તક્ષશિલા દુર્ઘટના બાદ 14 વર્ષના વિદ્યાર્થીએ બનાવ્યું અનોખું ડિવાઇસ, આગ લાગે એટલે મોબાઈલ પર રીંગ અને મેસેજ આવશે

તક્ષશિલા આગ હોનારત બાદ સરકારી તંત્ર સાથે લોકો પણ ફાયર સેફટીના મામલે એલર્ટ થઈ ગયા છે. ફાયરને લઈને કોઈપણ પ્રકારનું રિસ્ક લેવા તૈયાર નથી. ત્યારે મુંબઈમાં નવમાં ધોરમમાં અભ્યાસ કરતાં 14 વર્ષના તરૂણે તૈયાર કરેલું સેનસેફ ડિવાઇસ ઘણું કામ આવે એવું છે.

એક વર્ષની મહેનતે ડિવાઈસ બન્યું

સુરતની એકેડેમી સાથે સંકળાયેલા અને મુંબઈની સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતા 14 વર્ષીય શિવ કંપણીએ એક વર્ષની મેહનત બાદ ડિવાઇસ તૈયાર કર્યું છે જે આગ લાગતાની સાથે જ સાયરન એલાર્મ તો વગાડશે પણ સાથે સાથે ડિવાઇસ ધારકને આગ લાગી હોવાનો મેસેજ મોકલશે જ સાથે સાથે રીંગ પણ કરશે. શિવને કોચ કરનાર અશ્વિન શાહે જણાવ્યું કે અત્યાર સુધી આગ લાગે ત્યારે માત્ર સાયરન વાગતું અને જો આપણે આસપાસ હોય તો ઉપાય કરી શકીએ પણ સાયરન ના સંભળાય એવી સ્થિતિ હોય તો શું કરવું ? બસ એના જવાબ રૂપે જ આ શોધ થઈ છે.

દોઢ વર્ષ પહેલાં બિલ્ડીંગમાં લાગેલી આગથી પ્રેરણા મળી

ડિવાઇસ બનાવનાર શિવ કંપાણીએ કહ્યું કે, દોઢ વર્ષ પહેલાં અમારા બિલ્ડીંગમાં અમારા ફ્લેટની ઉપરના ફ્લોર પર આગ લાગી હતી. એ સમયે અમે કોઈ ઘરે ન હતા. આગ પ્રસરીને અમારા ફ્લેટ સુધી આવતા સુધીમાં રોકાઇ ગઈ હતી. પણ જો આગ ઘરમાં પ્રવેશી હોત તો ઘણું નુકશાન થાત. એ ઘટનાથી વિચાર આવ્યો કે એવું કંઈક હોવું જોઈએ જેથી બહાર હોઈએ તો પણ આગની જાણ થઈ શકે અને એ રીતે આ સેનસેફ ડીવાઇસનો જન્મ થયો.

કેવી રીતે કરે છે કાર્ય?

આગ લાગતા પહેલા જ અલર્ટ કરી દે છે. શોર્ટ સર્કિટ થાય કે ગેસનું પ્રમાણ વધુ હોય તો 30 સેકેન્ડ સુધી વાગે છે. મોબાઇલ પર ઇમેઇલ મોકલે છે, મેસેજ કરે છે અને કોલ પણ કરે છે. ગેસની માત્રા જો વધુ થાય ત્યારે આ ડિવાઇસ અલર્ટ કરે છે. આ ડિવાઇસ ગેસની માત્રા અનુસાર કાર્ય કરે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો