વ્યક્તિની અમુક ઉંમર થાય એટલે શરીરની સાથે-સાથે મન પણ સાથ આપવાનું છોડી દે. ખાસ કરીને 60-65 વર્ષની ઉંમર બાદ મોટાભાગના લોકો કામમાંથી નિવૃતિ લઈ લેતા હોય છે. વ્યક્તિ વૃદ્ધ થાય એટલે આખો દિવસ શેરીના ઓટલા પર પોતાની વયના મિત્રો સાથે બેસીને ગપ્પા-ગોષ્ટી કરવામાં અથવા મંદિરે ભજન-કીર્તિન કરવામાં અને આરામ કરવામાં પસાર કરે. તમે પણ તમારા ઘરમાં જો કોઈ વૃદ્ધ હશે તો તેમને પણ આમ કરતાં જોયા હશે. પરંતુ કેટલીક વ્યક્તિના નસીબમાં ઘડપણમાં પણ આરામ કરવાનું લખ્યું નથી હોતું. ક્યારેક તેમને આર્થિક સ્થિતિ કામ કરવા માટે મજબૂર કરે છે તો ક્યારેક માથે આવી પડેલી જવાબદારી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આવી જ કંઈક કહાણી છે પંજાબના મોગામાં રહેતા હરબંસ સિંહની. જેઓ ઉંમરમાં સદી ફટકારી ચૂક્યા છે. તેમની ઉંમર હાલ 100 વર્ષ છે. આ ઉંમરમાં જ્યારે વ્યક્તિને ચાલવા માટે પણ લાકડીનો સહારો લેવો પડે ત્યારે તેઓ પેડલ રિક્ષામાં ડુંગળી અને બટાકા વેચે છે. આ મહેનત તેઓ પોતાના માટે નહીં પરંતુ પૌત્ર-પૌત્રીઓના અભ્યાસ માટે કરે છે. હસબંસ સિંહના દીકરાનું બે વર્ષ પહેલા મૃત્યુ થયા બાદ વહુ પણ બાળકોને મૂકીને ઘર છોડીને ચાલી ગઈ હતી. તેથી હવે પૌત્ર-પૌત્રીઓની જવાબદારી હસબંસ સિંહ પર આવી પડી છે. હરબંસ સિંહને એમ તો બીજો દીકરો પણ છે, જે ફળ વેચવાનું કામ કરે છે. પરંતુ તે તેના પરિવાર સાથે અલગ રહેતો હોવાથી કોઈ પણ પ્રકારની મદદ કરવા માટે તૈયાર નથી.
100-year-old man sells vegetables on cart to feed his orphan grandchildren pic.twitter.com/Ob8DwNz3GZ
— The Times Of India (@timesofindia) July 16, 2021
હરબંસ સિંહની જગ્યાએ જો કોઈ બીજું હોય તો હારી જાત અને થાકી જાત. પરંતુ આ ઉંમરે પણ તેઓ ન હાર્યા, ન થાક્યા કે ન તો કોઈની પાસે મદદ માગી. તેમણે પેડલ રિક્ષામાં શાકભાજી વેચીને ઘર ચલાવવાનું નક્કી કરી લીધું.
હસબંસ સિંહ કેટલા આત્મનિર્ભર છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે તેમણે રાજ્યના મુખ્યમંત્રી પાસેથી પણ મદદ લેવાની ના પાડી દીધી હતી. તેમનો કિસ્સો જાણ્યા બાદ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ડીસી સંદીપ હંસના માધ્યમથી વૃદ્ધને બોલાવીને તેમની જરૂરિયાત વિશે પૂછ્યું હતું. ત્યારે હરબંસ સિંહે કહ્યું હતું, ભગવાને ઘણું આપ્યું છે અને તેમને કંઈ જોઈતું નથી. તેઓ જાતે કમાણી કરીને ખુશ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..