Browsing category

સેવાકીય પ્રવૃત્તિઓ

સ્વાધ્યાય પરિવારના 10 હજાર લોકો દોઢ વર્ષથી વડોદરા- પંચમહાલનાં 960 ગામોના આદિવાસીઓને શિક્ષિત કરી રહ્યા છે

વડોદરા શહેરમાંથી દર શનિ-રવિવારના રોજ સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા 10 હજાર લોકો છેલ્લા દોઢ વર્ષથી વડોદરાનાં 650 અને પંચમહાલનાં 310 ગામો મળી કુલ 960 ગામોમાં રહેતા આદિવાસી જનજાતિના લોકો શિક્ષિત બને અને ભૂત-ભૂવા જેવી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળે તે માટે તેમને શિક્ષિત કરવાનું કામ કરી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષમાં 10 હજાર લોકોએ કુલ 2.75 લાખ […]

સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત આ હોસ્પિટલમાં અમેરિકાથી આવેલા સર્જન કરી રહ્યાં છે દર્દીઓના મફત ઓપરેશન

આમ જનતાને ખાનગી હોસ્પિટલમાં સારવાર તથા ઓપરેશનનો લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે ત્યારે માનવ સેવાના હેતુ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત હોસ્પિટલમાં સેંકડો લોકોના મફતમાં ઓપરેશન તથા સારવાર થઇ રહ્યાં છે. વડતાલ સ્થિત આ હોસ્પિટલમાં હાલ એક મેડિકલ કેમ્પ ચાલી રહ્યો છે જેમાં અનેક દર્દીઓના હર્નિયા, હરસ, ભગંદર તથા મહિલા દર્દીઓની ગર્ભાશાયની બિમારીઓની […]

એના ગામે વિશ્વનું સૌથી મોટું પક્ષીઘર બનાવવામાં આવશે

પર્યાવરણની રક્ષા અને મુંગા પક્ષીઓની માવજતના ઉમદા હેતુ માટે અમેરિકા ખાતે રહેતા સુરત જિલ્લાના એન.આર.આઈ ગ્રૂપના હોપ ફાઉન્ડેશન દ્વારા પલસાણા તાલુકાનાં એના ગામે વિશ્વનું સૌથી મોટું પક્ષીઘર બનાવવામાં આવશે મુજબનું જાણવા મળ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ પલસાણા તાલુકાનાં એના ગામના વતની અને હાલ અમેરિકાના ઓહીયો સ્ટેટના હિલ્સબોરો મુકામે રહેતા અને હોપ ફાઉન્ડેશનના […]

હીરા ઉદ્યોગપતિએ આદિવાસી બાળકોને ભણાવવા 108 આશ્રમશાળા બનાવવાનો સંકલ્પ કર્યો

અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારનાં બાળકોનો શિક્ષણનો પાયો મજબૂત બને એવા આશયથી વરાછાના હીરા વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ દ્વારા શિક્ષણ અને સેવાના સંકલ્પ સાથે 108 આશ્રમશાળા નિર્માણનો અનોખો સંકલ્પ ‘માનવતાની મહેક’ સેવા મંડળ દ્વારા શરૂ કરાઇ છે. વરાછાના હીરા વ્યવસાયી કેશુભાઈ ગોટીએ તેમના માતાની સ્મૃતિમાં માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટના નેજા […]

લેવા પટેલ સમાજના મહોત્સવમાં દાનનો આંકનો પ્રવાહ અવિરત : ભુજમાં હોસ્પિટલ માટે વધુ ૧૦ કરોડનું દાન

ભુજ, : અહીં બે દિવસથી ચાલી રહેલા કચ્છી લેવા પટેલ સમાજ સંચાલિત કન્યા વિદ્યામંદિર રજત જયંતી મહોત્સવની સાક્ષીએ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ માટે દાનની ભાગીરથી અવિરત ઊતરી હતી. ગરિમા સત્રમાં મંચ પર તમામ મહિલાઓની પહેલ, સ્મરણિકા વિમોચન, શાળા સ્ટાફ સન્માન અને કાજલ ઓઝા વૈદ્યના વક્તવ્યના કાર્યક્રમો યોજાયા હતા. આવતીકાલે ખોડલધામ ટ્રસ્ટ, અધ્યક્ષ નરેશ પટેલના હસ્તે કે. […]

પાટીદાર સમાજના 1850 છાત્રો રહી શકે તેવા સરદારધામનું થયું ખાતમુહૂર્ત

ભાવનગર: વતનની વાટે, વિકાસની સાથે મંત્ર સાથે અને મિશન 2026 અંતર્ગત પાટીદાર સમાજના યુવક યુવતીઓ અભ્યાસ સહિત વિવિધ ક્ષેત્રોમાં આગળ વધે તેવા હેતુથી તા.12 જાન્યુઆરીને શનિવારે સાંજે 4 કલાકે પ્લોટ નં.279/4, સમરસ હોસ્ટેલની બાજુમાં યુનિ. વિસ્તારમાં ભાવનગરના લેઉવા પટેલ કેળવણી મંડળ સંચાલિત પોપટભાઇ ડુંગરાણી સંકુલ, સરદારધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ અવસરે મંત્રી કૌશિકભાઇ પટેલ, જીતુભાઇ […]

શ્રી સરદાર પટેલ સોસીયલ ગ્રુપ દ્વારા મવડી ગામમાં ભવ્યાતી ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું.

મોવડી – રાજકોટ માં મોવડી ની વાત જરા હટકે જ હોઈ છે ત્યારે રાજકોટ શહેર નું નહિ પરતું સમગ્ર સૌરાષ્ટ્ર નું એક એવું ગામ કે જ્યાં હજુ પણ સંસ્કાર ને સેવા નું સમન્વય છે. જ્યાં હજુ પણ સંસ્કૃતિ ધબકે છે અને ત્યાં ના લોકો એક સાથે સંપ માં રહે છે . ત્યારે સમગ્ર મોવડી ગામ […]

“શ્રીજી ટીફીન સેવા” સુરતમાં નિશ્વાર્થ સેવાના ભાવે વયોવૃદ્ધ વ્યક્તિઓ માટે મફત ટીફીન સેવા પૂરી પાડતી સંસ્થા

શ્રીજી ટીફીન સેવા નામ ની સંસ્થા સંદીપભાઈ રૂપાવટીયા નામના એક યુવકે તેના મિત્રો સાથે મળીને સુરત માં ચાલુ કરી છે. આ સંસ્થા નિશ્વાર્થ સેવાના સ્વરૂપે વયોવૃધ્ધ અને ૬૦ વર્ષ થી ઉપરની વ્યક્તિઓ માટે મફત ટીફીન સેવા પૂરી પાડે છે. આ સંસ્થા એવા વ્યક્તિઓ નો સંપર્ક કરે છે કે જે એકલા રહે છે અથવાતો ખાવાનું નથી […]

મહારાષ્ટ્રના દિલદાર હાર્ટ સર્જન, ગરીબ દર્દીઓને ફ્રીમાં કરી આપે છે ઓપરેશન

ગરીબોનો સહારો પુણે: મધ્યમ વર્ગના કોઈ વ્યક્તિને જો હ્રદયની બીમારી થઈ જાય તો તેની સારવારનો ખર્ચો સાંભળીને જ તેને મોટો ધ્રાસ્કો પડે છે. તેમાંય જો સર્જરી કરાવવાની આવે ત્યારે તો આખી જિંદગીની બચત ઘણી વાર ધોવાઈ જતી હોય છે. જોકે, આવા લોકોની વ્હારે આવે છે મહારાષ્ટ્રના એક ડોક્ટર, જેમનું નામ છે ડૉ. મનોજ દુરીરાજ. જેઓ […]

કચ્છી લેવા પટેલ સમાજનું ગૌરક્ષા અભિયાન : લીલાચારાના વાહનો કર્યા રવાના

ગરિમા મહોત્સવની સાક્ષીએ એક સાથે સંખ્યાબધ વાહનો ભરી લીલોચારો ગૌમાતાની આંતરડી સુધી પહોંચ્યો હતો. ચોવીસી સહિત અબડાસા લખપતમાં સીમ જંગલમાં ઘાસના તણખલાં માટે વલખતી ગવરી ગૌમાતાની ઉપસી આવેલી પાંસડીઓ અને આંખમાથી વહી રહેલી જઠરાગ્નિ તપ્ત આંસુડા લુછવા સમાજ જ્યારે આગળ આવ્યો છે ત્યારે ચોવીસીના ખેડૂતોને અપીલ છે કે વાડી વાડીએ થી ટેમ્પા મોકલો 02832 231177 […]