ધોરણ 7મા અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તે કરી બતાવ્યું જે જાણીને કોઈને પણ ગર્વ થાય. હૈદરાબાદના 12 વર્ષના સિદ્ધાર્થે પોતાના નામે એક અનોખો રેકોર્ડ બનાવી દીધો છે. 12 વર્ષનો સિદ્ધાર્થ શ્રીવાસ્તવ પિલ્લઈ શ્રી ચેતન્ય સ્કૂલમાં 7મા ધોરણનો વિદ્યાર્થી છે. તેને આટલી નાની ઉંમરમાં સોફ્ટવેર કંપનીમાં ડેટા સાયન્ટિસ્ટની નોકરી મળી છે. સિદ્ધાર્થને સોફ્ટવેર કંપનીમોંટેઝી સ્માર્ટ બિઝનેસ સોલ્યુશન્સએ પોતાના ત્યાં નોકરી આપી છે. આટલી નાની ઉંમરમાં અહીં સુધી પહોંચવા માટે સિદ્ધાર્થ પોતાના પરિવારનો આભાર માને છે, કેમ કે, પરિવારના પ્રોત્સાહનના કારણે આજે તે આટલી નાની ઉંમરમાં આટલી ઉંચાઈ પર પહોંચ્યો છે.
ગૂગલના ડેવલપર તન્મય બક્ષીને પ્રેરણા માને છે
સિદ્ધાર્થને કહ્યું કે, ‘હું શ્રી ચૈતન્ય ટેક્નો સ્કૂલમાં 7મા ધોરણનો વિદ્યાર્થી છું. સોફ્ટવેર કંપનીમાં જોડાયા પછી મારી સૌથી મોટી પ્રેરણા તન્મય બક્ષી છે. તેમને ખૂબ નાની ઉંમરમાં ગૂગલમાં એક ડેવલપર તરીકે સ્થાન મળ્યું હતું. હવે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્રાંતિ કેટલી સારી છે તે વિશ્વને સમજવામાં મદદ કરી રહ્યા છે’.
બાળપણમાં પિતા કોડિંગ શીખવાડતા
આટલી નાની ઉંમરમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સિદ્ધાર્થ પોતાના પિતાનો આભાર માને છે. તેમણે નાની ઉંમરથી સિદ્ધાર્થને કોડિંગ શીખવાડવાનું શરૂ કર્યું હતું. આ વિશે સિદ્ધાર્થ કહે છે કે, ‘નાની ઉંમરથી મારી મદદ કરનારા મારા પિતા છે. તેમણે મને તમામ સફળ લોકોની વાતો કહેતા અને મને કમ્પ્યુટર કોડિંગ શીખવાડ્યું. આજે હું જે કઈં પણ છું તે મારા પિતાના કારણે છું’.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..