ગુજરાતના આ પટેલે કરી છે દુનિયાના 192માંથી 119 દેશોની સફર

ભાવનગર જીલ્લાના ઘોઘા સિટીમાં 75 વરસની ઉમરના એક એવા બુઝૂર્ગ એમનું નિવૃત જીવન જીવન જીવી રહ્યા છે કે જેમણે દુનિયાના 192માંથી 119 દેશ જોયેલા છે. ભારતની આઝાદીને બે મહિનાની વાર હતી ત્યારે એટલે કે તા. 6/6/1947ના રોજ જન્મેલા જુલિયસભાઇ કહે છે કે ઇન્ડીયન ટ્રાન્સ્પોર્ટ મીનીસ્ટ્રીના અંડરમાં આવતી મર્ચન્ટ નેવીમાં નાવિક તરીકેની તાલીમ લઇને સી-મેન બુક પ્રાપ્ત કરી અને આજે તેમની સી-મેન બુકમાં 33 શીપ અને 119 દેશોની મુસાફરીનો દસ્તાવેજી ઇતિહાસ અંકિત થયેલો છે. ગુજરાત ભાગ્યે જ કોઇ એવી હસ્તી હશે જેણે એક સી-મેન તરીકે આટલા દેશોની સફર ખેડી હોય.

192 દેશામાંથી 119 દેશોની સફર કરી છે આ ગુજરાતીએ

જુલિયસભાઇ કહે છે – 1970માં મેં જહાજની મારી પ્રથમ મુસાફરી જયંતિ શીપીંગના દેવરાય જયંતિ શીપમાં ભાવનગરથી મુંબઇ અને મુંબઇથી ગોવાની કરી હતી. વિશ્વભરમાં અમેરીકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, યુએઇથી લઇને જાપાન સુધીના 119 દેશોમાં મુસાફરી કરી અને વિશ્વ આખાના દરિયાઇ અને જમીની અનુભવો મેળવ્યા. જીવ સટોસટના અનેક અનુભવો કર્યા.

વિશ્વભરમાં અમેરીકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, યુએઇથી લઇને જાપાન સુધીના 119 દેશોમાં મુસાફરી કરી

1978માં રોમાનિયાથી યુરિયા ભરીને ઇન્ડોનેશિયન કંપનીના એક શીપમાં અમે ભારત આવી રહ્યા હતા તે વખતનો ભયંકર ટાઇડ અને એસઓએસ બાદ હેલિકોપ્ટરોએ આવીને અમને બચાવ્યા હતા એ તોફાન આજે યાદ આવે છે ત્યારે હજી પણ થોડી વાર માટે શરીરે એક કંપારી વછૂટી આવે છે. ક્યાંક આનંદોની હેલીઓના અનુભવ તો ક્યાંક મોતના મુખમાંથી પાછા ફરવાની દિલધડક કહાનીઓ મેં પોતે જીવી લીધી. મારી સીમેન બુકમાં આજે દરેક દેશની મુસાફરીની ડોક્યુમેન્ટરી નોંધ છે. મને સિક્કા સંગ્રહનો પણ શોખ છે. આજે ભાગ્યે જ વિશ્વનો એવો કોઇ દેશ હશે કે જેના સિક્કા મારી પાસે ન હોય.

વિશ્વ આખાના દરિયાઇ અને જમીની અનુભવો મેળવ્યા
ભાગ્યે જ વિશ્વનો એવો કોઇ દેશ હશે કે જેના સિક્કા મારી પાસે ન હોય
જુલિયસભાઇને સિક્કા સંગ્રહનો શોખ છે
મારી સીમેન બુકમાં આજે દરેક દેશની મુસાફરીની ડોક્યુમેન્ટરી નોંધ છે

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર