Browsing category

સમાચાર

ભાજપના ધારાસભ્યનો હાથ પકડી લિસ્ટેડ બુટલેગર પહોંચ્યો મુખ્યમંત્રીના દરબારમાં…

સામાન્ય સંજોગોમાં કોઇપણ માણસ મુખ્યમંત્રીને મળી શકે એ આદર્શ સ્થિતિ છે. ખરેખર હોવું પણ એમ જ જોઇએ. પણ એમાં કોઈ ગુનેગાર પહોંચી જાય એ યોગ્ય ન ગણાય. આવો જ એક કિસ્સો તાજેતરમાં સપાટી પર આવ્યો છે. કામરેજ મત વિસ્તારના ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાનો હાથ પકડી પૂણાના ભૈયાનગરમાં રહેતો ગોરધન ઉર્ફે ગોટિયો નામનો લિસ્ટેટ બુટલેગર […]

મહેસાણાના યુવક માટે ફોઈ ભગવાન બનીને આવ્યા, પોતાની કીડની આપી ભત્રીજાને આપ્યું નવજીવન

પોતાના 28 વર્ષના ભત્રીજાની બન્ને કિડની ફેઈલ જતાં 28 વર્ષના આ યુવાનને જીવતદાન આપવા ફોઈ મેદાનમાં આવ્યાં હતાં. ધીણોજ ગામના પોતાના ભત્રીજાને લક્ષ્મીપુરા (ઉનાવા) ખાતે રહેતાં ફોઈએ એક કિડનીનું દાન કર્યું હતું. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ફોઈની કિડની ટ્રાન્સપ્લાન્ટ થતાં ધીણોજના યુવાનને જીવતદાન મળ્યું હતું. ઓએનજીસી જૂથ 15ના સેનાપતિ બળદેવભાઈ દેસાઈએ રૂ.2.36 લાખ એકઠા કરી સારવાર […]

પેટ્રોલ-ડીઝલ ભાવ વધારા માટે UPA સરકાર અને રશિયા જવાબદારઃ નિર્મલા સીતારમન

પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધવા પાછળ કેન્દ્ર સરકારે રશિયાને જવાબદાર ગણાવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે, પૂર્વની UPA સરકારના ક્રૂડ બોન્ડ અને રશિયાના યૂક્રેન પર હુમલાના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. રાજ્યસભામાં એક સવાલના જવાબમાં તેમણે કહ્યું, ગ્લોબલ માર્કેટમાં સપ્લાઇ બાધિત થવાને કારણે પાછલા અમુક અઠવાડિયાથી ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે. આ […]

રાજસ્થાનમાં ડૉ. અર્ચનાના મોતથી ડૉક્ટરોમાં આક્રોશ, મહિલા તબીબે સ્યૂસાઈડ નોટમાં લખ્યું- ‘મેં કોઈ ભૂલ નથી કરી, ડૉક્ટરોને હેરાન કરવાનું બંધ કરો’

રાજસ્થાનના દૌસામાં મહિલા ડૉક્ટર અર્ચના દ્વારા સ્યૂસાઈડ નોટ લખીને આપઘાત કરવાના કારણે પોલીસની ભારે ફજેતી થઈ રહી છે. હકીકતમાં સારવાર દરમિયાન દર્દીનું મોત થવા પર દૌસા પોલીસે ડૉક્ટર વિરુદ્ધ હત્યા જેવી ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. ડૉ અર્ચના પોલીસની કાર્યવાહીથી એટલા ભયભીત થઈ ગયા કે તેમણે બે માસૂમ બાળકો અને પતિને છોડીને મોતને […]

આમ આદમી પાર્ટીનો સરકારને પડકાર: ગુજરાતના ખેડૂતો 12 કલાક વીજળી નહીં મળે તો બીલ નહીં ભરે, વીજ-કનેકશન કપાશે તો ‘આપ’ના નેતાઓ ફરી જોડી આપશે

ગુજરાતમાં વિપક્ષ અને રાજકિય પક્ષો દ્વારા ખેડૂતોને મળતી વીજળી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રીએ ખેડૂતોને અનિયમિત પણે મળતી વીજળીને લઈને સરકાર સામે આકરા શાબ્દિક પ્રહારો કર્યાં હતાં. પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ ગાંધીનગરમાં પ્રેસકોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને પુરતાં પ્રમાણમાં વીજળી મળતી નથી.જેના કારણે ઉનાળાનું વાવેતર […]

ભાજપ-જનસંઘને જે કરતા 39 વર્ષ લાગ્યા તે આમ આદમી પાર્ટીએ 9 વર્ષમાં કરી દીધું

દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી કોંગ્રેસનું છેલ્લાં ઘણા સમયથી ધોવાણ થઇ રહ્યું છે અને તેની સામે આમ આદમી પાર્ટી ધીમે ધીમે પણ મક્કમ ગતિએ આગળ આવી રહી છે.રાજકારણના જાણકારોનું માનવું છે કે ભાજપ માટે હવે ખતરાની ઘંટડી કોંગ્રેસ નહી, પણ આમ આદમી પાર્ટી છે. કોંગ્રેસ તો આઝાદીના પહેલાથી જ હતી પરંતુ તેની સામે ટક્કર ઝીલીને […]

રાજ્યમાં સરકારી જમીન પર દબાણ હશે તો બુલડોઝર ફેરવી દેવાશે: મહેસુલ મંત્રીનો આદેશ

રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જ્યાં પણ સરકારી જમીન પર દબાણ થયેલું હશે તો આવા દબાણની તાત્કાલિક માપણી કરીને આવા દબાણ દૂર કરી દેવામાં આવશે. આ માટેની ખાસ સૂચના વહિવટી તંત્રને આપવામાં આવી છે. વિઘાનસભામાં ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ઝીંગાના ફાર્મ અંગે જ્યારે મંત્રીને પૂછવામાં આવ્યું ત્યારે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, ભરૂચ જિલ્લાના […]

વનરક્ષકનું પેપર જીતુ વાઘણીના વતન ભાવનગરથી ફૂટ્યુ : યુવરાજસિંહ જાડેજાએ મીડીયા સમક્ષ પુરાવા જાહેર કરી કહ્યુ ઢાંકણીમાં પાણી મૂકી ડૂબી મરો

વનરક્ષકની ભરતીમાં કોપી કેસ નહી પણ પેપર લીક થયાનો ઘટસ્ફોટ એક્ટિવિસ્ટ યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. ગાંધીનગરમાં મીડિયા સમક્ષ યુવરાજે કહ્યુ કે રવિવારે પરીક્ષા પહેલા જ આ ભરતીનું પેપર શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના વતન ભાવનગરમાંથી લીક થયુ હતુ. તેમણે પુરાવા હોય તો જાહેર કરવા પડકાર ફેંક્યો હતો. તો અમે આ પુરાવા જાહેર કરી રહ્યાં છીએ. સરકારમાં […]

પશ્ચાતાપ પેટી: બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા નવો પ્રયોગ, પરીક્ષા ખંડમાં પ્રવેશતાં જ કાપલી આ પેટીમાં મુકવી

અમદાવાદમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. આ પહેલાં પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પોતાની સાથે લઈને આવેલા સાહિત્ય કે કાપલીઓ પરીક્ષા ખંડમાં લઈને જાય નહીં તે માટે પરીક્ષા કેન્દ્રની બહાર પશ્ચાતાપ પેટી મુકવામાં આવી છે. આ પેટી માત્ર નામ પુરતી રહી હોય તેમ કોઈ પણ વિદ્યાર્થીએ તેમાં સાહિત્ય કે કાપલી મુકી નહોતી. જેથી આ પેટી […]

સુરતમાં સજ્જુનો ત્રાસ: વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકોને ઉઠાવી જતા, માર મારી મિલકત પડાવી લેતો, BMW સહિતની 12 કાર મળી

‘જૈસી કરની વૈસી ભરની, એવો ઘાટ માથાભારે સજ્જુ કોઠારીનો થયો છે. નાનપુરા જમરૂખ ગલીમાં ટપોરી સજ્જુ ઉર્ફે મોહંમદ સાજીદ ગુલામમોહંમદ કોઠારી બંગલાનાં ગુપ્ત રૂમમાં સંતાયો હતો તે જ રૂમની નીચે ઓફિસમાં માથાભારે વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકોને બોલાવી માર મારતો હતો. પોલીસે તેને ગુપ્ત રૂમમાં જ કાયદો શું છે તેનું ભાન કરાવી દીધું હતું. માથાભારે સાજીદ […]