નાના બાળકો જેમના ઘરમાં છે તેવા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, સુરત (Surat)ના કતારગામ (Katargham) વિસ્તારમાં ઘરની બહાર રમતા બે વર્ષનું બાળક ગેલરીમાં લગાવેલી ગ્રીલમાંથી બહાર નીકળી અચાનક આઠમા માળેથી નીચે પટકાતા મોત થયાની ઘટના સામે આવી છે કે. આ સમગ્ર ઘટનાનો સીસીટીવી (CCTV Video) સામે આવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે
શહેરના કતારગામ વિસ્તારમાં કાળજું કંપાવી નાખે એવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ગઈ કાલે લક્ષ્મી રેસિડેન્સીના આઠમા માળેથી બે વર્ષનું બાળક નીચે પટકાયું હતું અને બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. રમતાં રમતાં બાળક નીચે પટકાવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે, જેમાં તમે જોઈ શકો છો કે, ફ્લેટના આગળના ભાગમાં બાળક ગ્રિલ પાસે રમતું જોવા મળી રહ્યું છે અને આ દરમિયાન તે રમત-રમતમાં નીચે પટકાયું.
સુરત: કાળજુ કંપાવતી ઘટનાનો વિચલીત CCTV VIDEO, બે વર્ષના માસૂમનું 8મા માળેથી પટકાતા મોત pic.twitter.com/0SofmpXDpT
— News18Gujarati (@News18Guj) October 1, 2021
આ ઘટના તમામ માતા-પિતા અને પરિવારજનો માટે લાલબત્તી સમાન કિસ્સો માનવામાં આવી રહ્યું છે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મી રેસિડેન્સીના આઠમા માળે ફ્લેટના આગળના ભાગમાં એક બાળક રમી રહ્યો હતો. આ રમત-રમતમાં મહામહેનતે ગ્રીલ પકડી ઉપર ચઢે છે અને રમતાં રમતાં નીચે જોઈ રહ્યો હતો. તે સમય દરમિયાન તેણે શારીરિક સંતુલન ગુમાવ્યું હતું અને તે ગ્રીલમાંથી સરકીને નીચે પટકાયો હતો, જેને લીધે તેનું કરુણ મોત નીપજ્યું હતું. CCTVમાં કેદ થયેલા આ દૃશ્યોમાં બાળક જ્યારે આગળના ભાગે આવેલી ગ્રિલ પકડી ઉપર ચઢી રમી રહ્યો હતો, ત્યારે પરિવારનું કોઈ સભ્ય તેની આસપાસ દેખરેખ રાખતું હોય તેવું દેખાઈ રહ્યું નથી.
નોંધનીય છે કે, મહદંશે શહેરોમાં ઊંચા એપાર્ટમેન્ટ્સમાં આ પ્રકારની ગ્રિલ ગેલરીમાં અને ફ્લેટના આગળના ભાગમાં આપણને જોવા મળતી હોય છે. ત્યારે આવા સમયે જો ઘરમાં નાનાં બાળકો હોય તો સુરત શહેરમાં બનેલી આ ઘટના તમામ માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો છે. કારણ કે એક નાનીસરખી બેદરકારી માસુમ બાળકનો જીવ લઈ શકે છે. ગ્રિલ કે આગળના ભાગમાં કે ગેલરીમાં જો બાળક પડી શકે એવી જગ્યા હોય તો આ ગંભીર ઘટના સુરત સિવાય અન્ય જગ્યાએ પણ બની શકે છે, જેથી ઘરમાં નાના બાળકો હોય તો ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.
આ પ્રકારની સ્થિતિમાં બાળકને એકલું રમવા માટે છોડવું એટલે પોતાનું બાળક ગુમાવવું અને જગ્યાએથી બાળક નીચે પડી જાય તેવી જગ્યા હોય તો તે જગ્યાને બંધ રાખવી અથવા તો ત્યાં કઈક બાંધી દેવું જેથી બાળકનો જીવ જોખમમાં ન મુકાય. એક નાનકડી બેદરકારી જીવનભર માટે દુઃખ બની જાય છે, જેથી બાળકો રમતા હોય ત્યારે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાળકનું ધ્યાન રાખવું એ માતા પિતા અને પરિવારજનોનો અત્યંત મહત્વની જવાબદારી છે. સમગ્ર ઘટના પ્રકાશમાં આવતાંની સાથે જ કતારગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..