જસદણ: સુપરીયર પોર્ટલ એજ્યુકેશન નેટવર્ક દ્વારા સંચાલિત સૌરાષ્ટ્ર પટેલ વિદ્યાલય દ્વારા આટકોટમાં 2 હજાર વિદ્યાર્થીઓ અને સ્કૂલના સ્ટાફ દ્વારા પ્રદૂષણ મુક્ત ભારત તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પેપર બેગ બનાવી ટ્રેડીશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને વજ્ર વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.
25000થી 30000 જેટલી બેગ બનાવી
વિદ્યાર્થીઓએ 25000થી 30000 જેટલી બેગ બનાવીને સમાજને સ્વચ્છ બનાવવા તેમજ પ્રદૂષણ મુક્ત બનાવવાની થીમ સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન સંસ્થાના ડિરેક્ટર કમલેશભાઇ હિરપરા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. સાથોસાથ વિશ્વની સૌથી મોટી હ્યુમન બેગ બનાવી હતી. ટ્રેડિશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને વજ્ર વર્લ્ડ રોકોર્ડના કો-ઓર્ડિનેટર મોન્ટુભાઇ ચડોતરા સમગ્ર કાર્યક્રમમાં હાજર રહી નોંધ લીધી હતી.