રાજસ્થાનના નાગૌર પાસે ભયાનક અકસ્માત: રામદેવરા અને કરણી માતાનાં દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા 11 લોકોનાં મોત, 12 સીટર જીપમાં 18 લોકો સવાર હતા

રાજસ્થાનમાં મંગળવારે સવારે નાગૌર સ્થિત શ્રીબાલાજી પાસે એક ભયાનક અકસ્માતમાં મધ્યપ્રદેશના 11 લોકોનાં મોત થયાં છે, જ્યારે 7 ઇજાગ્રસ્ત લોકોની હાલત ગંભીર છે. નોખા બાયપાસ પર એક તૂફાન જીપ અને ટ્રેલર વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ હાઇવે પર લાંબો ટ્રાફિકજામ થયો હતો. તમામ મૃતકો MPના ઉજ્જૈન જિલ્લાના ઘટિયા પોલીસ સ્ટેશનના સજ્જન ખેડા અને દૌલતપુર ગામના રહેવાસીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકોમાં 8 મહિલા અને 3 પુરુષો છે.

પ્રાથમિક અહેવાલ મુજબ 12 સીટર જીપ તૂફાનમાં 18 લોકો સવાર હતા. આ બધા જ લોકો રામદેવરામાં દર્શન બાદ દેશનોક કરણી માતાનાં દર્શન કરીને મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા. આ દરમિયાન નાગૌરથી નોખા તરફ જઈ રહેલા ટ્રેલર સાથે જીપનો આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માત મામલે પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કરતાં પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે 8 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. અકસ્માતમાં ઘટનાસ્થળે મૃત્યુ પામેલા વ્યક્તિઓના મૃતદેહ જીપમાં જ ફસાયેલા રહ્યા હતા. અકસ્માત દરમિયાન સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા હતા અને પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સ્થાનિક લોકોની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે આવા જ બીજા ભયાનક અકસ્માતમાં કર્ણાટકના બેંગલુરુ શહેરમાં 7 લોકોના મોત થયા છે. આ અકસ્માતની ઘટના પણ મંગળવારે વહેલી સવારે બની હતી. જેમાં એક પૂરઝડપે આવતી ઑડી કાર રોડની બાજુ પરના વીજળીના થાંભલા સાથે ટકરાઈ ગઈ હતી. આ દુર્ઘટનમાં ડીએમકે ધારાસભ્યના દીકરા અને પુત્રવધૂનું પણ મૃત્યુ થયું છે. ઓડી Q3 કારમાં સવાર તમામ લોકો મિત્રો હતો. જેમાં ત્રણ મહિલાઓ હતી જ્યારે 4 પુરુષો હતાં. અકસ્માત એટલો ભીષણ હતો કે ઘટનાસ્થળ પર જ 6 લોકોના મોત થઈ ગયા હતા અને આ લક્ઝરી કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો