નસવાડીની 10 વર્ષની છોકરીએ સત્તત ચોથા વર્ષે 16 કિમીની નર્મદા નદીનાં કઠિન રસ્તાઓ પરથી પસાર થઈ પરિક્રમા પૂર્ણ કરી. કેહવાય છે મન હોય તો માંડવે જવાય જે વાત સાબિત કરી આપનાર નસવાડીનાં પિતા ડો.રાહુલ પટેલ અને માતા ડો.મેઘા પટેલની દીકરી પરા પટેલે નર્મદાની 16 કિમીની પરિક્રમા પૂર્ણ કરીને કરી બતાવ્યું.
નસવાડીની પરા પટેલ આમ તો ધો 6માં માંગરોળ ખાતે અભ્યાસ કરે છે. જ્યારે તેની એક આસ્થા નર્મદા પરિક્રમા કરવાની હતી અને તેને 7 વર્ષની ઉમરમાં જ આ પરીકમા મણીનાગેશ્વર મંદીરથી ચાલુ કરેલ હતી અને પૂર્ણ કરેલ હતી. જ્યારે આ વખતે ફરી ચોથી વખત આ નર્મદા નદીનાં કઠિન પહાડી જગલ વિસ્તારમાં થઈને પરિક્રમા પૂર્ણ કરેલ છે.
ભારતમાં માત્ર એક નદી એવી છે જેની પરિક્રમા કરવામાં આવે છે અને તે નદી એટલે નર્મદા. ખાસ કરીને ચૈત્ર માસમાં નર્મદા પરિક્રમાનું અનેરું મહત્વ છે. પ્રત્યેક વર્ષ ભક્તો શ્રદ્ધાપૂર્વક આ પંચકોષી ઉત્તર વાહિનીમાં નર્મદાની પરિક્રમા કરે છે. જ્ઞાન અને વિજ્ઞાનનાં યુગમાં પણ શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા ઉમટી પડે છે જેમાં નસવાડીની 10 વર્ષની પરા પટેલે સતત ચોથી વખત નર્મદા પરિક્રમા 16 કિમીની માત્ર ૬ કલાકમાં પૂર્ણ કરી હતી અને તેના માતા પિતા અને સ્કૂલ તેમજ નસવાડી ગામનું નામ રોશન કર્યું છે.
અનોખી શ્રધ્ધા 10 વર્ષની આ છોકરીએ પૂર્ણ કરી નર્મદાની 4 વાર પરિક્રમા.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799