Browsing category

સમાચાર

બેનના ઘરે ગયેલા પટેલ યુવકને અકસ્માત નડ્યો, જીવતા સળગ્યાં

ચૂડા તાલુકાના જૂના મોરવાડ ગામનું દંપતિ ધર્મની માનેલી બહેનના ઘેર સત્સંગમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતા ચોકડી રોડના વેળાવદર ગામના પાટીયા પાસે છકડોરીક્ષા અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા એકાએક મોટરસાયકલમાં આગ લાગી હતી. જેમાં બાઇક ચાલકનું મોત થયું હતું. ચૂડા હાઇવે અને નાના માર્ગો પર અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. ચૂડા તાલુકાના જૂના મોરવાડ ગામના […]

ગુજરાતનું એક માત્ર ગામ જ્યાં થાય છે ફાલસાની ખેતી

ઉત્તર ગુજરાતમાં વિજાપુર તાલુકાનું આનંદપુરા એક માત્ર એવું ગામ છે કે, જ્યાં ફાલસાની ખેતી થઇ રહી છે. ગામમાં 40 વર્ષ અગાઉ અંબાલાલ દ્વારકાદાસ પટેલ નામના શિક્ષકે માત્ર અખતરારૂપે ફાલસાની ખેતી કરી હતી. જે આજે ગામના 20 ખેડૂતોએ કાયમી ધોરણે અપનાવી લીધી છે અને દર વર્ષે માત્ર દોઢ મહિનાની મહેનતમાં લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. […]

સુરતમાં લીલુડાં તોરણે દીકરીઓની વિદાયઃ 21 યુગલોએ પાડ્યા પ્રભુતામાં પગલાં

વીર બજરંગ સેવા સમિતિ દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. લીલુંડા તોરણે દીકરીની વિદાય નામના સમૂહ લગ્નોત્સવમાં 21 નવદંપતી પ્રભુતામાં પગલા પાડ્યા હતાં.યોગીચોક સ્થિત આનંદ ફાર્મ ખાતે જાનકી જીવદયા ટ્રસ્ટ અને મારૂતિ યુવક ધૂનમંડળ ચામુંડનગરના સહયોગથી આ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. સમૂહ લગ્નમાં સામાજિક જાગૃતિ ફેલાવાઈ સમૂહ લગ્નની સાથે સાથે બેટી […]

એક ‘પટેલે’ દિલ્હીમાં પણ હલાવી નાખી સરકાર, AAPના 20 MLAને કર્યા ઘરભેગાં!

આમ આદમી પાર્ટી(AAP)ના 20 ધારાસભ્યોને ચૂંટણી પંચ દ્વારા અયોગ્ય ઠેરવવામાં આવ્યા બાદ એક પટેલ વકીલ ચર્ચામાં આવ્યો છે. આ વ્યક્તિ મીડિયાથી લઈને સોશિયલ મીડિયા સુધીમાં ટ્રેન્ડ કરી રહ્યો છે, જેનું નામ છે પ્રશાંત પટેલ. 31 વર્ષીય પ્રશાંત પટેલ વિશે આજે સહુ કોઈ જાણવા માંગે છે. તમે પણ વાંચો કોણ ચે પ્રશાંત પટેલ અને શા માટે […]

ગુજરાતના આ ગામે રોકાતા હતાં જલારામબાપા, પ્રસાદીમાં આપી હતી લાકડી

વીરપુરથી પોતાના ગુરૂ ભોજલરામ બાપાને મળવા આવતા જલારામ બાપાએ કુંકાવાવના ખજુરી પીપળીયામાં રહેતા પટેલના ઘરે રાત વાસો કરતા પ્રસાદીમાં લાકડી આપી જે આજે પાંચમી પેઢીથી પણ સચવાયેલી પડી છે. અહી ભકતો આ લાકડીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ગુરૂ ભોજલરામ બાપાને મળવા આવતા હતા જલારામ બાપા પરમ પુજનિય અને વંદનીય એવા વીરપુર ધામમાં જ્યા જલારામ […]

પૂણેમાં મૃત હાલતમાં મળ્યું અમદાવાદનું પટેલ ફેમિલી, આત્મહત્યાની સંભાવના

અમદાવાદઃ 18 જાન્યુઆરીની રાત્રે પૂણેના બનેર-પાશન લિંક રોડ ખાતે આવેલી હાઉસિંગ સોસાયટીના બીજા માળે એક ફલેટમાં 34 વર્ષીય સોફટવેર એન્જિનિયર પત્ની સાથે મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ ફેમિલી મૂળ અમદાવાદનું છે. આ દંપતિએ 4 વર્ષના દિકરા નક્ષનું બીમારીને કારણે મોત થવાથી આત્મહત્યા કરી હોય એવી સંભાવના છે. દિકરાના મોતથી સુસાઈડ કર્યું હોય શકે પોલીસે […]

ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને 1 વર્ષ, પાંચ દિવસીય સમારોહનાં સંભારણા

રાજકોટ: ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે. ત્યારે રાજકોટના કાગવડ ખાતે લેઉવા પટેલ સમાજની એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરનો પાંચ દિવસ સુધી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. ખોડલધામ ખાતે પાંચ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલ્યો હતો. આ સાથે જ 7 વર્ષની મહેનતનું ફળ ખોડલધામ મંદિરના સ્વરૂપે જોવા […]

આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના ગર્વનર: આનંદીબેનની લાઈફમાં કેવા આવ્યા હતાં ચઢાવ-ઉતાર, જાણો વિગત

ગામડામાં ખેતરમાં કામ કરતા કરતા અભ્યાસ પૂર્ણ કરીને અમદાવાદની મોહિ‌નાબા કન્યા વિદ્યાલયમાં શિક્ષિકાથી માંડીને ભાજપના અદના કાર્યકર રહેલા આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના ગર્વનર તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા છે. તેમણે રાજ્યના શિક્ષણમંત્રી, મહેસૂલમંત્રીનો પ્રવાસ ખેડ્યા બાદ ગુજરાતનાં પ્રથમ મહિ‌લા મુખ્યમંત્રી બનવાનું ગૌરવ પણ પ્રાપ્ત કર્યું. તેઓ અભ્યાસકાળથી માંડી પ્રખર વહીવટકર્તા તરીકેનું નામ ધરાવે છે. નરેન્દ્ર મોદીના નજીકના […]

અમરેલીનાં પરેશ ધાનાણી 22મીએ વિરોધપક્ષના નેતા પદે શપથ લેશે

અમરેલી જિલ્લામાં પાછલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને અભૂતપૂર્વ સફળતા મળ્યા બાદ વિધાનસભાના વિરોધપક્ષના નેતાનું પદ પણ અમરેલી જિલ્લાના ફાળે આવ્યું છે. અગાઉ કોંગ્રેસે આ પદ માટે પરેશ ધાનાણી પર પસંદગીનો કળશ ઢોળ્યો, હવે આગામી 22મી તારીખે તેઓ આ પદના શપથ લેવા જઇ રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના […]

આ પટેલની મહેનત રંગ લાવી, અમેરિકાના યોર્કમાં ખોલી ફ્યુઝન રેસ્ટોરન્ટ

અમેરિકાના યોર્ક શહેરમાં પોપ-અપ રેસ્ટોરન્ટ સીરિઝ Taste Testમાં ઓડિશન માટે એક વર્ષ કરતાં વધુ સમયથી તૈયારી કરી રહેલા શેફ (રસોઇયો) હમીર પટેલની મહેનત રંગી લાવી અને તેમણે યોર્ક શહેરમાં જ પોતાની ઇન્ડિયન ફ્યુઝન રેસ્ટોરન્ટ ખોલી નાંખી છે. ભારતીયોમાં જાણીતા હમીર પટેલના હાથની બનાવેલી રસોઇનો ચટાકો દરેકને છે લોકલ કોમ્યુનિટીમાં તે ખુબ જાણીતા છે. હમ્પત સ્પેશ્યાલિટી […]