમાં અપીલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
જે મંજૂર થયા બાદ મોટર કારને છોડાવવા જતાં કારને જોઈને તેમના હોંશ ઉડી ગયા હતા. કારમાં મોટાપાયે નુકસાન થયું હતું, તમામ કાચ તોડી નાખવામાં આવ્યા હતા, તમામ કિંમતી એસેસરીઝ ગાયબ હતી તેમજ કાર કોઈ ઓળખે નહીં તેવી બની ગઈ હતી. આ અંગે પોલીસને રજૂઆત કરતા અમે કંઈ જાણતા નથી, ગાડી લઈ જવી હોય તો લઈ જાવ તેવો ઉડાઉ જવાબ આપી ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી.
પોલીસ કહે છે… જપ્ત કરાયેલા મુદ્દામાલની જવાબદારી જે તે પોલીસ સ્ટેશનની હોય
મુદ્દામાલની જવાબદારી તો જે તે પોલીસ સ્ટેશનની જ હોય છે, પરંતુ જો ઈન્કવાયરી થાય તો હેડ કવાર્ટર ખાતે રાખવામાં આવેલી વસ્તુઓ માટે તેના ગાર્ડ પણ જવાબદાર ગણાય. બાકી જપ્ત થયેલો કોઈપણ મુદ્દામાલ માટે સ્થાનિક પોલીસ સ્ટેશનની જ જવાબદારી બને. – કે.જે. ભોયે, પોલીસ ઈન્સ્પેક્ટર, સિટી-બી ડિવિઝન, જામનગર.
અરજદાર કહે છે… હેડકવાર્ટરમાં રહેલી કારમાં દારૂની મહેફિલ થઇ હતી
અનવરભાઈ દ્વારા કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, તેની કારમાં દારૂની ખાલી બોટલો અને ગ્લાસ તેમજ નાસ્તાના પડીકાઓ પડ્યા હતા જે સૂચવે છે કે, મોટર કારની અંદર દારૂની પાર્ટીઓ કરવામાં આવતી હતી જે અંગેની તપાસ થવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..