માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો: અમદાવાદમાં 2 વર્ષની બાળકી રમકડા સાથે રમતી વખતે LED બલ્બ ગળી ગઇ, ભારે જહેમત બાદ સર્જરી કરીને બહાર કઢાયો

શુ તમારું બાળક ઇલેક્ટ્રોનિક રમકડાં રમી રહ્યું છે તો થઈ જજો સાવધાન. માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો અમદાવાદ સિવિલમાં સામે આવ્યો છે. જ્યાં 2 વર્ષની બાળકી LED બલ્બ ગળી ગઇ હતી. સિવિલ હોસ્પિટલના તબીબોએ ભારે જહેમત ઉપાડી સર્જરી દ્વારા બલ્બ દૂર કર્યો હતો. 2 વર્ષની બાળકી રમકડા સાથે રમતી વખતે LED બલ્બ ગળી ગઇ હતી. જે શ્વાસનળી સુધી પહોંચ્યો. LED બલ્બના ઇલેક્ટ્રોડ્સના બંને છેડામાંથી એક છેડો જમણી બાજુના ફેફસામાં જ્યારે અન્ય છેડો શ્વાસનળીમાં ફસાઇ ગયો હતો. ભારે જહેમત ઉપાડીને સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમે સર્જરી હાથ ધરીને બલ્બ સફળતાપૂર્વક દૂર કર્યો હતો.

10મી ડિસેમ્બરે બે બાળકો બાહ્ય પદાર્થ ગળી જવાની ફરિયાદ અને દુખાવા સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવી પહોચ્યા. બે વર્ષની જ્યોતિ જ્યારે રમકડાથી રમી રહી હતી ત્યારે રમત રમતમાં રમકડામાં લગાવેલ એલ.ઇ.ડી. બલ્બ ગળી ગઇ હતી. તેની માતા રાજકુમારીબેનને આ બાબતની જાણ થતા તેઓ સત્વરે સધન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલમાં આવી પહોંચ્યા. હોસ્પિટલમાં એક્સ-રે અને સિટી સ્કેન કરાવવામાં આવ્યા જેમાં આ એલ.ઇ.ડી. બલ્બ શ્વાસનળીમાં ફસાઇ ગયેલ હોવાનું નિદાન થયું હતું.

આવા જ બીજા એક કિસ્સામાં મહેસાણાના હનુભાઇ વણઝારાની બે વર્ષની દિકરી હિનાને ત્રણ દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સ્થાનિક હોસ્પિટલમાં સિટી સ્કેન કરાવતા ખબર પડી કે સિંગનો દાણો શ્વાસનળીમાં ફસાઇ ગયો છે. જેને અત્યંત જટીલ અને નિષ્ણાંત તબીબો જ સર્જરી દ્વારા દૂર કરી શકશે. જેના સારવાર અર્થે હીનાના પિતા બાળકીને સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. જ્યાં ડૉ. મહેશ વાઘેલા અને એનેસ્થેસિયા વિભાગના ડૉ. કિરન પટેલે આ જટીલ સર્જરી પાર પાડવાની જહેમત ઉપાડીને તેને સફળતાપૂર્વક પાર પાડી. જ્યારે 2 વર્ષીય જ્યોતિની સમસ્યા અત્યંત જટીલ હોવાથી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ.રાકેશ જોષી અને તેમની ટીમે એનેસ્થેસિયા વિભાગના ડૉ. સીમા ગાંધીના સહયોગથી સમગ્ર સર્જરી સફળતાપૂર્વક પાર પાડી હતી.

ડૉ. રાકેશ જોષી દરેક માતા-પિતાને પાંચ વર્ષથી નાના બાળકોને રમકડા, સંવેદનશીલ પદાર્થોથી દૂર રાખવા અનુરોધ કરે છે. આવા પદાર્થો બાળક જ્યારે ગળી જાય ત્યારે ઉપરોક્ત કિસ્સા મુજબ ઘણી વખત શ્વાસનળીમાં પ્રવેશે છે. જેનાથી બાળક ગંભીર મુશકેલીમાં મુકાઇ શકે છે. અગાઉ એસિડ અને અન્ય જવલંત પદાર્થો ભુલથી ગળી જવાના કિસ્સા પણ સામે આવતા હતા. આ તમામ પ્રકારની તકલીફોથી બચવા માટે સાવચેતી એ જ સલામતીને ધ્યાને રાખીને પોતાના બાળકની સારસંભાળ રાખવાની સલાહ આપે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો