આંજણી આંખનો એક સામાન્ય ચેપ છે. તેને તબીબી ભાષામાં હોર્ડિયોલમ અથવા સ્ટાઈ કહેવામાં આવે છે. આંખમાં આંજણી થવાને કારણે આંખો લાલ થવી, ખંજવાળ, સોજો આવવો, આંખમાં દુખાવો થવો જેવી તકલીફો થાય છે. વાસ્તવમાં આંખની પાંપણ પર અને ખાસ કરીને ખૂણામાં ચેપ લાગે છે, ત્યારે તે ભાગ ઊપસી આવે છે અને તેને આંજણી કહેવાય છે. ક્યારેક પાંપણની આસપાસ અને અંદરની બાજુ રહેલી ઓઈલ ગ્લેન્ડ બ્લોક થવાથી પણ આંજણી થાય છે. staphylococcus બેક્ટેરિયા આંજણી થવા માટે જવાબદાર હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સ્ટ્રેસ, હાઈજીનનો અભાવ, હોર્મોન્સ ઈમ્બેલેન્સ, ડાયાબિટીસ, સેબોરિયા, સિરમ કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ કે અન્ય બીમારી ધરાવતા લોકોને આ તકલીફ થવાની સંભાવના વધુ હોય છે. ઉપરાંત 30થી 50વર્ષની વચ્ચેના અને નાનાં બાળકોમાં આ તકલીફ જોવા મળે છે.
લક્ષણોઃ
-અસરગ્રસ્ત આંખ લાલ થાય તે આંજણીનું પહેલું લક્ષણ છે. આંજણી થઈ હોય તે ભાગ ઊપસી આવે તે અગાઉ એ જગ્યાએ દુખાવો થાય અને તે ભાગ નરમ થઈ જાય.
-આંખની પાંપણની ઉપર કે અંદરની બાજુ એક ફોડલી જેવું ઊપસી આવે છે.
-આંજણી હોય એટલા ભાગમાં આખી પાંપણ સૂજી જાય.
-અસરગ્રસ્ત આંખ સંવેદનશીલ બની જાય અને પ્રકાશ સહન ન કરી શકે.
-આંખમાં ખંજવાળ આવે અને પાણી નીકળ્યા કરે.
-પાંપણ પટપટાવવામાં પણ તકલીફ થાય.
આંજણીને મટાડવા અને વારંવાર આંજણી ન થાય તે માટેના 11 ઉપાય અને કેટલીક સાવધાનીઓ.
આંજણી થઈ હોય ત્યારે આંખમાં કાજલ કે આઈમેકઅપ કરવો નહીં
આંખોના ઈન્વેક્શનથી બચવા ક્યારેય આઈ મેકઅપ કે એપ્લિકેટર્સને શેયર કરવા નહીં આઈ મેકઅપ કાઢ્યા વિના રાતે સૂવું નહીં
આંજણી થઈ હોય ત્યારે કોન્ટેક્ટલેસ પહેરવાનું અવોઈડ કરવું જોઈએ.
ઘરમાં કોઈને આંજણી થઈ હોય તો તેનો ટુવાલ, નેપકીન અલગ રાખવો.
ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલની તકલીફ હોય તો નિયમિત રીતે તેની તપાસ કરાવવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..