સરકાર દ્વારા 2015 થી 181 મહિલા હેલ્પલાઇન અભયમ સેવા શરૂ કરવામાં આવી છે. પરંતુ જે સેવામાં માત્ર 181 પર જ ફોન કરીને મહિલાઓ મદદ મેળવી શકતી હતી. જ્યારે સેવાને વધુ સરળ બનાવવા માટે 181 મહિલા અભયમ એપની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મહિલાઓ કોઇ પણ પ્રકારની મુશ્કેલ સ્થિતીમાં તુરંત જ મદદ પુરી પાડવા માટે 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે છે.મુશ્કેલ પરીસ્થીતીમાં મહિલા દ્વારા અભયમ એપનું માત્ર 181 ઇમરજન્સી બટન દબાવવાની સાથે જ મહિલા ક્યાં સ્થળે છે.તે વિશેની માહીતી જીપીએસનાં માધ્યમથી 181 નાં ઇમરજન્સી સેન્ટરને મળી જશે.
એપના એક જ બટનથી મહિલાઓને તત્કાળ મદદ મળશે
મુશ્કેલીનો સામનો કરી રહેલી મહિલાઓ અત્યાર સુધી 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇન પર કોલ કરીને મદદ માંગી શકતી હતી પણ હવે 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇન દ્વારા ખાસ મોબાઇલ એપ્લિકેશન વિકસાવાઇ છે. આ એપ્લિકેશન પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરીને તેમાં રહેલ ઇમર્જન્સી મદદ માટેના બટન પર ક્લિક કરતાં જ સંદેશો અભયમ સુધી પહોંચી જશે અને જીપીએસના આધારે અભયમ મહિલાનું લોકેશન શોધીને તેને ત્વરિત મદદ કરશે. 181 વુમન હેલ્પલાઇન એપ્લિકેશનનો પ્રારંભ કરવાની સાથે જ 5 હજારથી વધુ લોકોએ પોતાના મોબાઇલમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે.
સ્માર્ટ ફોનના જમાનામાં હેલ્પલાઇનને વધુ સરળ બનાવવા સરકારે 181 વુમન હેલ્પલાઇન એપ લોંચ કરવામાં આવી છે. આ એપ મોબાઇલમાં ડાઉનલોડ કરી મહિલાઓ કોઇપણ મુશ્કેલીના સમયે બટન દબાવી તત્કાળ મદદ મેળવી શકશે.વિકટ સ્થિતિમાં રહેલી મહિલા કે યુવતી જ્યારે બોલી શકે તેવી સ્થિતિમાં ના હોય તેવી સ્થિતિમાં અભયમ એપ ખાસ કામમાં આવી શકે છે.એપમાં રહેલ ઇમર્જન્સી બટન દબાવવાથી રેસ્ક્યૂવાન તુરત જ જીપીએસના આધારે લોકેશન મેળવી ઘટનાસ્થળે પહોંચશે અને મહિલાને મદદ કરશે.મહિલાએ આપેલા ઇમર્જન્સી કોન્ટેક્ટ નંબર પર તેનો સંદેશો પહોંચી જશે.
181 વુમન હેલ્પલાઇન એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી
181 વુમન હેલ્પલાઇન એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ એપ્લિકેશન ખોલીને તેમાં જરૂરી શરતો સાથે સંમત છો તેવી સૂચનાને લગતું આઇ એગ્રી બટન દબાવવાથી રજિસ્ટ્રેશન પેજ ખૂલશે. પેજમાં નામ,જન્મતારીખ, પાંચ અલગ અલગ ઇમર્જન્સી કોન્ટેક્ટ નંબર દર્શાવીે જિલ્લો, તાલુકો અને શહેર કે ગામ સિલેક્ટ કરીને સરનામાની માહિતી ભરવાની રહે છે.માહિતી ભર્યા બાદ ઓટીપી જનરેટ કરવાનો રહેશે. ઓટીપી નંબર ભર્યા બાદ એપ્લિકેશન એક્ટિવેટ થઇ જશે અને તેમાં મદદ મેળવવા 181 વુમન હેલ્પલાઇન લખેલું ઇમર્જન્સી બટન દબાવવાનું રહેશે.
181 અભયમ્ દ્વારા કેવી સેવાઓ મળશે ?
181 અભયમ્ એપમાં કાઉન્સેલીંગ, યોજનાકીય તેમજ અન્ય માહિતી પૂરી પાડવી, ઈમોશનલ સપોર્ટ પૂરો પાડવો, પીડીત મહિલાઓનો ઘટનાસ્થળે બચાવ કરી યોગ્ય મદદગાર એજન્સી સુધી પહોંચાડવી, મહિલા અને તેના બાળકોને આશ્રયગૃહની સુવિધા આપવી, શારીરિક હીન્સાના બનાવોમાં 108 ની સેવા પૂરી પાડવી, વિવિધ એજન્સીઓનું સંકલન, મહિલા સાથે થતી હીન્સામાં ઈમોશનલ, ફીઝીકલ, મનોવૈજ્ઞાનિક સપોર્ટ પૂરો પાડવો, શારીરિક-માનસિક આરોગ્યને લગતી સેવાઓ પૂરી પાડવી, લગ્નજીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો, જાતીય તેમજ બાળજન્મને લગતી બાબતો, કાનુની જોગવાઈઓની પ્રાથમિક માહિતી, સેવા-યોજના કાર્યક્રમોની માહિતી, ફોન કોલ કરી પજવણી કરતા બનાવોમાં ત્વરીત મદદ પૂરી પાડવામાં આવશે.
એપના ફાયદાઓ શું છે ?
181 અભયમ્ એપનો કોઈ ચાર્જ નથી. આ એપ ગુગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર 10 એસ પર ઉપલબ્ધ રહેશે. સ્માર્ટ ફોનમાં પેનીક બટન દબાવતા જ હેલ્પલાઈનની મદદ મેળવી શકાશે, મોબાઈલ જોરથી હલાવતા પણ કોલ થઈ શકશે જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર પણ મદદ મળી શકશે. આ એપ મારફત ઘટનાસ્થળેથી મહિલા ફોન કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ હેલ્પલાઈનના રીસ્પોન્સ સેન્ટર ખાતે તુરંત જ ગુગલના નકશામાં લેટ લોન્ગ સાથે મળી રહેશે જેથી ટેલીફોન કાઉન્સીલર દ્વારા ઘટનાસ્થળ વગેરેની માહિતી મેળવવામાં સમયનો બચાવ થઈ શકશે અને જરૂરીયાત મુજબ રેસ્ક્યુ કાર્ય થશે. યુવતીઓ-મહિલાઓ ઘટનાસ્થળના ફોટો-વિડીયો એપ્લીકેશન દ્વારા અપલોડ કરીને પુરાવા તરીકે હેલ્પલાઈન સેન્ટરમાં મોકલી શકશે. પેનિક બટન દબાવતા જ ઘટનાસ્થળની માહિતી હેલ્પલાઈનને પહોંચી જશે. મુશ્કેલીની સ્થિતિમાં 5 જેટલા સગાસંબંધીઓને એસ.એમ.એસ. સંદેશો મળી જશે. તેમજ તુરંત રેસ્ક્યુ કરવામાં હેલ્પલાઈન સેન્ટર ઉપયોગી પૂરવાર થશે.
એપની ખાસીયતો શું છે ?
આ સેવા 24 કલાક કાર્યરત રહેશે. આ એપ દ્વારા વોઈસ લોન્ગર દ્વારા ભાવિ ઉપયોગ માટે તમામ વાર્તાલાપની માહિતી સંગ્રહ થઈ શકશે. લેન-વેન લોકલ એરીયા નેટવર્ક દ્વારા કોમ્પ્યુટર વ્યવસ્થાનો સક્ષમ ઉપયોગ કરી શકાશે. જી.પી.એસ. ટેકનોલોજીથી સજ્જ રેસ્ક્યુ વેન સ્થળનું ચોક્કસ નિર્દશન અને વાનનું અવરજવરનું સમયબદ્ધ નિયંત્રણ અને મહત્તમ ઉપયોગ થઈ શકશે. તાલીમબદ્ધ સાયકોલોજીકલ કાઉન્સેલીંગ માટે 24 કલાક મહિલા કાઉન્સીલરની સેવા મેળવી શકાશે આ ઉપરાંત હેલ્પલાઈન પર સંપર્ક કરનાર યુવતી-મહિલાની માહિતી ગુપ્ત કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.