ગ્વાલિયરમાં સાવકી માતાએ 10 વર્ષના પુત્રને જમવામાં ઝેર આપી દીધું. પુત્રની હાલત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં બાળકનું મોત નીપજ્યું હતું. હત્યાને આત્મહત્યા ગણાવવા માટે સાવકી માએ પહેલા કહ્યું કે તેણે જાતે જ ઝેરીલો પદાર્થ ખાઈ લીધો હશે. બાદમાં કહ્યું સાંપે ડંખ માર્યો હશે.
હત્યાનું કારણ પુત્રના નામે 18 લાખ રૂપિયાની FD(ફિક્સ ડિપોઝીટ) હતી. બાળકને આ રકમ તેની માતાના માર્ગ દૂર્ઘટના બાદ થયેલા મોતના કારણે વીમા ક્લેમ મળ્યો હતો. સાવકી માની નજર આ રુપિયા પર હતી. સાવકી માએ પોલીસ સામે ઝેર તેણે જ દીધું છે તે કબૂલી લીધું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
23 સપ્ટેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો
ગ્વાલિયરના રહેવાસી રાજૂ મિર્ધાના 10 વર્ષીય પુત્ર નિતિન મિર્ધાની 23 સપ્ટેમ્બરે ખાધા પછી તબીયત લથડી હતી. તે વારંવાર ઉલટી કરી રહ્યો હતો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને 24 સપ્ટેમ્બરે તેનું મોત થયું. નિતિનની સાવકી માએ તેના પિતાને નિતિને જાતે જ ઝેરી પદાર્થ ખાધા હોવાની વાત કરી હતી, પછી સાપના કરડવાથી મોત થયું છે તેવું કીધું હતું. ડોક્ટરનું કહેવું હતું કે નિતિનને ઝેર આપવામાં આવ્યું છે. ત્યાર બાદ પોલીસને સાવકી મા પર શંકા થઈ. નિતિન રાજુની પહેલી પત્ની સીમા(31)નો પુત્ર હતો. સીમાનું 4 વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ત્યાર બાદ રાજૂએ 27 ડિસેમ્બર 2019એ જૂલી સાથે લગ્ન કર્યા હતાં.
માની મોત બાદ વીમા ક્લેમથી મળ્યા હતા રુપિયા
પોલીસે રાજુની પૂછપરછ કરી હતી. રાજુએ જણાવ્યું હતું કે નીતિનની માતા સીમાનું ડિસેમ્બર 2017માં પિયર ઉમરી જતા માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. સીમાના મૃત્યુ બાદ વીમા ક્લેમમાં 16 લાખ રુપિયા મળ્યા હતાં. રાજુએ બે લાખ રૂપિયા ઉમેરીને તેના પુત્રના નામે (ફિક્સ્ડ ડિપોઝિટ) એફડી કરાવી હતી.
સાવકી માએ ભાગ માગ્યો, પતિએ ના આપ્યો
રાજુએ પોલીસને જણાવ્યું હતું કે જુલી તેમાથી કેટલાક પૈસા માંગી રહી હતી પરંતુ તેણે પૈસા ચૂકવવાની ના પાડી દીધી હતી, તેથી તેને સાવકો પુત્ર ગમતો ન હતો. જુલીએ પોલીસને જણાવ્યું હતું કે ઘટનાના દિવસે તેણે ખોરાકમાં ઝેર નાખ્યું હતું અને નિતિનને પ્રેમથી ખવડાવ્યો હતો. તેની યોજના મૃત્યુને અકસ્માત અથવા આત્મહત્યા તરીકે બતાવવાની હતી, પરંતુ રવિવારે જ્યારે પોલીસે પૂછપરછ કરી ત્યારે તેણે ગુનો કબૂલ કર્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પોલીસ આ અંગે આગળની કાર્યવાહી કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..