જામનગરના કાનાલુસમાં ગુરુવારે શ્રમજીવી સગર્ભા મહિલાને અધૂરા માસે અચાનક પ્રસૂતિની પીડા ઊપડતાં 108ની ટીમ દોડી હતી. જોકે એમ્બ્યુલન્સ તેના રહેઠાણ સુધી જઈ શકે તેમ ન હોવાથી મહિલાને સ્ટ્રેચરમાં સૂવડાવીને 108ની ટીમે દોટ મૂકી હતી. આ જ સ્થિતિમાં વચ્ચે આવતા રેલવે-ટ્રેકને પણ ઓળંગ્યો હતો. બાદમાં એમ્બ્યુલન્સ સુધી પહોંચીને તેને હોસ્પિટલ લઈ જવાતી હતી ત્યારે દુખાવો વધી જતાં રસ્તામાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી.
જામનગર પંથકના કાનાલુસ નજીક રેલવેના પુલનાકામના સ્થળે મજૂરી કરતાં સર્ગભા શ્રમિક સરલાબેન અર્જુનભાઇ ડામોર નામની પરિણીતાને ગુરુવારે સાંજેસાડા ચાર વાગ્યાના સુમારે અધૂરા માસે અચાનક પ્રસૂતિની પીડા ઊપડતાં પરિવારજનોએ 108ની ટીમને જાણ કરી હતી, જેના પગલે મોટી ખાવડી લોકેશન પરથી ટીમ તાત્કાલિક રવાના થઇ હતી, રેલવે સ્ટેશન પર માલગાડી હોવાથી આ એમ્બ્યુલન્સ જઇ શકે તેમ ન હતી અને આશરે દોઢેક કિ.મી. દૂર હતા.
આથી 108 સ્ટાફના પાયલોટ ધર્મેશભાઇ અને ઇએમટી રસીલાબાએ સ્ટ્રેચરમાં સર્ગભાને રેસ્ક્યૂ કરી માલગાડી ક્રોસ કરી એમ્બ્યુલન્સમાં લાવ્યાં હતાં અને હોસ્પિટલ તરફ જવા માટે રવાના થયા હતા. જોકે આ સર્ગભાને દુખાવો એકદમ વધી જતાં માર્ગમાં જ એમ્બ્યુલન્સને રોકી ડિલિવરી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી, આથી સ્ટાફનાં રસીલાબાએ તરત ઉચ્ચ અધિકારીની મદદથી સફળ પ્રસૂતિ કરાવી પ્રસૂતા મહિલા અને નવજાત બાળકનો જીવ બચાવ્યો હતો.
આ બંને માતા-પુત્રને વધુ સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. ખાસ કરીને અધૂરા માસે થતી પ્રસૂતિ ઘણી મુશ્કેલ ગણવામાં આવે છે ત્યારે શ્રમજીવી પરિવાર માટે 108ની સેવા આશીર્વાદરૂપ સાબિત થતાં સમગ્ર પરિવારે હર્ષાશ્રુ સાથે તેમની કામગીરીને બિરદાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..